રાહુલ ગાંધી 22મીએ અમદાવાદમાં, કોંગ્રેસના કાર્યકરોને કરશે સંબોધન

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 20, 2017, 4:58 PM IST
રાહુલ ગાંધી 22મીએ અમદાવાદમાં, કોંગ્રેસના કાર્યકરોને કરશે સંબોધન
. રાહુલ આગામી 22મી ડિસેમ્બરના રોજ અમદાવાદ આવી પહોંચશે. અહીં તેઓ કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત કરશે.

. રાહુલ આગામી 22મી ડિસેમ્બરના રોજ અમદાવાદ આવી પહોંચશે. અહીં તેઓ કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત કરશે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ આગામી 22મી ડિસેમ્બરના રોજ અમદાવાદ આવી પહોંચશે. અહીં તેઓ કોંગ્રેસના કાર્યકરો સાથે મુલાકાત કરશે. ગુજરાત ચૂંટણીના પરિણામો અને કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. રાહુલ યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કરશે.

ગુજરાતમાં રાહુલ ગાંધીનો કાર્યક્રમ

- સવારે 11.30 કલાકે ઉત્તર ઝોનના નેતાઓ સાથે બેઠક કરશે

- 12.30 કલાકે મધ્ય ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત
- 2 કલાકે સૌરાષ્ટ્રના નેતાઓ સાથે મુલાકાત
- 3 કલાકે દક્ષિણ ઝોનના નેતાઓ સાથે મુલાકાત- 4 કલાકે કાર્યકરોને સંબોધન કરશે

કોંગ્રેસ પક્ષની ચિંતન શિબિર

ગુજરાત ચૂંટણીમાં પરાજય બાદ મહેસાણા ખાતે કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિર યોજાઈ છે. મહેસાણા ખાતે આવેલા એક ખાનગી રિસોર્ટમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસની ચિંતન શિબિરનો બુધવારે પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રભારીએ 20 જિલ્લા અને શહેરના પ્રતિનિધિઓ સાથે નવ ટુ વન મુલાકાત કરી હતી. આજે યોજાયેલી ચિંતન શિબિરમાં કાર્યકર્તાઓએ નેતાઓ પાસે પોતાનો રોષ ઠાલવ્યો હતો. કાર્યકરોએ રજૂઆત કરી હતી કે આયાતી ઉમેદવારોને કારણે કોંગ્રેસે બેઠકો ગુમાવી હતી. કોંગ્રેસ પક્ષના સંગઠનને વિશ્વાસમાં રાખવામાં આવ્યા ન હતા.

વ્યક્તિગત આક્ષેપ ન કરવા સૂચના

આજની ચિંતન શિબિરમાં પ્રદેશ નેતાઓએ કાર્યકરો તેમજ જિલ્લા પદાધિકારીઓને કોઈ પર વ્યક્તિગત આક્ષેપ ન કરવાની સુચના આપી હતી. તેમજ 2019ની લોકસભાની ચૂંટણી માટે કામે લાગી જવાની સૂચના આપી હતી. અમુક હોદેદારો અને ઉમેદવારોએ ચિંતન શિબિરમાં ઈવીએમ પર પણ રોષ ઠાલવ્યો હતો.
First published: December 20, 2017, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading