LIVE NOW

ADC બેંક માનહાનિ કેસ : રાહુલ ગાંધીનાં જામીન મંજૂર, અમિત ચાવડા જામીનદાર બન્યાં

રાહુલ ગાંધી સામે કરાયેલા માનહાનિના કેસમાં ગત 27 મેનાં રોજ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી  હતી.

gujarati.news18.com | July 12, 2019, 4:15 PM IST
facebook Twitter Linkedin
Last Updated July 12, 2019
auto-refresh

Highlights

3:53 pm (IST)
3:50 pm (IST)
  જાણો કોર્ટરૂમની અંદર રાહુલની વકીલો સાથેની દલીલો

સમન્સ ઈશ્યુ કરાતા કોર્ટમાં હાજર રહ્યાઃ રાહુલના વકીલ
જામીન માટે રજૂઆત કરવી પડેઃ ADC બેંકના વકીલ
જામીન લેવાની જરૂર નથીઃ રાહુલના વકીલ
રાહુલ ગાંધીનો જવાબ, તમામ આરોપો ખોટા
જજનો રાહુલને સવાલ, તમારી સામેના આક્ષેપ સાચા છે ?
કોર્ટની બારીમાંથી ફોટો પાડતા વ્યક્તિને રોકવામાં આવ્યો
ડોક્યુમેન્ટમાં પાર્લામેન્ટના સ્પેલિંગમાં ભૂલ હોવાનું જણાવ્યુ
મને ગુનો કબૂલ નથીઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું હું દોષિત નથી
જજે રાહુલને પૂછ્યું તમને કેસ પેપર મળ્યા છે ?
જજના સવાલોનો જવાબ આપી રહ્યા છે રાહુલ ગાંધી
મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધીની જુબાની
અમદાવાદ: ADC બેંક બદનક્ષી કેસ

 

Load More
ન્યૂઝ18 ગુજરાતી : રાહુલ ગાંધી આજે અમદાવાદ ઘીકાંટા મેટ્રો કોર્ટમાં હાજર રહ્યાં હતાં. તેમની જુબાની મેજીસ્ટ્રેટ એસ.કે ગઢવી સામે લેવામાં આવી હતી. એડીસી બેંકે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. નોટબંધી સમયે પ્રેસ-કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ 745 કરોડ રૂપિયા બ્લેકના વ્હાઈટ કરવામા આવ્યા હોવાની વિગતો જાહેર કરી હતી.  જે બાદ એડીસી બેંક ડિરેક્ટર દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કરવામાં આવ્યો હતો.

આ કેસમાં આજે  અમદાવાદ મેટ્રો કોર્ટમાં 15 હજાર રુપિયાનાં બોન્ડ પર રાહુલ ગાંધીનાં જામીન મંજૂર થઇ ગયા છે. તેમના જામીનદાર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા બન્યાં છે. તેમના કેસની વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરનાં રોજ હાથ ધરવામાં આવશે.
corona virus btn
corona virus btn
Loading