અમદાવાદમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ, પૂછ્યું- શું મંદિરમાં જવું ગુનો છે?

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 12, 2017, 3:01 PM IST
અમદાવાદમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ, પૂછ્યું- શું મંદિરમાં જવું ગુનો છે?

  • Share this:
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ ઘણો જ રસપ્રદ લાગી રહ્યો છે. એક બાજુ વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં સી-પ્લેનની સવારી કરીને મા અંબાના દર્શન પૂજા કરી હતી તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન આરતી કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં પછી રાહુલ ગાંધીએ પહેલી વાર મીડિયાને સંબોધિત કર્યું હતું. ગુજરાત ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કહ્યું કે અમારા આ પ્રચાર દરમિયાન ગુજરાતના દરેક વર્ગો સાથે મુલાકાત કરી, મહિલાઓ, ખેડૂતો સાથે વાત કરી. અમે ગુજરાતને વિઝન આપ્યું છે.રાહુલે કહ્યું કે ગત 22 વર્ષમાં મોદીજી અને રૂપાણીજીએ માત્ર 5-6 લોકો માટે કામ કર્યુ. તેમણે કહ્યું કે મિડલ ક્લાસ મુશ્કેલીમાં છે, મોદીજીનો વિકાસ એકતરફી છે. રાહુલે ફરી આરોપ લગાવતા કહ્યું 33 હજાર કરોડ રૂપિયા એક જ ફેક્ટરીને આપવામાં આવ્યાં અને પછી નેનો ક્યાંય નથી દેખાતી.કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે બીજેપી આ ચૂંટણીમાં પોતાની જગ્યાને મેનટેઈન નથી કરી શકી. મોદીજી પોતાની સભામાં કોંગ્રેસની વાત કરી રહ્યાં છે કે પછી પોતાની વાત કરે છે. મોદીજીએ ભ્રષ્ટાચારની વાતો કરવાની બંધ કરી દીધી છે. જે પણ મંદિરમાં ગયો છું ત્યાં ગુજરાતના યુવાનોના સારા ભવિષ્ય માટે જ પ્રાર્થના કરી છે. રાહુલે પૂછ્યું કે મંદિરમાં જવું ગુનો છે? કોંગ્રેસે ખેડૂતાના દેવા માફની વાત કરી છે અમે અન્ય રાજ્યોમાં પણ આમ જ કર્યું છે. અહીંયા પણ અમે કરીને બતાવીશું.

કેન્દ્ર સરકારે 8 ડિસેમ્બરે પહેલો ઝટકો આપ્યો આ પછી ગબ્બર સિંહ ટેક્સ દ્વારા હુમલો કર્યો. જેનાથી ઘણા રોજગારોને અસર થઈ છે. સરકાર આવ્યાં પછી જે પણ નિર્ણય લઈશું લોકોની વાત સાંભળીને જ લઈશું. હું કેદારનાથ પણ ગયો હતો પરંતુ ભાજપની એ થિયરી એવી છે કે હું મંદિરમાં નથી જતો.
First published: December 12, 2017, 2:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading