રાહુલના ગુજરાત પ્રવાસનો બીજો દિવસઃ માધવસિંહ સોલંકી સાથે કરી મુલાકાત

Margi | News18 Gujarati
Updated: November 25, 2017, 11:27 AM IST
રાહુલના ગુજરાત પ્રવાસનો બીજો દિવસઃ માધવસિંહ સોલંકી સાથે કરી મુલાકાત
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાંચમી વખત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે. શુક્રવારે રાહુલ ગાંધીએ પોરબંદર અને સાણંદ બાદ રાત્રે અમદાવાદમાં નિકોલમાં સભા સંબોધી હતી.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાંચમી વખત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે. શુક્રવારે રાહુલ ગાંધીએ પોરબંદર અને સાણંદ બાદ રાત્રે અમદાવાદમાં નિકોલમાં સભા સંબોધી હતી.

  • Share this:
ગાંધીનગરઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાંચમી વખત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે. શુક્રવારે રાહુલ ગાંધીએ પોરબંદર અને સાણંદ બાદ રાત્રે અમદાવાદમાં નિકોલમાં સભા સંબોધી હતી. શનિવારે સવારે તેમણે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીની મુલાકાત લીધી હતી. ગાંધીનગર ખાતે તેમના નિવાસ્થાને રાહુલે તેમની મુલાકાત કરી હતી.

મિર્ઝા ઈર્શાદ બેગને શ્રદ્ધાંજલિ

રાહુલ ગાંધીએ સવારે મોડાસા ખાતે કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ તેમજ પીઢ નેતા મિર્ઝા ઈર્શાદ બેગના પરિવાર સાથે મુલાકાત કરી હતી. 15 નવેમ્બરના રોજ તેમનું નિધન થયું હતું. રાહુલે તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી. બાદમાં રાહુલે હાજર રહેલા નાના બાળકો સાથે સેલ્ફી લીધી હતી.

મધુસુદન મિસ્ત્રીને મળ્યા

રાહુલગાંધીએ ગાંધીનગર ખાતે કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રી સાથે મુલાકાત કરી તેમના સાંત્વના પાઠવી હતી. મિસ્ત્રીના પુત્રનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું.

હાફિઝ સઈદની મુક્તિને લઈને મોદી પર પ્રહારરાહુલે શનિવારે ટ્વિટ કરીને મુંબઈ હુમલા માટે જવાબદાર હાફિઝ સઈદની મુક્તિને લઈને મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલે ટ્વિટમાં લખ્યું કે, 'નરેન્દ્રભાઈ વાત ન બની, આતંકનો માસ્ટર માઈન્ડ આઝાદ, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે લશ્કરને ફન્ડિંગ આપવાના કેસમાં પાકિસ્તાની સેનાને ક્લિન ચીટ આપી દીધી, ગળે લગાડવાની રાજનીતિ કામ ન આવી, ઝડપથી વધારે ગળે લગાડવાની જરૂર છે.' નોંધનીય છે કે શુક્રવારે પાકિસ્તાનની કોર્ટે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જેલમાંથી મુક્ત કરી દીધો. ભારત સહિત અનેક દેશોએ પાકિસ્તાનના આ પગલાંનો વિરોધ કર્યો છે. અમેરિકાએ પણ પાકિસ્તાન સરકારને હાફિઝ સઈદની ફરીથી ધરપકડ કરવા કહ્યું છે.
First published: November 25, 2017, 11:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading