રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં જામીન મળ્યાં, માનહાનિ કેસની વધુ સુનાવણી 7 ડિસેમ્બરે

News18 Gujarati
Updated: October 11, 2019, 4:18 PM IST
રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં જામીન મળ્યાં, માનહાનિ કેસની વધુ સુનાવણી 7 ડિસેમ્બરે
રાહુલ ગાંધી (ફાઈલ ફોટો)

બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને જામીન મળ્યા છે, તો એડીસી માનહાનિ કેસમાં વધુ સુનાવણી 7 ડિસેમ્બરે કરવામાં આવશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બદનક્ષી અને એડીસી બેંક માનહાનિ કેસમાં હાજરી આપવા માટે આજે રાહુલ ગાંધી અમદવાદ આવી પહોંચ્યા હતા. માનહાનિ અને બદનક્ષી કેસમાં થોડા અંશે રાહુલ ગાંધીને થોડી રાહત મળી છે. બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને જામીન મળ્યા છે, તો એડીસી માનહાનિ કેસમાં વધુ સુનાવણી 7 ડિસેમ્બરે કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ ગાંધી આજે માનહાનિ કેસ અને બદનક્ષી કેસની સુનાવણીમાં હાજરી આપવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સિવાય શહેરના અલગ-અલગ રોડ પર નેતાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં એરપોર્ટ પર અહેમદ પટેલ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ તેઓ રિવરફ્રન્ટ પાસે આવેલી હોટલ પહોંચ્યા હતા. ત્યાં રિફ્રેસમેન્ટ બાદ અગાસિયા જમ્યા હતા અને બાદમાં મેટ્રો કોર્ટ પહોંચ્યા હતા.

શું છે બદનક્ષી કેસ ?

23મી એપ્રિલની જબલપુરની એક રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને એક કેસમાં હત્યારા છે અને તેમના પુત્ર જય શાહ જાદુગર છે, તેવું સંબોધન આપતા મામલો બિચક્યો હતો. ત્યારબાદ અમદાવાદ મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે BJPના અધ્યક્ષ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. અમદાવાદના કાલુપુર વોર્ડના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટ નંબર-16 માં રાહુલ ગાંધી વિરુદ્ધ ક્રિમિનલ બદનક્ષીની ફરિયાદ કરી હતી. આથી કોર્ટે જે તે સમયે ફરિયાદીનું વેરિફિકેશન કરી રાહુલ ગાંધીને સમન્સ કાઢ્યું હતું. અને 9 ઓગસ્ટે સુનાવણી રાખી હતી. પરંતુ હાજર રહ્યા ન હતા. 9 ઓગસ્ટે સુનાવણીમાં રાહુલ ગાંધી હાજર રહ્યા ન હતા. જેને પગલે તેમની વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં કરાયેલા બદનક્ષીના કેસમાં 11 ઓક્ટોબરે હાથ ધરાનારી સુનાવણીમાં રાહુલ ગાંધી હાજર રહેશે તેવી બાયધરી તેમના વકીલે કોર્ટમાં આપી હતી. આથી કોર્ટે આ કેસની વધુ સુનાવણી 11 ઓક્ટોબરે હાથ ધરવાનો નિર્દેશ કર્યો હતો, જેને પગલે રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા છે.

શું થયું?
બદનક્ષી કેસ મામલે મેટ્રો કોર્ટમાં 13 નંબરની કોર્ટમાં રાહુલ ગાંધી કેસની સુનાવણી હાથ ધરવામાં આવી. અમદાવાદ મેટ્રો કોર્ટમાં જજ ઇટાલિયા સમક્ષ હાજર થયા હતા. મેટ્રો કોર્ટના જજે પૂછ્યું ગુનો કબૂલ છે, ત્યારે રાહુલ ગાંધીએ ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. તેમને 10 હજારના જામીન પર છોડવામાં આવ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી જામીનદાર બન્યા હતા.શું છે માનહાનિ કેસ?
નોટબંધી બાદ રાહુલ ગાંધીએ અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંકમાં નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાની જૂની નોટો બદલાવાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે એડીસી બેન્ક દ્વારા માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. જેથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને અમદાવાદની મેટ્રો કોર્ટે કોર્ટમાં આજે હાજર રહેવાનું સમન્સ ફટકારવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ નોટબંધી સમયે આરોપ લગાવ્યો હતો કે, એડીસી બેન્કના પૂર્વ ચેરમેન અને ડાયરેક્ટર ભાજપ અધ્યક્ષ અમિત શાહના નજીકના વ્યક્તિ છે. આ ઉપરાંત તેઓએ નોટબંધીની આડમાં બ્લેકમનીને સફેદ કરવામાં આવે છે આ મામલાની તપાસ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ એડીસી બેન્ક માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો.

શું થયું?
એડીસી બેંક કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મેળવવા માટે પણ કોર્ટમાં અરજી કરી છે. જેની આ કેસમાં 7 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ સમયે કોર્ટમાં ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનેતા પરેશ ધાનાણી, બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી સતત બીજા દિવસે ગુજરાતમાં આવ્યા છે. કોર્ટમાં હાજર થવા માટે ગઈકાલે તેઓ સુરત ગયા હતા અને આજે અમદાવાદ આવ્યા છે, હવે આ બંને કેસની સુનાવણી બાદ તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચી દિલ્હી જવા રવાના થશે.
First published: October 11, 2019
વધુ વાંચો
अगली ख़बर