15મી એપ્રિલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજુલા પાસે સંબોધશે જાહેરસભા

News18 Gujarati
Updated: April 9, 2019, 1:21 PM IST
15મી એપ્રિલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજુલા પાસે સંબોધશે જાહેરસભા
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

રાહુલ ગાંધી અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠક માટે સભા કરશે

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ: લોકસભાની ચૂંટણીને જોતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આવામાં 15મી એપ્રિલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવશે. તેઓ રાજુલા પાસે જાહેરસભાને સંબોધશે.

રાહુલ ગાંધી રાજુલા નજીક આસરાણા ચોકડી પાસે જાહેરસભા કરશે. રાહુલ ગાંધીની જાહેરસભા ત્રણ લોકસભા બેઠકને આવરી લેશે. રાહુલ ગાંધી અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠક માટે સભા કરશે. જ્યારે રાજુલામાં તેમની આ જાહેરસભા બપોરે 3થી 5 વાગ્યા સુધી યોજાશે.

આ પણ વાંચો: મોરબી: એટ્રોસિટીનાં ગુનામાં કોંગ્રેસ MLA મોહંમદ પીરઝાદા સહિત પાંચની ધરપકડ

બીજી બાજુ, આવતીકાલે એટલે કે 10મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ જૂનાગઢ અને સોનગઢ ખાતે વિશાળ જનસભાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. જે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી પ્રચાર કરશે.

 
First published: April 9, 2019, 1:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading