અમદાવાદ: AMCની દબાણ અને સીલની કાર્યવાહી પર સવાલ, શું AMC અને બિલ્ડરની છે મિલિભગત?


Updated: February 5, 2020, 6:20 PM IST
અમદાવાદ: AMCની દબાણ અને સીલની કાર્યવાહી પર સવાલ, શું AMC અને બિલ્ડરની છે મિલિભગત?
સ્વામિનારાયણ એવન્યુમાં શુક્રવારની રાતે આશરે 9 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી

પ્લાન મુજબ કોમ્પલેક્ષનું પાર્કિગ કોમ્પલેક્ષની પાસેની જગ્યામાં છે. જેનાં હિસાબથી દુકાનદારનો કોઈ વાંક નથી.

  • Share this:
અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ એવન્યુમાં શુક્રવારની રાતે આશરે 9 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. અહીં આશરે 75 જેટલી દુકાનોમાં પ્લાસ્ટિક, હાર્ડવેર, કિચનવેર સહિત અનેક દુકાનો આવેલી છે. જેમાંથી ભોંયરામાં આવેલી 9 દુકાનોને સીલ કરી દેવાતાં વેપારીઓ આજ દિન સુધી મુશ્કેલી અનુભવી રહ્યા છે. શુક્રવારની રાતથી આજ દિન સુધી આ વેપારીઓએ સીલ કરેલી દુકાનને ખોલી નથી. આખરે કોનાં વાંકે અને શા માટે આ સવાલ સાથે જ્યારે ન્યૂઝ18 ગુજરાતી જ્યારે વેપારીઓ પાસે પહોંચ્યુ ત્યારે આ કોમ્પલેક્ષનાં 9 દુકાનોનાં વેપારીઓેએ ન્યૂઝ18 ગુજરાતીને કોમ્પલેક્ષનો પ્લાન બતાવ્યો. જેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે, બિલ્ડરે જે પ્લાન આપ્યો છે, તેમાં સેલરમાં એટલે કે ભોંયરામાં પાર્કિગનો ઉલ્લેખ નથી. પ્લાન મુજબ કોમ્પલેક્ષનું પાર્કિગ કોમ્પલેક્ષની પાસેની જગ્યામાં છે. જેનાં હિસાબથી દુકાનદારનો કોઈ વાંક નથી.

વેપારીઓએ આપ્યા બિલ્ડર અને AMCની મિલિભગતના પૂરાવા
વાસણા વોર્ડના સ્વામિનારાયણ એવન્યુનાં પાર્કિગનો આખોય ચાર્ટ આપીને વેપારીઓએ જણાવ્યું કે આ બિલ્ડિંગ 20 વર્ષ પહેલાં ધર્મદેવ બિલ્ડર બનાવવામાં આવ્યું હતું. જેમાં મોકાની જગ્યા હોવાથી દુકાનદારોએ દુકાન ખરીદી દીધી. આ જ બિલ્ડિંગમાં ધર્મદેવ બિલ્ડરની મહિલા વિકાસ બેંક પણ ચાલે છે. જેનું લોકર સેલરમાં રાખવામાં આવ્યું છે. દુકાન ખરીદ્યા બાદ વેપારીઓને એલોટમેન્ટ લેટર આપ્યો. પઝેશન લેટર આપ્યો શેર સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું. પરંતુ આ બધામાં આપેલાં કોમ્પલેક્ષના પ્લાનમાં કયાંય એવો ઉલ્લેખ નહોતો કે ભોંયરામાં પાર્કિગ છે. આ અંગે દુકાનધારક શ્રેયસભાઈના કહેવા પ્રમાણે બિલ્ડિંગનું સ્ટ્રકચર જ પહેલેથી એવુ છે કે કોઈપણ ગાડી પાર્કિગમાં આવી જ ના શકે. ભોંયરામા ગાડી આવવા માટે કોઈ ફેસીલીટી નથી આપી. છતાં કારણ વગર તેમને ભોગવવું પડી રહ્યું છે.

ક્યારે થયું બિલ્ડિંગનું નિર્માણ?
વેપારીઓના મતે બિલ્ડિંગનું નિર્માણ 1998-99 માં થયું છે. તેમણે 2003માં દુકાનોની ઇમ્પેક્ટ ફી પણ ભરી દિધી છે. પણ હવે છેક 20 વર્ષ બાદ કોર્પોરેશનને યાદ આવ્યું કે, આ ઇમારતમાં રહેલી દુકાનો કાયદેસર નથી. પાર્કિગની જગ્યાએ બિલ્ડરે દુકાનો ચણી દિધી છે.. બીજી મહત્વની વાત, આ બેંક કે જે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી છે. મહિલા વિકાસ કો-ઓપરેટીવ બે્ંક લી. કે, જેનું લોકર ભોયરામાં આવેલું છે તે બેંકને કોર્પોરેશને સીલ નથી કર્યું, કેમ ? તો કહે છે કે આ બેંક બિલ્ડરની પોતાની છે. પરંતુ ભોયરામા આવેલી નવે નવ દુકાનોને કોર્પોરેશને સીલ મારી દિધું છે.

કોર્પોરેશનની લાલ આંખ, બિલ્ડિંગમાં જો નહીં હોય પાર્કિંગની યોગ્ય વ્યવસ્થાન તો થઇ જશે સીલ. કોર્પોરેશનના અધિકારીઓ રાત્રે સાડા બાર વાગે આવીને દુકાનો સીલ કરી ગયા એટલે કે અમદાવાદમાં જે જે કોમર્શિયલ બિલ્ડિંગના ભોયરામાં દુકાનો હશે, પાર્કિંગની વ્યવસ્થાન નહીં હોય તે ઇમારતો પર તવાઇ આવી શકે છે. જે બિલ્ડરે સ્વામિનારયણ એવન્યુ નામનું વાસણાની ઇમારત બાંધી હતી તે ગાયબ છે, તેમણે તમામ વહીવટ છોડી દિધો છે. કોર્પોરેશનના અધિકારીઓ સિલિંગ મામલે કોઇ બાંધછોડ કરવા માંગતા નથી એટલે હવે આ દુકાનદારો પોતાની જાતને છેતરાયાની લાગણી અનુભવી રહ્યાં છે.
First published: February 5, 2020, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading