AMC આરોગ્ય વિભાગ પર ઉઠ્યા સવાલ, દવાના જથ્થાનો બિન અધિકૃત રીતે નિકાલ કરવાનો ગંભીર આરોપ


Updated: July 9, 2020, 11:53 PM IST
AMC આરોગ્ય વિભાગ પર ઉઠ્યા સવાલ, દવાના જથ્થાનો બિન અધિકૃત રીતે નિકાલ કરવાનો ગંભીર આરોપ
મેડિકલ વેસ્ટ રસ્તા પર ફેંકવામાં આવ્યો

દવાઓ જથ્થો બાયોમેડિકલ વેસ્ટ નિયમ અનુસાર નહી પરંતુ જાહેર રસ્તા પર ફેંકી દેતા આરોગ્ય અધિકારી પર સવાલ ઉઠ્યા છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં અપાતી દવાઓનો જથ્થો બિન અધિકૃત રીતે રસ્તા પર મળી આવ્યો છે. એક્સપાયરી થયેલી દવાઓ જથ્થો બાયોમેડિકલ વેસ્ટ નિયમ અનુસાર નહી પરંતુ જાહેર રસ્તા પર ફેંકી દેતા આરોગ્ય અધિકારી પર સવાલ ઉઠ્યા છે. ગોમતીપુરના કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખે કમિશનર મુકેશ કુમારને પત્ર લખી જવાબદાર અધિકારી સાથે કાર્યવાહી કરવા માંગ કરી છે.

ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચિત કરતા ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખે જણાવ્યુ હતુ કે, એએમસી આરોગ્ય અધિકારી, પૂર્વ ઝોન નાયબ હેલ્થ ઓફિસર અશ્વિન ખરાડીની બેદરકારીના પગલે આ દવાઓ રસ્તાઓ ફેંકી દેવામાં આવી છે. આ અગાઉ ફિલ્ડમાં કે રેફરલ હોસ્પિટલની વિઝીટ ક્યારેય કરતા ન હોવાથી તથા એક્સપ્રાયરી દવાઓના વિતરણ સંદર્ભે અગાઉ પણ તેઓ વિવાદમાં આવ્યા છે

સરકારી દવાઓના નિકાલ સંર્દભે યોગ્ય પ્રક્રિયા અનુસરવાના હોય છે પરંતુ નાયબ હેલ્થ અધિકારી ખરાડી જરૂરિયાત મંદ દર્દીઓને સમાયતંરે દવાઓના પુરી ન પડતા Silver Sulphadiazine cream up 500 Gm એક્સપાયરી ૬/૨૦૨૦ તથા Ors એક્સપાયરી તારીખ ૩/૨૦૨૦ હોવાથી જાહેર કચરાના ઢગલામાં ફેંકી ફરજ પ્રત્યે ઘોર બેદરકારી દાખવી છે.

આ પણ વાંચોસૌરાષ્ટ્રમાં મેઘરાજાનું તાંડવ: નદી-નાળા ડેમ ઓવરફ્લો, ખેતરો પાણીમાં ગરકાવ - જુઓ Photos

એક તરફ હોસ્પિટલમા જ્યારે દર્દીઓ જાય છે ત્યારે આરોગ્ય ટીમ કહે છે દવાઓની અછત છે અને બીજી તરફ દવાઓ એક્સપાયરી થઇ ત્યા સુધી વપરાશ નહી થયો અને આખરે કચરામાં ફેંકી દેવામાં આવી તે ગંભીર બેદરકારી છે.
આ અંગે નાયબ હેલ્થ ઓફિસર અશ્વિન ખરાડીનો સંપર્ક કરવાનો પ્રયાસ ન્યુઝ ૧૮ દ્વારા કરાયો હતો પરંતુ, તેઓ દ્વારા કોઇ જવાબ મળ્યો ન હતો. તેમણે ફોન રિસવ કરવાની તસ્દી પણ લીધી ન હતી.
Published by: kiran mehta
First published: July 9, 2020, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading