અમદાવાદઃ ક્વૉરન્ટીન કરાયેલો corona પોઝિટિવ દર્દી એક જ દિવસમાં ભાગી ગયો, પોલીસ થઈ દોડતી

અમદાવાદઃ ક્વૉરન્ટીન કરાયેલો corona પોઝિટિવ દર્દી એક જ દિવસમાં ભાગી ગયો, પોલીસ થઈ દોડતી
પ્રતિકાત્મક તસવીર

આ ચેકપોસ્ટ ઉપર ઇન્દોરથી આવતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યાં જો કોઈ કોરોના પોઝિટિવ જણાય તો તેઓને નજીકના સેન્ટરમાં દસ દિવસ ક્વૉરન્ટીન કરવામાં આવે છે.

  • Share this:
અમદાવાદ: ઓઢવ રીંગરોડ ઉપર એક ચેકપોસ્ટ (Checkpost) બનાવવામાં આવી છે. આ ચેકપોસ્ટ ઉપર ઇન્દોરથી (Indore) આવતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યાં જો કોઈ કોરોના પોઝિટિવ (corona positive) જણાય તો તેઓને નજીકના સેન્ટરમાં દસ દિવસ ક્વૉરન્ટીન (Quarantine) કરવામાં આવે છે.

ત્યારે એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા તેને નિકોલમાં આવેલી એક હોસ્ટેલમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ બીજા જ દિવસે એ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે મામલે પોલીસને જાણ થતાં વ્યક્તિ સંક્રમણ ફેલાવે તે પહેલાં જ તેની સામે ગુનો નોંધી તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓઢવ અર્બન હેલ્થ સેન્ટર ખાતે અનિલકુમાર વાઘેલા ફરજ બજાવે છે. તેઓ છેલ્લા કેટલાય સમયથી શુકન ચાર રસ્તા પાસે આવેલા પોર્ટ સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત હોસ્ટેલમાં કોર્પોરેશન તરફથી કોરો ટાઈમ ન રાખવાની વ્યવસ્થા કરાઈ હોવાથી ત્યાં ફરજ બજાવે છે. તેઓની ફરજ દર્દીઓને ફૂડ પેકેટ ચા-પાણી નાસ્તો આપવાની છે.

આ પણ વાંચોઃ-સુરત: 'coronaના બાપથીએ મને કઈં ના થાય, હું તો આળોટે', દારૂડિયા યુવકનો તમાશો Videoમાં કેદ

તેમના મેડિકલ ઓફિસર ડોક્ટર હર્ષદ પટેલ પણ ફરજ ઉપર હોય છે. ગઈ તારીખ 26 ઓગસ્ટના રોજ તેઓ તેમની ફરજ ઉપર હતા. ત્યારે ઓઢવ ચાર રસ્તાની આગળ ઇન્દોર જવાના હાઇવે પર ચેકપોસ્ટ બનાવી હતી. ત્યાં ચેક કરતા અરવિંદ નીનામા કે જેઓ રાજસ્થાનના છે તેઓને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને તાત્કાલીક તેઓને હોસ્ટેલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-જૂનાગઢની હૃદયદ્રાવક ઘટના! કોરોનાગ્રસ્ત પતિની આત્મહત્યા બાદ વિરહમાં પત્નીએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું

આ પણ વાંચોઃ-સુરતમાં વેસ્ટમાંથી બનાવ્યા બેસ્ટ 'Ganesha', 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીની બનાવી સૌથી નાની મૂર્તિઓ

રોજ સવારે અને સાંજે દર્દીઓને રૂમમાંથી મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવે છે. ત્યારે ૨૭મી તારીખે અરવિંદભાઈ જણાઈ ન આવ્યા. જેથી તપાસ કરતાં તેઓ મળી આવ્યા ન હતા.

આ વ્યક્તિને 10 દિવસ માટે ક્વૉરન્ટીન રહેવાનું જણાવવામાં આવ્યું હોવા છતાં તેઓ ત્યાંથી ફરાર થઈ જતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનને જાણ કરાઈ હતી. જે બાબતે પોલીસે ગુનો નોંધી વ્યક્તિ સંક્રમણ ફેલાવે તે પહેલાં તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:August 29, 2020, 15:30 pm

टॉप स्टोरीज