Home /News /madhya-gujarat /

એક લાખની નોકરી છોડીને આ મહિલાએ શિપિંગમાં કર્યો બિઝનેસ, હાલ બીજાને આપે છે રોજગારી

એક લાખની નોકરી છોડીને આ મહિલાએ શિપિંગમાં કર્યો બિઝનેસ, હાલ બીજાને આપે છે રોજગારી

પુર્વી કોટકની ફાઇલ તસવીર

લોજીસ્ટીક બીઝનેશમાં ગુજરાતની મહિલા પુર્વી કોટકે વિશેષ નામના મેળવી છે.. તેમને થયુ કે  હુ નોકરી માત્ર પોતાના માટે જ કરુ છુ 

અમદાવાદ : શિપિંગ અને લોજીસ્ટીક ક્ષેત્રે ગુજરાતમાં પુરુષોનો વિશેષ ઈજારો રહ્યો છે. પરંતુ પુર્વીએ  મનમાં આ બીઝનેસ કરવાનું  નક્કી કર્યુ અને 1 લાખની નોકરી છોડી આ વ્યવ્સાયમાં ઝંપલાવી દીધુ. આજે તેઓ પોતાનો લોજીસ્ટીકમાં ઈન્ટરનેશનલ બીઝનેસ કરે છે અને માત્ર 11 વર્ષના ટૂંકા ગાળામાં તેમણે આ બીઝનેસમાં વિશેષ નામના મેળવી છે અને તેમને ત્યાં 20થી વધુ લોકોનો સ્ટાફ પણ કામ કરી રહ્યો છે. તેઓ કસ્ટમ ક્લિયરન્સથી લઈ લોજીસ્ટીકની તમામ સર્વીસ એક્સપોર્ટર્સ અને ઈનપોર્ટસને આપે છે. 2009માં બીઝનેસની શરુઆત કરી  છેલ્લા 11 વર્ષથી તેઓ બીઝનેસ કરી રહ્યાં છે.  તે પહેલા 10 વર્ષ અલગ અલગ કંપનીઓમાં તેમણે  જોબ પણ આ ક્ષેત્રમાં કરી હતી.

મૂળ મોરબીનાં રહેવાસી પુર્વી કોટક કોમર્સ ગ્રેજ્યુએટ થયા બાદ એમબીએ ફાઈનાન્સ અને એમબીએ પોર્ટ મેનેજમેન્ટ કર્યુ. પુર્વીનું કહેવું છે કે, મોરબીથી અહીં જ્યારે મારે સીફ્ટ થવુ હતુ ત્યારે મારો એકમાત્ર ધ્યેય હતો કે મારે ઈન્ડિપેન્ડેન્ટ બનવુ છે. મારે મારી લાઈફમાં કાંઈક કરવુ છે. તે કહે છે કે, જીવનમાં આગળ વધવા માટે નોલેજ પણ એટલુ જ વધારતા રહેવુ જરુરી છે. ભણતર હોવુ જરુરી છે તેટલુ જ પ્રેકટીકલ નોલેજ પણ જરુરી છે અને તે ક્યારેય પણ થઈ શકે તેની કોઈ એઈજ લીમીટ નથી હોતી. પોર્ટ મેનેજમેન્ટનો કોર્સ કર્યા પછી અલગ અલગ પ્રોજેક્ટસ કર્યા વિવિધ સાઈડસની વિઝીટ કરી અને પછી તેને 2007માં અદાણીમાં જોબ મળી.
પુર્વી કહે છે,  તે મારી લાઈફનો ટર્નીંગ પોઈન્ટ હતો. ત્યારબાદ મને બોમ્બેથી મારી ફીલ્ડની જોબ માટે ઓફર આવી મારે ત્યાં જવુ ન હતુ એટલે મે એવી સેલેરી માંગી કે તેઓ મને ના પાડી દેે. વર્ષ 2008માં મે 5 ડીજીટની સેલેરી માંગી અને તેમને તેને સ્વાકીરી પણ લીધી અને હું બોમ્બે પહોચી ગઈ. પરંતુ હજુ પણ મારો ઈન્ડેપેન્ડેન્ટ બીઝનેસ મારે કરવો હતો તે પુર્વીની દિલી તમન્ના અધુરી હતી. મને બીજા લોકો થકી જીવનમાં મળી છે એવી તકો હુ કેટલાય લોકોને આપીશ જોબ કરીશુ તો હુ માત્ર મારા માટે જ વિચારી રહી છુ .


કોટક લોજીસ્ટીકનાં માલીક પુર્વી કોટક જણાવે છે કે, વર્કિંગ લાઈફમાં હું 10 વર્ષ પુ્ર્ણ કરી ચુકી હતી પછી મને થયુ કે હવે આના પછી શુ. આ બધા જ ચેલેન્જીસથી હું વધુને વધુ શીખી હોશીયાર બની કેપેબલ બની વધુ ચેલેન્જીસ ફેસ કરવાની મને શક્તિ મળી. એટલે શોર્ટ ટાઈમમાં મારે આગળ વધવુ હોય તો મે મારો પોતાનો વ્યવસાય કરવાનુ નક્કી કર્યુ. મને થયુ કે જોબ કરીને જે પાવર મને મારા બીઝનેસથી મળશે તે જોબમાં નહી મળે. એટલે પોતાનો બીઝનેસ કરવાનું મને યોગ્ય લાગ્યુ અને વર્ષ 2009માં મે મારા લોજીસ્ટીક બીઝનેસની શરુઆત કરી.

આ પણ વાંચો : અમદાવાદ : મુશ્કેલીઓનો સામનો કરીને છેલ્લા 10 વર્ષથી પેટ્રોલ પંપનું સંચાલન કરે છે આ મહિલા

પુર્વી કોટક,  ધીરુભાઈ અંબાણીનો દાખલો આપતા કહે છે કે, જો તેમણે વિચાર્યુ હોત કે મને રુપિયા મળે જ છે એટલે મારે કંઇ કરવુ નથી. તો તે આટલા બધા લોકોને રોજગારી ન આપી શક્યા હોત. શીપીંગ બીઝનેશમાં પણ પુરુષોનો ઈજારો રહેલો છે અને ગુજરાતમાં તો મહિલાઓ આ બીઝનેસમાં નહીવત છે. અને  મને ફ્રીડમ પસંદ છે મને કોઈએ કશુ કહેવુ નહી. તો એ ફ્રીડમ તમને તમારા પર્સનલ બીઝનેસમાં જ મળી શકે. 2009માં મે આ બીઝનેસ સ્ટાર્ટ કર્યો. અને મને મોટી સફળતા મળી મે મારું પહેલુ શીપમેન્ટ હતુ . 25 હજાર ટનનું  વેસલ કર્યુ. અમારા બીઝનેસમાં લોકો 10થી 15 વર્ષ સુધી કામ કરે તો પણ તેમને આખુ વેસલ કરવા નથી મળતુ.

આ પણ વાંચો : અમદાવાદની આ લાઇબ્રેરીમાં રખાય છે મહિલાઓનું ધ્યાન, અહીં છે સેનેટરી નેપકીન ડિસ્પોઝલ મશીન

પુર્વી કોટક કહે છે કે, જીવનમાં એવુ કામ કરવુ કે આપણને પાવર ફીલ થવો જોઈએ કે કઈક અચીવ કર્યુ છે આપણે લાઈફમાં.  વિચાર્યુ અને તેના પર અમલ કરતા મે 2008માં  જોબ છોડી દીધી હતી. મારા ફેમીલી અને ફ્રેન્ડ્સે કહ્યુ કે, 10 વર્ષમાં તે સારુ એવુ અચીવ કર્યુ છે. 5 ફીગરમાં સેલેરી છે શીપીંગ ઈન્ડસટ્રીમાં અને બોમ્બે જેવી સીટીમાં કે જે શિપિંગ બીઝનેસનું હબ ગણાય છે. ફેમીલી અને મિત્રોએ પણ ના પાડી. પંરતુ મને લાગ્યુ કે હુ બીઝનેસ કરીશ તેમાં સફળ થઈશ અને જે તક મને બીજા લોકોએ આપી તેવી તક હુ બીજી કેટલાય લોકોને આપી શકીશ. આજે પુર્વી પગાર મેળવતી નથી પરંતુ પગાર ચુકવી પોતાનુ સપનુ સાકાર કરી રહી છે.

આ વીડિયો પણ જુઓ : 
Published by:Kaushal Pancholi
First published:

Tags: Womens day, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन