Home /News /madhya-gujarat /

પુલવામા હુમલો: ગુજરાતનાં વેપારીઓ પાકિસ્તાનમાં નહીં કરે શાકભાજી-ફળોની નિકાસ

પુલવામા હુમલો: ગુજરાતનાં વેપારીઓ પાકિસ્તાનમાં નહીં કરે શાકભાજી-ફળોની નિકાસ

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત શાકભાજી એક્ષપોર્ટ યુનિયનને નિર્ણય કર્યો છે કે ગુજરાત પાકિસ્તાનમાં શાકભાજી અને ફળોનો નિકાસ નહીં કરે

    વિભૂ પટેલ, અમદાવાદ: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાથી આખા દેશમાં રોષ ભરાયેલો છે. પુલવામા એટેકના કારણે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો છીનવાયા બાદ પાકિસ્તાનને બીજો ફટકો એ પડ્યો કે ભારતે પાકિસ્તાન નિકાસ થનારા સામાન પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 200 ટકા સુધી વધારી દીધી. આ કાર્યવાહી બાદ હવે પાકિસ્તાને ભારત તરફથી આયાત થતી વસ્તુઓ પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. જે પછી ગુજરાત શાકભાજી એક્ષપોર્ટ યુનિયનને નિર્ણય કર્યો છે કે ગુજરાત પાકિસ્તાનમાં શાકભાજી અને ફળોનો નિકાસ નહીં કરે. મહત્વનું છે કે વાઘા બોર્ડરથી રોજ 200 ટ્રકોમાં શાકભાજીની પાકિસ્તાનમાં નિકાસ થાય છે. પાકિસ્તાનમાં ગુજરાતનાં ટામેટા અને મરચાની માંગ છે.

    આ પણ વાંચો: BCCI પાકિસ્તાનનને ICC વર્લ્ડ કપ 2019માંથી બાકાત કરવાની માંગ કરશે: સૂત્ર

    આ પહેલા મધ્ય પ્રદેશના ઝાંબુઆના ખેડૂતોએ પણ પોતાના ટામેટા પાકિસ્તાનને મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. સ્થિતિ એ છે કે હવે પાકિસ્તાનમાં ટામેટાની કિંમત લોકોને રડાવી રહી છે.

    આ પણ વાંચો: પાકિસ્તાનને પાઠ ભણાવવા ભારતની પાસે આ છે માસ્ટર સ્ટ્રોક

    મહત્વનું છે કે પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન નિકાસ થનારા સામાનની બેઝિક કસ્ટમ ડ્યૂટીને 200 ટકા સુધી વધારી દીધી. જ્યારે દેશના અનેક ખેડૂતોએ ટામેટા પાકિસ્તાન નિકાસ કરવાની ના પાડી દીધી. જેના કારણે પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે થોડા દિવસથી લાહોરમાં ટામેટા 180થી 200 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ આસમાને જઈ રહ્યો છે. ટામેટાના વધતા ભાવોના કારણે ભારત-પાકિસ્તાનના સંબંધમાં ખટાસ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Pulwama attack, Pulwama terror attack, અમદાવાદ, ગુજરાત, પાકિસ્તાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन