કોરોનાથી મોત થયેલા પરિવારને વળતર આપવાની માગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી


Updated: July 16, 2020, 6:29 PM IST
કોરોનાથી મોત થયેલા પરિવારને વળતર આપવાની માગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ વૈશ્વિક મહામારી છે કોરોના વાયરસથી મોત થતા અનેક લોકોએ પરિવારના મોભી ગુમાવ્યા છે

  • Share this:
અમદાવાદ : અરજદાર વકીલ નીલ લાખણી દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે અને તેમાં અપીલ કરવામાં આવી છે કે કોરોના વાયરસ વૈશ્વિક મહામારી છે કોરોના વાયરસથી મોત થતા અનેક લોકોએ પરિવારના મોભી ગુમાવ્યા છે. કોરોના વાયરસથી રાજય સહિત દેશભરમાં અનેક લોકો સંક્રમિત થયા છે અને અનેક લોકોના મોત થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા દ્વારા કોરોનાને મહામારી જાહેર કરી છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં પ્રભાવિત થયેલા પીડિતોને વળતર આપવાની જોગવાઈ છે જેનું હજુ સુધી પાલન કરવામાં આવ્યું નથી. તેથી વળતર ચૂકવવા લોકપાલની નિમણૂક કરી લોકોને વળતર આપવામાં આવે.

અરજદાર દ્વારા વધુમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા પણ વિવિધ યોજનાઓ તથા સહાયના જુદા જુદા પેકેજો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ તેમાં ક્યાંય પણ અસરગ્રસ્તોને વળતર આપવાની કોઇ જોગવાઇ કરાઇ નથી તથા મૃત્યુ પામેલાઓને વારસદારોને વળતર અંગે પણ કોઈ જોગવાઈ કરાઈ નથી. જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની મૂળભૂત જોગવાઈઓ હેઠળનો પ્લાન ઘડવાનો થાય છે તે કરવા માટે તો સંબંધિત ઓથોરિટી કાનૂની રીતે બંધાયેલી છે પરંતુ હજુ સુધી કોઈ પ્લાન ઘડવામાં આવ્યો નથી તેથી તાત્કાલિક પ્લાન ઘડી કાઢી અને તાકીદે અમલ શરૂ કરાવો અને યોગ્ય ઓથોરિટીને તેના માટે ડાયરેક્શન આપવું તે જરૂરી બને છે તેવી હાઈકોર્ટ પાસે દાદ માગવામાં આવી છે.

અરજદાર વકીલ નીલ લાખણી દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે


આ પણ વાંચો - અમદાવાદમાં કોરોનાના ઇંજેક્શન માટે ભટકી રહ્યા છે દર્દીના સંબંધીઓ, આખરે કેમ નથી મળતા ઇંજેક્શન?

અરજદાર એડવોકેટ લાખાણીએ વધુમાં હાઇકોર્ટમાં જણાવ્યું છે કે ભારત દેશે અંદાજિત ટોટલ પાંચ બિલિયન ડોલર ડબલ્યુએચઓ, વર્લ્ડ બેંક પાસેથી મેળવ્યા છે. ઉપરાંત આઈએમએફ પાસેથી પણ 13 બિલિયન ડોલર તેઓ વિડ્રો કરી શકે છે. સરકાર પાસે સીએમ અને પીએમ ફંડ પણ છે જેમાં પુષ્કળ ડોનેશન આવ્યું છે તેથી તાત્કાલિક અસરથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ લોકપાલની નિમણૂક કરી અને અસરગ્રસ્ત તમામ લોકોને મદદ કરવા માટેનો પ્લાન ઘડી અને તેમને મદદ પહોંચાડવામાં આવે તે જરૂરી બને છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ તે તમામને વળતર મેળવવાનો અધિકાર છે. હાઈકોર્ટે એડવોકેટ નીલ લાખાણીની જાહેર હિતની અરજી ગ્રાહ્ય રાખી છે. આગામી દિવસોમાં અરજી પર સુનાવણી હાથ ધરાશે.
Published by: Ashish Goyal
First published: July 16, 2020, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading