Home /News /madhya-gujarat /

અમદાવાદ : પાંજરાપોળ અને પશુઓની દયનીય હાલત મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

અમદાવાદ : પાંજરાપોળ અને પશુઓની દયનીય હાલત મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

પ્રતિકાત્મક તસવીર

ઢોરવાડામાં રાખવામાં આવતા અબોલ પશુઓની દયનીય હાલત મામલે થયેલી જાહેર હિતની અરજી પર હાઇકોર્ટે AMCને નોટિસ પાઠવી.

અમદાવાદ : શહેરના બહેરામપુરા સ્થિત પાંજરાપોળ (Panjrapole) અને ત્યાં રાખવામાં આવેલા અનેક પશુઓ (Animals)ની હાલત અત્યંત દયનીય છે. આ મુદ્દાને અનુલક્ષીને હાઇકોર્ટ (Gujarat HC)માં જાહેર હિતની અરજી કરવામાં આવેલી છે. સુનાવણી બાદ હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)ને નોટિસ પાઠવી છે અને જવાબ માગ્યો છે. આ અંગેની અરજી પર વધુ સુનાવણી 15 જુલાઈના રોજ હાથ ધરાશે.

હાઇકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે અમદાવાદના બહેરામપુરા વિસ્તાર સ્થિત ઢોરવાડા અને ત્યાં રાખવામાં આવેલા અબોલ પશુઓની હાલત અત્યંત ખરાબ છે. અહીં રાખવામાં આવેલા અબોલ પશુઓની હાલત એટલી ખરાબ છે કે તેમને ચાલવા માટેની યોગ્ય સુવિધા પણ મળતી નથી. કાદવ-કીચડના લીધે પશુઓ વારંવાર ફસાઈ જાય છે, પડી જાય છે અને ઈજાગ્રસ્ત બને છે.

ઘણીવાર તો કાદવ-કીચડમાં ફસાઈ જવાને લીધે તેમના મોત પણ થાય છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને અહીં એટલી અસ્વચ્છતા છે કે તેના લીધે કદાચ આ વિસ્તારમાં રોગચાળો પણ ફાટી શકે છે. આ મુદ્દાને અનુલક્ષીને જવાબદાર વહીવટી તંત્રના શાસકોને અનેકવાર રજૂઆત કરવામાં આવેલી છે પરંતુ સ્થિતિ અને પ્રશ્નનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી. આ અંગે ગત વર્ષે પણ રજૂઆત કરાઇ હતી.

આ પણ વાંચો : રાજકોટના માસ્ક ઉત્પાદકોની રજૂઆત, 'નિકાસની છૂટ નહીં આપો તો યુનિટ બંધ કરવા પડશે'

નીચે વીડિયોમાં જુઓ : જમાલપુર APMC બંધ

અરજદારની માગ છે કે બહેરામપુરા ઢોરવાડાની સફાઈ કરાવીને તેને સ્વચ્છ બનાવડાવવામાં આવે. જેથી પશુઓ આરોગ્યપ્રદ રીતે રહી શકે. આ ઢોરવાડાનું સમારકામ કરાવી ગટર વ્યવસ્થા પણ સરખી કરાવવામાં આવે. આ ઉપરાંત ભવિષ્યમાં પશુઓનાં મૃતદેહનો નિકાલ ઝડપથી થાય તે માટે આદેશ કરવામાં આવે. હાલ જે પશુઓના મોત થયા છે, તેના માટે કોણ જવાબદાર છે? આ મુદ્દે સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડ અને સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (SPCA) પાસે તપાસ કરાવવામાં આવે. આ ઉપરાંત પશુઓને રાખવા માટે યોગ્ય અને સ્વચ્છ જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે. અરજી પરની વધુ સુનાવણી ૧૫ જુલાઈએ હાથ ધરાશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Cattle, Gujarat HC, અમદાવાદ મહાનગરપાલિકા, એએમસી`

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन