અમદાવાદ : પીએસઆઇ મહિલા પોલીસકર્મીને લઈ ગયો હોટલના રૂમમાં, પતિ પહોંચી જતા મામલો ગરમાયો

અમદાવાદ : પીએસઆઇ મહિલા પોલીસકર્મીને લઈ ગયો હોટલના રૂમમાં, પતિ પહોંચી જતા મામલો ગરમાયો
પ્રતિકાત્મક તસવીર

સમગ્ર બાબતને લઇને પોલીસ બેડામાં હાલ ચર્ચાનો વિષય બનતાં મહિલા પોલીસકર્મી લીવ પર ઉતરી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે

  • Share this:
અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી એટલે કે પીએસઆઇ કક્ષાના અધિકારી હાલ ચર્ચામાં આવ્યા છે. પોશ વિસ્તારના પોલીસ સ્ટેશનના આ વિવાદિત અધિકારી હાલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેઓએ આ વિસ્તારમાં અગાઉ પોતાની ઓળખ ઇન્સ્પેક્ટર તરીકે આપી રૂપિયા પડાવી તોડ પણ કરવાનું શરૂ કર્યું હોવાની અંદરો અંદર ચર્ચા ચાલી હતી. હવે એક મહિલા પોલીસ કર્મીની સાથે સબંધ હોવાના કારણે હાલ આ પીએસઆઇ ચર્ચામાં છે. ત્યારે થોડા દિવસ પહેલા એવી ઘટના બની હતી જેનાથી આ પીએસઆઇ શરમના માર્યે મો પણ બતાવી શકે તેમ નથી.

પોલીસ બેડાની ચર્ચા મુજબ ઘટના એવી બની હતી કે આ પીએસઆઈ એક મહિલા પોલીસ કર્મીને પોલીસ સ્ટેશનની બિલકુલ નજીકમાં આવેલી એક હોટલમાં રૂમમાં લઈ ગયા હતા અને ત્યાં જ મહિલા પોલીસ કર્મીના પતિને જાણ થતાં તે પણ ત્યાં પહોંચી ગયા હતા. જોકે અધિકારીને બચાવવા માટે હોટલનો સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો અને મહિલા પોલીસ કર્મીના પતિને અંદર જવા દેવાયા ન હતા. બીજી તરફ પીએસઆઇને જાણ થઇ જતાં તેઓ લિફ્ટ માટે સીધા નીચે બેઝમેન્ટમાં આવી ગયા હતા અને ત્યાંથી છટકી ગયા હતા. આ અધિકારી એવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે કે જ્યાં તેમના પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારી એટલે કે ડીસીપી પોતે નોન કરપ્ટ હોવાની છાપ ધરાવે છે. સમગ્ર બાબતને લઇને પોલીસ બેડામાં હાલ ચર્ચાનો વિષય બનતાં મહિલા પોલીસકર્મી લીવ પર ઉતરી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ પણ વાંચો - અમદાવાદ : લગ્ન બાદ પતિ નીકળ્યો '420', પત્નીના ડોક્યુમેન્ટથી કર્યુ ચોંકાવનારૂં કામ

શહેરના પશ્ચિમમાં આવેલા એક પોશ વિસ્તારનું નાનું પોલીસ સ્ટેશન હાલ ચર્ચામાં છે. આ વિસ્તારના પોલીસ અધિકારી બદલાતા જ અંદરો અંદર કોલ્ડ વોર પણ શરૂ થયું હોવાની ચર્ચા છે. અગાઉ તોડ કરાયો હોવાની ફરિયાદ ડીસીપી સુધી પહોંચી હતી. જેમાં નિર્દોષ પોલીસકર્મીઓને સજા આપવામાં આવી હતી. પણ પોલીસ અધિકારી તરફથી વિસ્તારમાં "ધમ ધમ" કરતા પોલીસકર્મી સહિતની ગેંગને બચાવી લેવાઈ હતી. ત્યારે હવે આ જ પોલીસ સ્ટેશનના એક પીએસઆઇ કે જેનો "તાપ" ખૂબ છે તે ચર્ચામાં આવ્યા છે. પોલીસબેડામાં એવી ચર્ચા છે કે થોડા દિવસ પહેલા એક પીએસઆઇ કક્ષાના અધિકારી પોલીસ સ્ટેશન પાસે જ આવેલી એક હોટલમાં ગયા હતા. આ અધિકારી એકલા નહીં પણ સાથે એક મહિલા પોલીસકર્મીને લઈને ગયા હતા. હજુ તો આ બને રૂમમાં પહોંચ્યાને થોડા જ સમયમાં મહિલા પોલીસકર્મીનો પતિ ત્યાં આવી પહોંચ્યો હતો. મહિલા પોલીસકર્મીના પતિને આ અંગે જાણ કેવી રીતે થઈ તે બાબતે હજુય પોલીસ સ્ટાફ વિચારી રહ્યો છે.

હજુ તો મહિલા પોલીસકર્મીનો પતિ પહોંચ્યો અને જેવો હોટલ પર ગયો ત્યાં શું કામથી આવ્યા તેવું પૂછતાં જ સ્ટાફ પણ એલર્ટ થઈ ગયો હતો. આ મહિલા પોલીસકર્મીના પતિને રૂમમાં ન જવા દેવા સ્ટાફ પ્રયત્ન કરતો હતો અને ત્યાં જ પીએસઆઇને ખાનગીમાં જાણ પણ કરાઈ દીધી હતી. જેથી પીએસઆઇ તાત્કાલિક ફ્રેશ થઈને જ લિફ્ટ વાટે સીધા બેઝમેન્ટમાં જઈ ત્યાંથી દોટ મૂકી રવાના થઈ ગયા હતા. જોકે મહિલા પોલીસકર્મીના પતિ ને પત્ની મળી ગઈ હતી.

આ વિવાદ થતા જ મહિલા પોલીસકર્મી સીધી લીવ પર ઉતરી ગઈ હતી. આ પીએસઆઇ વિશે પોલીસ સ્ટેશનમાં એવી પણ ચર્ચા છે કે તેઓને અગાઉ ખાસ ડિટેક્શન કરવા માટેની જગ્યા પર મુકાયા હતા. જ્યાં વીણી વીણીને મહિલા પોલીસકર્મીઓને પણ તેમણે આ ટીમમાં લીધી હતી. તેઓને વિવાદ થતા બાદમાં ચોકી પર મુકવામાં આવ્યા હતા. પોલીસબેડામાં એવી પણ ચર્ચા છે કે આ અધિકારી પોતે પીઆઇ હોવાનો રોફ ઝાડી પૈસા ઉઘરાવવામાં થાકતા નથી. જોકે આ બાબતની ચર્ચાઓ પોલીસ સ્ટેશનમાં થતા ઉચ્ચ અધિકારીઓ સુધી હજુ આ વાત પહોંચી નથી. પણ અહીં પોલીસ સ્ટેશનના કિંગે શરૂ કરેલા ભેદભાવને કારણે હવે આ પોલીસ સ્ટેશન ચર્ચાઓમાં બાકાત રહેતું નથી. જોકે આ સમગ્ર ઘટનાઓ હકીકતમાં બની હતી કે કેમ તે બાબતે હોટલના સીસીટીવી ફૂટેજ અધિકારીઓ તપાસે તો સમગ્ર હકીકત દર્શાવતો મામલો સામે આવી શકે છે.
Published by:Ashish Goyal
First published:March 29, 2021, 15:12 pm

ટૉપ ન્યૂઝ