Home /News /madhya-gujarat /PSI Exam:પીએસઆઈની પરીક્ષામાં અમદાવાદમાં ઉમેદવારોનો હોબાળો, શાળાએ કોલ લેટર પરત લઈ લેતા હંગામો

PSI Exam:પીએસઆઈની પરીક્ષામાં અમદાવાદમાં ઉમેદવારોનો હોબાળો, શાળાએ કોલ લેટર પરત લઈ લેતા હંગામો

અમદાવાદના લાંભા ગામની ગીતા હાઈસ્કૂલમાં પીએસઆઈની પરીક્ષામાં થયો હતો હોબાળઓ

PSI Exam: અમદાવાદ-ગાંધીનગરમાં યોજાયેલી પીએસઆઈની (psi exam) લેખિત પરીક્ષામાં આજે અમદાવાદના લાંભા ગામની ગીતા હાઈસ્કૂલ (geeta high School Ahmedabad) થયો હતો વિવાદ

    PSI Exam:આજે રાજ્યના અમવાદ અને ગાંધીનગર શહેરના 312 કેન્દ્રો પર પીએસઆઈની લેખિત પરીક્ષા લેવાઈ હતી (PSI Written Test) અમદાવાદ શહેરમાં તમામ કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાઈ હતી. જોકે, પરીક્ષા બાદ અમદાવાદના લાંભા ગામની ગીતા હાઈસ્કૂલ (geeta HighSchool) અમદાવાદમાં હોબાળો મચી ગયો છે. ઉમેદવારો પાસેથી કોલલેટર્સ (call letter) પરત આંચકી લેતા હોબાળો મચી ગયો છે.

    ઉમેદવારો પાસેથી શાળાએ કોલલેટર આંચકી લેતા હોબાળો મચ્યો હતો. પરીક્ષા બાદ ઉમેદવારોએ શાળા સંચાલકો સાથે માથાકુટ કરી હતી. ઉમેદવારોની રજૂઆત હતી કે પરીક્ષા બાદ કોલલેટર પરત લઈ લેવામાં આવ્યા છે. આ અંગે શાળા તરફથી રજૂઆત કરી રહેલા પ્રતિનિધિએ કહ્યું હતું કે અમે અમારી સેફ્ટિ માટે કોલલેટર લીધા છે.

    SOPમાં પેપર પરત લેવાનું લખ્યું છે તો કોલ લેટર શા માટે લીધા?

    ઉમેદવારો રજૂઆત કરી કે પરીક્ષાની એસઓપીમાં તો ફક્ત પ્રશ્ન પત્રો પરત લેવાનું લખ્યું છે પરંતુ તમે કોલ લેટર શા માટે લઈ લીધા? જોકે, શાળા સંચાલકોને કઈ ગેરસમજ થઈ હશે એટલે તેમણે કોલલેટર લેતા મામલો બીચક્યો હતો

    આ પણ વાંચો :  Free ST Pass: ગુજરાતના 12 લાખ વિદ્યાર્થીઓને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, STના બસના ફ્રી પાસ મળશે

    કોલ લેટર પ્રશ્ન પરત લેવાનો કોઈ નિયમ નથી : ભરતી વડા

    પીએસઆઈ ભરતી બોર્ડના વડા વિકાસ સહાયે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોલ લેટર કે પ્રશ્નપત્રો પરત લેવાનો કોઈ નિયમ નથી. કોઈ ગેરસમજ થઈ હશે. મારા ખ્યાલ મુજબ પ્રશ્નનો હલ આવી ગયો છે. આ વિવાદનું સમાધાન થઈ ગયું છે.



    ઈતિહાસમાં પહેલીવાર મોબાઈલ ઝામર લાગ્યા

    દરેક કેન્દ્રમાં ઝામર લગાવવામાં આવ્યા છે

    ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર પીએસઆઈની કે કોઈ પણ પરીક્ષામાં ઝામર લગાડવામાં આવ્યા હતા, પીએસઆઈની પરીક્ષા દરમિયાન મોબાઇલ કનેક્ટિવિટી કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી નહીં મળે. મોબાઇલ નેટવર્ક જામ રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા આ ઝામરની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ કેન્દ્રો પર પરીક્ષા સમયે મોબાઇલ નેટવર્ક બંધ રાખવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો : VMC Recruitment 2022: વીએમસીમાં જુનિયર ક્લાર્કની 552 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

    77 રૂટ પરથી આવ્યા પેપર

    અમદાવાદ-ગાંધીનગરના પીએસઆઈની પરીક્ષાના કેન્દ્રો પર પેપર સમયસર પહોંચાડવા માટે પીએસઆઈ ભરતી બોર્ડે પોલીસ સાથે મળી અને 77 રૂટ બનાવ્યા હતા. આ રૂટ પર પોલીસના પહેરા સાથે કિલ્લેબંધીમાં સમયસર પેપર પહોંચતા કરવામાં આવ્યા હતા.
    Published by:Jay Mishra
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन