Home /News /madhya-gujarat /

PSI bharti: PSI ભરતીની પરીક્ષાનો મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં, જાણો 250 વધુ અરજદારોએ કેમ કરી અરજી

PSI bharti: PSI ભરતીની પરીક્ષાનો મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં, જાણો 250 વધુ અરજદારોએ કેમ કરી અરજી

પીએસઆઈ ભરતી પરીક્ષા

PSI Recruitment Exam: વર્ષ 2022 માં લેવાયેલી psiની ભરતીને લઈ હાઈકોર્ટમાં (high court) અરજી થઇ છે. 250 વધુ અરજદારો દ્વારા અરજી કરી  GPSCની પેટન પ્રમાણે રિઝલ્ટ આપવામાં માંગ કરી છે.

અમદાવાદ: પોલીસ ભરતી બોર્ડ (police bharati board) દ્વારા લેવાયેલી PSI ભરતીની પરીક્ષાનો (PSI bharti exam) મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. વર્ષ 2022 માં લેવાયેલી psiની ભરતીને લઈ હાઈકોર્ટમાં (high court) અરજી થઇ છે. 250 વધુ અરજદારો દ્વારા અરજી કરી  GPSCની પેટન પ્રમાણે રિઝલ્ટ આપવામાં માંગ કરી છે. હાલ જે રીતે રિઝલ્ટ આપવામાં આવ્યું છે તે પ્રમાણે માત્ર 4300 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે. આ પદ્ધતિના કારણે 8 હજાર જેટલા ઉમેદવારનો અન્યાય થઈ રહ્યો હોવાનું અરજકર્તાઓએ જણાવ્યું છે.

PSI ભરતી માટે જે પ્રિલીમનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે તેને હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું છે. આ પરિણામને લઈને ઉમેદવારોએ કુલ જગ્યાની સંખ્યા સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરીટમાં શમાવવામાં ન આવ્યા હોવાનો દાવો કર્યો છે. યુવા નેતા યુવરાજસિંહ જણાવ્યું કે પ્રિલીમનરી રિઝલ્ટમાં જે ક્વોલિફાઇનગ ટેસ્ટ હોય છે તેમાં ફાઇનલ મેરીટ લિસ્ટ કાઉન્ટ થતું હોય તે રીતે બનાવવામાં આવ્યું છે.

જેથી આ મામલે 250થી વધુ ઉમેદવારઓમાં નારાજગી છે. ઉમેદવારોએ મળીને ગુજરાત હાઇકોર્ટમાં ભરતી પરિણામને પડકાર્યું છે. જેનું કારણ એ છે કે આ રિઝલ્ટથી ઘણા ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. રિઝલ્ટનું કાઉન્ટીન્ગ GPSC પેટર્નથી થવું જોઈએ.

આ ઉપરાંત અન્ય એક ડિમાન્ડ પણ મુકવામાં આવી છે કર ડોક્યુમેન્ટ વેરીફીકેશન પહેલા થઈ જવું જોઈએ જેથી આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ છે તો 12 પાસ ઉમેદવારએ અરજી કરી છે અને ગ્રેજ્યુએટ નથી તો અન્ય ઉમેદવારઓને અન્યાય ન થાય.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં યુવતીને વોટ્સ એપ ડીપીમાં પોતાનો ફોટો મુકવો ભારે પડ્યો, પરિણીતા સાથે શું થયું?

આ ઉપરાંત સ્પોર્ટ્સનું સર્ટી પણ વધારાની લાયકાત આ પરીક્ષામાં ગણવામાં આવી છે ત્યારે જે લોકો પાસે સ્પોર્ટ્સ સર્ટી ખોટું છે કે વેલીડ નથી તો તેની ચકાસણી પણ અત્યારથી થઈ શકે. જેથી આ રિઝલ્ટને હાઈકોર્ટમાં પડકારી રિવાઇઝ કરવા અને યુવાનોને થતો અન્યાય અટકે તે માટે અરજી કરી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ આચરનાર ચાર વર્ષે ઝડપાયો, પ્રેમજાળમાં ફસાવી કર્યું હતું ગંદુ કામ

જે મામલે આવનાર દિવસોમાં સુનવણી હાથ ધરવામાં આવશે. અરજદાર રાકેશએ જણાવ્યું કે આ રિઝલ્ટથી 8 હજાર ઉમેદવારઓને અન્યાય થઈ રહ્યો છે. અમારી માંગ છે કે દરેક વિધાર્થીને મેઇન્સમાં બેસવાનો મોકો મળવો જોઈએ.



જેથી હેલ્થી કોમ્પીટીશન થઈ શકે. તેમજ તેઓએ જે રીતે નોટિફિકેશનમાં લખ્યું છે કે કેટેગરી પ્રમાણે ત્રણ ગણા લોકોને બોલાવવા જોઈએ. એ ફોલો નથી થતું. તે ફોલો થવું જોઈએ.
Published by:ankit patel
First published:

આગામી સમાચાર