Home /News /madhya-gujarat /

સરકાર ફરી ગઇ! 2 વર્ષ બાદ પણ અધ્યાપકો સાતમા પગારપંચના લાભથી વંચિત

સરકાર ફરી ગઇ! 2 વર્ષ બાદ પણ અધ્યાપકો સાતમા પગારપંચના લાભથી વંચિત

ગુજરાત યુનિવર્સિટીની તસવીર

રાજ્યની 350થી વધુ ગ્રાન્ટ-ઈન એઈડ કૉલેજોમાં સાડા ચાર હજારથી વધુ અધ્યાપકો ફરજ બજાવે છે.

  સંજય ટાંક, અમદાવાદ: ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા આગામી દિવસોમાં આંદોલનની રણનીતf ઘડાઈ રહી છે કારણ કે, કેન્દ્ર સરકારે 2 વર્ષ પહેલા સાતમા પગારપંચની જાહેરાત કરી હતી. જ્યારે રાજ્ય સરકારે સાતમા પગાર પંચના અમલનું નૉટિફિકેશન જાહેર કર્યા પછી 9 મહિના છતા તેનો અમલ થયો નથી.

  કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ સાતમા પગારપંચના અમલીકરણની જાહેરાત કરી હતી. અને રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાતને બે વર્ષ બાદ મંજૂરી આપવામાં આવી હતી. આમ છતાં. આ વાતને નવ મહિના જેટલો સમય વિતી ચુક્યો છે અને રાજ્યના અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ મળ્યો નથી. આના કારણે સાડા ચાર હજાર અધ્યાપકોમાં ભારોભાર નારાજગી ફેલાઈ છે.

  આ મુદ્દે અદ્યાપકોના મંડળ દ્વારા અગાઉ શિક્ષણમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પણ અધ્યાપકોની આ રજુઆતને કાને ધરવામાં નથી આવી.

  રાજ્યની અલગ-અલગ કૉલેજો અને યુનિવર્સિટીના કુલ મળી સાડા ચાર હજાર જેટલા અધ્યાપકોને સાતમાં પગાર પંચનો લાભ મળવો જોઈએ તે મળ્યો નથી.

  ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળના મહામંત્રી દિગ્વિજયસિંહએ જણાવ્યું કે, રાજ્ય સરકારે જાન્યુઆરી 2019થી અમલ થાય તેવું નૉટિફીકેશન બહાર પાડ્યુ હતુ અને તે સમયે ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળે પણ આ નિર્ણયને આવકાર્યો હતો. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા ન સમજાય તેવા કારણોથી મોડુ કરે છે અને આ મામલે શિક્ષણવિભાગમાં રજુઆતો કરવામાં આવી છે. જો આ મામલે તાત્કાલિક અમલવારી નહીં થાય, તો ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ દ્વારા અધ્યાપક મંડળની મિંટિંગ બોલાવી આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડાશે.”.

  મહત્વની વાત એ છે કે, રાજ્યની 350થી વધુ ગ્રાન્ટ-ઈન એઈડ કૉલેજોમાં સાડા ચાર હજારથી વધુ અધ્યાપકો ફરજ બજાવે છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Professor, Seventh Pay Commission, ગુજરાત યુનિવર્સિટી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन