Home /News /madhya-gujarat /

અમદાવાદ: લોકોને હરવાફરવા સહિતની સમસ્યા, AMC ફરિયાદ લેવાની ઘસીને ના પાડી દીધી

અમદાવાદ: લોકોને હરવાફરવા સહિતની સમસ્યા, AMC ફરિયાદ લેવાની ઘસીને ના પાડી દીધી

સફાઈના અભાવે ગંદકીના ગંજ સર્જાતા સ્થાનિકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા

વસ્ત્રાલમાં (Vastral) માધવ સ્કૂલ પાસે આવેલા એએમસીના (AMC) ગાર્ડનમાં (Garden) પાણી ભરી રખાતાં સ્થાનિકો સહિત ગાર્ડનની મુલાકાતે (Visit) આવતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

    અમદાવાદ: વસ્ત્રાલમાં (Vastral) માધવ સ્કૂલ પાસે આવેલા એએમસીના (AMC) ગાર્ડનમાં (Garden) પાણી ભરી રખાતાં સ્થાનિકો સહિત ગાર્ડનની મુલાકાતે (Visit) આવતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાણી (Water) ભરાઈ રહેતાં સિનિયર સિટીઝનો સહિત બાળકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમગ્ર મામલો તંત્રના ફરિયાદ નંબર પર કોલ કરતાં આ અંગે ફરિયાદ લેવાની પણ ના પાડી હતી. આ અંગે કોઈ રજૂઆત હોય તો નજીકની કચેરીમાં સંપર્ક કરવાની સૂચના આપી હતી.

    એએમસી (AMC) હસ્તકનું જલસાગર પાર્ક ગાર્ડન વિસ્તારની વચોવચ હોવાને કારણે મોટીસંખ્યામાં નાગરિકો અહીંયા વોકિંગ, યોગા, કસરતો કરવા માટે આવતા હોય છે. આ સાથે સિનિયર સીટીઝનો અને બાળકો પણ સવાર-સાંજ ગાર્ડનમાં હરવા-ફરવા સહિતની પ્રવૃતિ માટે આવે છે. પરંતુ ગાર્ડનમાં (Garden) જરૂર કરતા વધારે પાણી છોડી દેવાતા મોટાભાગના ગાર્ડન વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. જેના કારણે લોકોને બેસવા સહિત રમત ગમતમાં પણ ભારે હાલાકી પડી રહી છે.

    ફરિયાદ સિક્યોરીટીને કે વોર્ડ ઓફિસમાં કરવાની ફરિયાદ

    ગાર્ડનમાં પાણી ભરાઈ રહેતાં આ અંગે જાગૃત નાગરિકે (Citizens) ઓનલાઈન ફરિયાદ (Complaint) કરી હતી. જે અંગે જનસેવા કેન્દ્ર દ્વારા કોલ કરીને કોણ ગાર્ડનમાં પાણી ભરી દે છે, તે અંગે માહિતી પૂછવામાં આવી હતી. જે બાદ ગાર્ડનમાં પાણી છાંટવામાં ન આવતું હોય તેની ફરિયાદ આવે, ગાર્ડનમાં પાણી ભરી દે છે તેની ફરિયાદ સિક્યોરીટીને કે વોર્ડ ઓફિસમાં કરવાની આવી ફરિયાદ અમારામાં ન આવે કહીને ફોન (Phone) મૂકી દેવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: LRDની લેખિત પરીક્ષાના કોલ લેટર જાહેર, અહીંથી સીધા કરો ડાઉનલોડ

    સફાઈના અભાવે ગંદકીના ગંજ સર્જાતા સ્થાનિકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા

    જ્યારે શહેરના પૂર્વના બાપુનગર (Bapunagar) વિસ્તારમાં તંત્ર દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. બાપુનગરના જુદાજુદા વિસ્તારોમાં નિયમિત સફાઈના અભાવે ગંદકીના ગંજ સર્જાતા સ્થાનિકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે. જે પગલે સ્થાનિક આગેવાનો દ્વારા પૂર્વ ઝોનના હેલ્થ (Health) વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. તેમજ નિયમિત સફાઈ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની માગ કરવામાં આવી છે.

    આ પણ વાંચો: LRDની લેખિત પરીક્ષાના કોલ લેટર જાહેર, અહીંથી સીધા કરો ડાઉનલોડ

    મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં ઘેરઘેર બીમારીના ખાટલા

    તંત્ર દ્વારા સફાઈ કામદારો આ જગ્યાઓ પર મૂકવામાં આવ્યા ન હોવાની પણ ફરિયાદો રહીશો કરી રહ્યા છે. જેના કારણે વિસ્તારમાં સફાઈ ન થવાથી ગંદકી પણ વધવા પામી છે. આ ઉપરાંત મચ્છરોનો (Mosquito) ઉપદ્રવ વધી જતાં ઘેરઘેર બીમારીના (Illness) ખાટલા જોવા મળી રહ્યા છે. જો સમયસર કોઇ પગલાં નહીં લેવાય તો રોગચાળો ભરડો લેશે તેવી પણ ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે. તંત્ર તાકીદે સફાઇ કામદારો (Sweepers) ફાળવી નિયમિત સફાઇની વ્યવસ્થા ગોઠવે તેવી માગ ઊઠવા પામી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedaabad, અમદાવાદ, ફરિયાદ, લોકો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन