અમદાવાદના પોષ વિસ્તારની સોસાયટીઓમાં પીવાનું દૂષિત પાણી આવતા રહીશો પી રહ્યા છે ટેન્કરનું પાણી

અમદાવાદના પોષ વિસ્તારની સોસાયટીઓમાં પીવાનું દૂષિત પાણી આવતા રહીશો પી રહ્યા છે ટેન્કરનું પાણી
અમદાવાદના પોષ વિસ્તારની સોસાયટીઓમાં પીવાનું દૂષિત પાણી આવતા રહીશો પી રહ્યા છે ટેન્કરનું પાણી

પીવાના દૂષિત પાણીના કારણે ઝાડા ઉલ્ટીના કેસો સામે આવી રહ્યા છે

  • Share this:
અમદાવાદ : એકતરફ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને બીજી તરફ અમદાવાદના પોષ વિસ્તાર ગણાતા નારણપુરામાં પીવાના દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ છે. જેના પગલે ઝાડા ઉલ્ટીના કેસો સામે આવી રહ્યા છે. સ્થિતિની ગંભીરતાને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દોડતું થયું છે. આ સોસાયટીઓમાં કોર્પોરેશન દ્વારા ટેન્કરથી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સાથે સાથે જ્યાં પોલ્યુટેડ વોટરની તકલીફ થઈ છે ત્યાં તંત્રના અધિકારીઓએ યુદ્ધના ધોરણે સમસ્યાનો ઉકેલ લાવવાની કામગીરી હાથ ધરી છે.

અમદાવાદના નારણપુરા વોર્ડમાં પ્રદુષિત પાણીની ફરિયાદ ઉઠી છે. અહીંના મૈત્રી નગર પ્રગતિનગર, સ્વત્ર્યસેનાની નગર, આદર્શ નગર, વિજયનગર એરીયામાં પોલ્યુશન નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાણીના પોલ્યુશન નિકાલની કામગીરીનું જયાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી ટેન્કરથી પાણી પહોંચાડવાની કામગીરી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલમાં રોજે રોજ જે વિસ્તારમાં પોલ્યુટેડ વોટરની ફરિયાદ મળે ત્યાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો - સુરત : મેયર ડૉ. જગદીશ પટેલ કોરોના સંક્રમિત, બપોર સુધીમાં જ 170 કેસ નોંધાયા

સ્થાનિક સોસાયટીના લોકો જણાવી રહ્યા છે કે ડ્રેનેજ લાઈન સાથે પીવાના પાણીની લાઈન ભળી જતા પ્રદુષિત પાણીની ફરિયાદ આ સોસાયટી ઓમાં છે. પ્રદુષિત પાણીને પગલે ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. દરેક ઘરમાં ઝાડા ઉલ્ટીના કેસ હોવાનું રહીશો જણાવી રહ્યા છે. સોસાયટીના કેટલાક રહીશો બહારથી પેકેજીંગ ડ્રિંકિંગ વોટર મંગાવી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના એન્જીનિયરોની ટીમ કામે લાગી છે. જ્યાં પાણીની લાઈન સાથે ડ્રેનેજ લાઈન ભળી છે ત્યાં જેસીબી મશીન દ્વારા ખોદકામ કરી પોલ્યુશનના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. સોસાયટીના રહીશો પણ કોર્પોરેશન દ્વારા સમસ્યાના ઝડપથી ઉકેલની કામગીરીને આવકારી રહ્યા છે.

મહત્વનું છે કે હાલમાં જ્યારે કોરોનાનું સંક્રમણ વધતા કેસની સંખ્યામાં વધારો થયો છે. તેવામાં પીવાના પ્રદુષિત પાણી પીવાથી ઝાડા ઉલ્ટીના કેસ વધે નહીં તેની તકેદારીના ભાગરૂપે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એલર્ટ થઈ ગયું છે અને સ્થિતિને વાકેફ થઈ ઝડપથી પ્રદુષિત પાણીના ઉકેલ ની વ્યવસ્થા હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:November 24, 2020, 17:53 pm

टॉप स्टोरीज