Gandhi@150: નવજીવનમાં કેદીઓનાં કંઠે સાંભળો બાપુનાં પ્રિય ભજનો

News18 Gujarati
Updated: April 9, 2019, 5:30 PM IST
Gandhi@150: નવજીવનમાં કેદીઓનાં કંઠે સાંભળો બાપુનાં પ્રિય ભજનો
ગાંધીજીને પ્રિય એવા ભજનો-પ્રાર્થના ગીતો ગાતા જેલનાં કેદીઓ

સાબરમતી જેલનાં કેદીઓ શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે 7થી 8 વાગ્યે ગાંધીજીને પ્રિય એવાં ભજનો ગાય છે

  • Share this:
વિજયસિંહ પરમાર

અમદાવાદ: સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજંયતિ ઉજવી રહ્યું છે. મહાત્મા ગાંધીએ સ્થાપેલા નવજીવન ટ્રસ્ટ પણ બાપુની 150મી જન્મજંયતિને વિશેષ રીતે ઉજવી રહ્યું છે.

સાબરમતી મધ્યસ્થ જેલનાં પાકા કામનાં કેદીઓ અઠવાડિયામાં ત્રણ દિવસ (શુક્રવાર, શનિવાર અને રવિવાર) સાંજે 7થી 8 વાગ્યે ગાંધીજીને પ્રિય એવા ભજનો ગાય છે. આ કાર્યક્રમ નવજીવન ટ્રસ્ટ ઓફિસનાં કેમ્પસમાં કર્મ કાફેની બહાર રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં દરેક વ્યક્તિ હાજરી આપી શકે છે.

નવજીવન ટ્રસ્ટ સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે સુધારણાનાં કાર્યક્રમો હાથ ધરે છે. આ સુધારણાનાં કાર્યક્રમોમાં આ એક નવો કાર્યક્રમ ઉમેરાયો છે.

ગયા શુક્રવારે જ આ નવતર પ્રયોગની શરૂઆત થઇ છે. આ કાર્યક્રમમાં સાબરમતી જેલમાં કેદ ચાર પાકા કામનાં કેદીઓ ભાગ લે છે. જે કેદીઓને ભજપનો ગાવામાં રસ છે તેઓ આમાં ભાગ લે છે. સાંજ છ વાગ્યાની આસપાસ તેમને પોલીસવાનમાં સાબરમતી જેલમાંથી નવજીવન ટ્રસ્ટ ઓફિસ ખાતે લાવવામાં આવે છે અને 7 થી 8 વાગ્યા સુંધી ભજનોનાં કાર્યક્રમ પછી તેમને પાછી જેલમાં લઇ જવામાં આવે છે.

કેદીઓ જ્યારે બાપુનાં પ્રિય ભજનો ગાય છે ત્યારે નવજીવન કાર્યાલય પાસેથી પસાર થતા લોકો બે ઘડી થંભી જાય છે અને જ્યારે આ લોકોને ખબર પડે છે કે, આ ભજન અને પ્રાર્થનાગીતો ગાનારા વ્યકિતઓ કોઇ સંગીતકાર કે ભજનીક નથી પણ જેલનાં કેદીઓ છે ત્યારે તેમને આશ્ચર્ય પણ થાય છે.શનિવારે ન્યૂઝ18 ગુજરાતીએ જ્યારે આ કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે ઘણા લોકો આ કાર્યક્રમ સાંભળવા આવ્યા હતા અને તેમાંથી કેટલાક લોકોને આ ભજનો એટલા સરસ લાગ્યા કે, તેમને ફરી વખત તે ભજન ગાવા માટે ફરમાઇશ કરી હતી.

નવજીવન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્સ્ટી વિવેક દેસાઇએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, અમે આ નવતર પ્રયોગ સાબરમતી મધ્યસ્થ જેલનાં સહયોગથી કર્યો છે. જેલ સત્તાવાળાએ આ કાર્યક્રમ આખુ વરસ થાય તે માટે વિશેષ સગવડતા કરી આપી છે. સામાન્ય રીતે સાંજે છ વાગ્યા પછી કેદીઓને જેલની બહાર લઇ જવા દેવામાં આવતા નથી. આ જેલ મેન્યુલનો નિયમ છે પણ ગાંધીજીની 150મી જન્મજંયતિના ઉપલક્ષમાં આખું વર્ષ યોજાનારા આ કાર્યક્રમ માટે તેમણે આ નિયમમાં છૂટછાટ આપી છે. એ ખરેખર આનંદની વાત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીને 1922માં જેલની સજા થઇ હતી અને 18 દિવસ સાબરમતી જેલમાં રહ્યા હતા.

ગાંધીજીનાં પ્રિય ભજનો-પ્રાર્થના ગીતો ગાનારા પાકા કામનાં કેદીઓમાં ઘનશ્યામસિંહ રાઠોડ, ભંવરલાલ લુહાર, અજય લુહાર અને ભરતભાઇ મારુનો સમાવેશ થાય છે. આ કેદીઓ જેલમાં ચાલતા સંગીતનાં વર્ગોમાં પણ હાજરી આપે છે.

ઘનશ્યામસિંહ રાઠોડે કહ્યું કે, ગાંધીજીનાં ભજનો ગાતા-ગાતા આત્માને શાંતિ મળે છે અને એક જુદો જ અનુભવ થાય છે,”.
First published: April 9, 2019, 11:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading