લ્યો બોલો! જેલમાં કેદીઓ પણ થયા હાઇટેક, હવે કેદીઓ કરી રહ્યા છે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ

લ્યો બોલો! જેલમાં કેદીઓ પણ થયા હાઇટેક, હવે કેદીઓ કરી રહ્યા છે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ
સાબરમતી જેલ (ફાઈલ ફોટો)

અત્યાર સુધી જેલમાંથી માત્ર સાદા કિપેડ વાળા મોબાઇલ મળી આવતા હતા. પરંતુ હવે ઝાડના થડની પાસે જમીનમાં દાટેલા ત્રણ એન્ડ્રોઇડ ફોન એક ચાર્જર અને હેન્ડ્સ ફ્રી મળી આવ્યા

  • Share this:
રુત્વીજ સોની, અમદાવાદ : રાજ્યની સૌથી સુરક્ષિત ગણાતી એવી સાબરમતી સેન્ટ્રલ જેલ સુરંગકાંડ સહિત અનેક વિવાદોમાં આવી ચૂકી છે તાજેતરમાં જ ખંડણીખોર વિશાલ ગોસ્વામી જેલ માં બેઠો બેઠો પોતાનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. જોકે ત્યારબાદ જેલ પ્રશાસન સફાળો જાગી ઉઠ્યું હતું અને જેલમાં કેદીઓને થઈ રહેલા જલસા ઓ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. અને આ અંતર્ગત જેલ પ્રશાસન દ્વારા જેલમાં ઓપરેશન ક્લીનઅપ શરુ કર્યું છે. જેમાં જેલ વિભાગ દ્વારા જેલવા અવારનવાર સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી છે.

અત્યાર સુધી જેલમાંથી માત્ર સાદા કિપેડ વાળા મોબાઇલ મળી આવતા હતા. જોકે જેમ જેમ ટેકનોલોજી માં સુધારો થતા હવે કેદીઓ કેદીઓને પણ હાઇટેક બનવા જઈ રહ્યા હોય તેમ સાદા ફોનનો ઉપયોગ કરવાનું છોડીને એન્ડ્રોઇડ ફોન વાપરવાનું શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે જેલ પ્રશાસન દ્વારા જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વીર ભગતસિંહ યાર્ડ આસન બેરેક નંબર બે ની સામે ઝાડના થડની પાસે જમીનમાં દાટેલા ત્રણ એન્ડ્રોઇડ ફોન એક ચાર્જર અને હેન્ડ્સ ફ્રી મળી આવ્યા છે. જમીનની અંદર કાગળ અને પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળીને આ ફોન છૂપાવવામાં આવ્યા હતા. જોકે ફોનની તપાસ કરતા તેમાંથી કાચા કામના કેદી ના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા હતા.આ ફોટોગ્રાફ્સ કાચા કામના આરોપી રાકેશ ઉર્ફે રોકી ના હોવાનું તપાસમાં બહાર આવી છે. તેની પૂછપરછ દરમિયાન આ મોબાઇલ ફોન તેને સપ્ટેમ્બર 2019 માં કાચા આરોપી રાહુલ કુશવાહ ના એ આ આરોપીને આપેલ હતો અને જાન્યુઆરી 2019 સુધી આરોપીએ ફોનનો ઉપયોગ કર્યો હતો ત્યારબાદ આ ફોન જમીનમાં ખાડો ખોદીને સંતાડી વાળી દેવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે જેલ પ્રશાસન દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ જોકે ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપીઓ ચોરીછૂપી સાદા કીપેડ વાળા ફોન જેલમાં ઘુસાડતા હતા પરંતુ એન્ડ્રોઇડ ફોન જેલમાં લઈ જવામાં તેઓ કેવી રીતે સફળ થાય છે તે એક તપાસનો વિષય છે. શું જેલ સત્તાધીશો દ્વારા જ આરોપીઓને છૂટોદોર આપવામાં આવે છે કે પછી આરોપીઓ યેન કેન પ્રકારે પોતાના જલસાનો રસ્તો શોધી કાઢે છે.
Published by:News18 Gujarati
First published:March 14, 2020, 23:20 pm