પ્રિન્ટ ઇંગ્લિશ ટીમે 14 રનથી ગુજરાત મીડિયા ક્લબ ટ્રોફી જીતી

News18 Gujarati
Updated: February 25, 2019, 1:19 PM IST
પ્રિન્ટ ઇંગ્લિશ ટીમે 14 રનથી ગુજરાત મીડિયા ક્લબ ટ્રોફી જીતી
વિજેતા ટીમ

આ ટુર્નામેન્ટ ગુજરાત મીડિયા ક્લબે દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાં સહયોગથી ઓયોજિત કરી હતી.

  • Share this:
અમદાવાદ: પ્રિન્ટ ઇંગ્લિશ ટીમે મીડિયા એસોશિયેટ્સ ટીમને 14 રનથી હરાવી 13મી ઇન્ડિયન ઓઇલ-ગુજરાત મીડિયા ક્લબ ક્રિકેટ ટ્રોફી જીતી લીધી હતી.
આ ટૂર્નામેન્ટ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઇ હતી. દર વર્ષે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે જેમાં મીડિયા જગતનાં લોકો તેમાં ભાગ લે છે.

આ ટુર્નામેન્ટ ગુજરાત મીડિયા ક્લબે દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાં સહયોગથી ઓયોજિત કરી હતી.

મહત્વની વાત એ છે કે, આ વર્ષે આર્ચરી અને મિનિ-ગોલ્ફ રમત પણ યોજવામાં આવી હતી જેમાં બાળકો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ટુર્નાંમેન્ટનું ઉદ્ધાટન અમદાવાદનાં મેયર બિજલ પટેલે કર્યુ હતું. આ ટૂર્નામેન્ટમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં પ્રિન્ટ ઇંગ્લિશ, પ્રિન્ટ લેગ્વેંજિસ, ઇલેક્ટ્રોનિક મીડિયા અને મીડિયા એસોશિયેટ્સનો સમાવેશ થાય છે.

આ ટૂર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ તાપસ તાલુકદારને ફાળે ગયો હતો જ્યારે બેસ્ટ બોલરનો એવોર્ડ કાનજી દેસાઇને આપવામાં આવ્યો હતો.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાં જનરલ મેનેજર (કોર્પોરેટ કોમ્યુનિકેશન) સુરેશ અયર આ કાર્યક્રમ માટે ખાસ મુંબઇથી અમદાવાદ આવ્યા હતા અને વિજેતાઓને ઇનામ વિતરણ કર્યા હતા. તેમની સાથે ગુજરાત મીડિયા ક્લબનાં પ્રમુખ દર્શન દેસાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.
First published: February 25, 2019, 1:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading