પીએમ નરેન્દ્ર મોદી બન્યા ટાઇમ પર્સન ઓફ ધ યર, ઓનલાઇન પોલની 7મીએ થશે જાહેરાત
પીએમ નરેન્દ્ર મોદી બન્યા ટાઇમ પર્સન ઓફ ધ યર, ઓનલાઇન પોલની 7મીએ થશે જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝીનના પર્સન ઓફ ધ યરના ઓનલાઇન રીડર્સ પોલ જીતી છે. પોલનું પરિણામ આવી ગયું છે. પરંતુ મેગેઝીનના એડિટર્સ તરફથી 7મી ડિસેમ્બરે પર્સન ઓફ ધ યરના વિજેતાની સત્તાવાર જાહેરાત કરાશે.

નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝીનના પર્સન ઓફ ધ યરના ઓનલાઇન રીડર્સ પોલ જીતી છે. પોલનું પરિણામ આવી ગયું છે. પરંતુ મેગેઝીનના એડિટર્સ તરફથી 7મી ડિસેમ્બરે પર્સન ઓફ ધ યરના વિજેતાની સત્તાવાર જાહેરાત કરાશે.
ટાઇમ મેગેઝીનના ઓનલાઇન પોર્ટલ પર પ્રસિધ્ધ થયેલ અહેવાલ મુજબ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના નેતાઓ, જાણીતી હસ્તીઓ, કલાકારો અને રાજનેતાઓને હરાવીને આ ખિતાબ પોતાને નામ કર્યો છે. પીએમ મોદીએ પોલમાં 18 ટકા મત મેળવ્યા છે. આ ઓનલાઇન પોલ રવિવારની મધરાતે બંધ થયો હતો.
માર્ક ઝુકરબર્ગ અને હિલેરીને પણ ઘણા પાછળ
પીએમ મોદીએ પોતાના નજીકના હરીફ એવા અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા, નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને વિકિલીક્સના ફાઇન્ડર જુલિયન અસાંજે અને ફેસબુકના સહ સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ ઉપરાંત હિલેરી ક્લિન્ટનને પણ પાછળ છોડ્યા છે. ઓબામા, ટ્રંપ અને અસાંજેને સાત સાત ટકા મત મળ્યા છે. ઝુકરબર્ગ અને હિલેરીને પોલમાં બે ટકા અને ચાર ટકા મત મળ્યા છે.
નોટબંધી બાદ પણ લોકપ્રિયતા અકબંધ
રિપોર્ટ અનુસાર હાલમાં કેટલાક મહિનાઓથી પીએમ મોદી વધુ લોકપ્રિય થઇ રહ્યા છે. સપ્ટેમ્બર પહેલા પ્યૂ રિસર્ચમાં આ વાત પુરવાર થઇ હતી. મેગેઝીન તરફથી લખાયું છે કે, હાલમાં જ પીએમ મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાનું એલાન કરાયું છે તો એને લઇને પણ એમની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર