વડાપ્રધાનની ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે આમ આદમીએ વિરોધ કર્યો, પોલીસે કરી અટકાયત

Haresh Suthar | Pradesh18
Updated: December 15, 2016, 2:56 PM IST
વડાપ્રધાનની ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે આમ આદમીએ વિરોધ કર્યો, પોલીસે કરી અટકાયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે હાઇકોર્ટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરવાના ગુનામાં પોલીસે સો જેટલા કાર્યકરોની અટકાયત કરતાં મામલો ગરમાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે હાઇકોર્ટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરવાના ગુનામાં પોલીસે સો જેટલા કાર્યકરોની અટકાયત કરતાં મામલો ગરમાયો હતો.

  • Pradesh18
  • Last Updated: December 15, 2016, 2:56 PM IST
  • Share this:
અમદાવાદા #વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે હાઇકોર્ટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરવાના ગુનામાં પોલીસે સો જેટલા કાર્યકરોની અટકાયત કરતાં મામલો ગરમાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો વિવાદ હજુ શમ્યો નથી. આ મામલે માહિતી અધિકાર હેઠળ પણ અરજીઓ કરવામાં આવી છે તેમજ સીવીસીના ઓર્ડર બાદ પણ દેશના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી પોતાની ડિગ્રી જાહેર નથી કરી રહ્યાની રાવ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે સવારે હાઇકોર્ટ બહાર વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યો હતો.

આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓ ઘ્વારા હાઇકોર્ટની બહાર  ઉગ્ર પ્રદર્શન કરાયું હતું અને માંગ કરવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી પોતાની ડિગ્રી જાહેર કરે. આપના કાર્યકરો દ્વારા મોદી તમારી ડિગ્રી દેખાડો... જેવા વિવિધ પ્લે કાર્ડ્સ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ દ્વારા કનુભાઈ કલસરિયા સહિત કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી અને સોલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

આમ આદમીના વરિષ્ઠ નેતા કનુભાઇ કલસરિયાએ કહ્યું કે, વાત ગંભીર છે. હું પોતે પણ એમબીબીએસ થયો છું ગુજરાત યુનિવર્સિટીમાંથી, આ બધી વિગતો યુનિવર્સિટીમાં હોય તો પછી આપવામાં શું વાંધો. શા માટે યુનિવર્સિટીએ આ માહિતી ન આપવા માટે આટલો બધો ખર્ચો કરવો પડે છે. એ સમજાતું નથી. યુનિવર્સિટી બહારથી વકીલ બોલાવે છે, આ બધુ કોના ઇશારે કરવામાં આવે છે અને શા માટે આ બધુ છુપાવવામાં આવે છે? એ અમે પુછવા માંગીએ છીએ.

 

આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રોષ ઠાલવ્યો હતો કે, આટઆટલી જહેમત બાદ પણ પીએમ પોતાની ડિગ્રી જાહેર નથી કરી રહ્યા. એટલુ જ નહિ ગજરાત યુનિવર્સીટીને ડિગ્રી જાહેર કરવા મુદ્દે ઓર્ડર મળ્યા બાદ તે ઓર્ડર પર સ્ટે લવાયો છે.આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રવક્તા હર્ષિલ નાયક જણાવે છે કે, દેશ તથા ગુજરાતની જનતા જેમણે નરેન્દ્ર મોદીને ખોબલે ખોબલે મત આપ્યા તે જનતાને તેમની ડિગ્રી જોવાનો અધિકાર છે આજે જનતા તેમની ડિગ્રી જોવાની માંગી કરી રહી છે ત્યારે જો તેમની ડિગ્રીમાં કંઈ જ ખોટું નથી તો શા માટે તેવો પોતાની ડિગ્રી જાહેર ન થાય તે માટે આટલા પ્રયત્ન કરી રહ્યા છે.
First published: December 15, 2016, 2:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading