Home /News /madhya-gujarat /

PM modi Gujarat Visit : પંચાયત મહા સંમેલનમાં મોદીનું સંબોધન, ડાયરાના અંદાજમાં સભા સંબોધી

PM modi Gujarat Visit : પંચાયત મહા સંમેલનમાં મોદીનું સંબોધન, ડાયરાના અંદાજમાં સભા સંબોધી

જીએમડીસી ગ્રાઉન્ડમાં મોદીનું સંબોધન

PM modi Gujarat visit Day 1: અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં (Gujarat GMDC Ground) ગુજરાત પંચાયત મહા સંમેલનમાં વડોપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું.

  અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસ માટે ગુજરાતના મહેમાન (PM Modi Gujarat Visit) બન્યા છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં (Gujarat GMDC Ground) ગુજરાત પંચાયત મહા સંમેલનમાં વડોપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હું ગામડાંના પ્રતિનિધિઓને લાખ લાખ અભિનંદન આપું છું. આપણા નાના ખેડૂતે કામમાં કોઈ પાછી પાનીના ના કરી અને ભારતનો અન્નનો ભંડાર ભરવા માટે હું આભાર માનું છું. વડાપ્રધાને ગામડાઓની ગ્રાન્ટમાં ધરખમ વધારો કર્યો છે. હું સરપંચો વતી તમારો આભાર વ્યક્ત કરું છું.

  1 લાખ ખેત તલાવડી બનાવવા અભિયાન કર્યું
  આપણો મોટા ખર્ચ પાણી પાછળ થાય છે. આપણે બોરીબંધથી પાણી બચાવતા હતા. આપણે નક્કી કરીએ આપણા ગામ આસપાસ બોરીબંધ બાંધીશું અને પાણી રોકીશું. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં આ સંકલ્પ પુરો કરીશું? કોઈ ખર્ચ નથી. ખાલી ખાતર-સિમેન્ટની થેલીઓ ભેગી કરી માટી ભરીને ગોઠવી દેવાની. પાણી રોકાઈને જમીનમાં જાય એટલે તળ ઉંચા આવશે. આપણે 1 લાખ ખેત તલાવડી બનાવવા અભિયાન કર્યું હતું. ખેતરના એક ખૂણામાં જેટલી જગ્યા હોય એટલી જગ્યામાં ખોદકામ કરીને તલાવડી બનાવીએ.

  75 ખેડૂતો નક્કી કરે કે આ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. એક તસુભર પણ કેમિકલ નાંખીશું નહીં. આ ધરતી આપણી માતા છે એ માતાને ઝેર પીવડાવી પીવડાવીને આપણે દુઃખી કરી રહ્યા છીએ. આ ધરતીમાતાને બચાવવી એ આપણી જવાબદારી છે. યુરિયા ખાતર નાંખીએ તો માતાને પીડા થાય છે. આપણી માતાને પીડામાંથી મુક્ત કરવી જવાબદારી સંતાનની છે. પૈસા પણ બચશે અને ખેતરની પણ રક્ષા થશે.  પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ
  હું ગામડાંના પ્રતિનિધિઓને લાખ લાખ અભિનંદન આપું છું. આપણા નાના ખેડૂતે કામમાં કોઈ પાછી પાનીના ના કરી અને ભારતનો અન્નનો ભંડાર ભરવા માટે હું આભાર માનું છું. અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદભાગ્ય છે કે, દેશના લોકોને ખબર નહીં, ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે. બાળપણમાં સર્વોદય પ્રવૃત્તિ સાથે જોડાયેલા દ્વારકાદાસ જોશી પાસેથી વાતો સાંભળતો હતો.

  PM મોદીએ કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો?
  વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં લોકો આમને સામને ન આવે પણ ગામડાંની ચૂંટણીમાં લોકો સામ સામે આવે છે. ઘણીવાર તો દીકરી પાછી આવે કારણ કે ચૂંટણીમાં સામ સામે હતા. વેરના વાવેતર થઈ જતા હતા. વિનોબાભાવે કહેતા ગામડાંઓમાં મળીને પ્રતિનિધિ નક્કી કરવામાં આવે. નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું. કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે. ગામની શાળા શરૂ થઈ હશે તેનું લખાણ હશે ક્યારે શરૂ થઈ તેનું. દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવી શકીએ? શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની પ્રાણશક્તિ છે.  નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું. કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે. ગામની શાળા શરૂ થઈ હશે તેનું લખાણ હશે ક્યારે શરૂ થઈ તેનું. દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવી શકીએ? શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની પ્રાણશક્તિ છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ શાકભાજી ખરીદી કરતી મહિલા સાથે જીમ ટ્રેનરે કર્યાં અડપલાં, આવી રીતે ભણાવ્યો પાઠ

  આઝાદીના અમૃતોત્સવ અંતર્ગત ઓગસ્ટ 2023 સુધીમાં 75 કાર્યક્રમો કરી શકીએ? 75 પ્રભાત ફેરી કરીએ. અવાજ કેમ આવતો નથી આવું ચાલે? ગામ આખું ભેગું થઈને નક્કી કરે આઝાદીના 75 વર્ષે ગામમાં એક જગ્યા શોધીને ત્યાં 75 ઝાડ વાવીએ.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું મારી નહીં તો કોઈની નહીં', ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવી પ્રેમિકાની હત્યાની ઘટના

  લોક તંત્રના મૂળ મજબૂત કરતા પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કાર. અહીં આવીને પંચાયતથી પાર્લામેન્ટના દર્શન થયા. આ બાપુની ધરતી છે, આ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આત્મનિર્ભર ગામની વાત, સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહી છે. એટલે જ્યારે આઝાદીના અમૃતકાળમાં છીએ ત્યારે પૂજ્ય બાપુના સપના માટે આપણે પ્રતિબદ્ધ છીએ. ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું. લોકતંત્રની શક્તિ પણ ગ્રામ તંત્રમાં જોતા હતા.
  Published by:ankit patel
  First published:

  Tags: Ahmedabad news, Gujarati news, PM Modi speech

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन