અમૂલ ડેરીના 1000 કરોડના વિવિધ અત્યાધુનિક પ્લાન્ટનું PM મોદી કરશે લોકાર્પણ

News18 Gujarati
Updated: September 29, 2018, 4:44 PM IST
અમૂલ ડેરીના 1000 કરોડના વિવિધ અત્યાધુનિક પ્લાન્ટનું PM મોદી કરશે લોકાર્પણ
રવિવારે આણંદના મોગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમૂલ ડેરીના રૂપિયા 1120 કરોડના વિવિધ છ નૂતન પ્રકલ્પોનું લોકાર્પણ કરશે.

રવિવારે આણંદના મોગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમૂલ ડેરીના રૂપિયા 1120 કરોડના વિવિધ છ નૂતન પ્રકલ્પોનું લોકાર્પણ કરશે.

  • Share this:
ઘનશ્યામ પટેલ, આણંદ

રવિવારે આણંદના મોગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમૂલ ડેરીના રૂપિયા 1120 કરોડના વિવિધ છ નૂતન પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. અમૂલના આ નૂતન પ્રોજેકટોથી રાજયના દૂધ ઉત્પાદકોને રૂપિયા 1500 કરોડની વધુ આવક થશે. વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા સહિત જિલ્લા બહારની પોલીસને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે સવારે ૯-૩૦ કલાકે અમૂલ ડેરીના મોગર સ્થિત અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટીક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ અમુલના અત્યાધુનિક નવનિર્મિત ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ કરી ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લેશે. ત્યારબાદ અહીં એક રેલીને પણ મોદી સંબોધન કરશે. સંબોધન કર્યા બાદ તેઓ કચ્છના અંજાર અને ત્યાંથી રાજકોટ જશે.

વડાપ્રધાનની રેલીને લઇને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે


આણંદ સ્થિત અમૂલ ડેરીમાં રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, તથા રૂપિયા ૪૫૦ કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે અમૂલ ફેડ ડેરીના મિલ્ક પાવડર પ્લાન્ટ, ઘી અને માખણ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. જયારે વિદ્યા ડેરી ખાતે રૂપિયા ૨૦ કરોડના ખર્ચે સ્ટેટ ઓફ આર્ટ સંપૂર્ણ ઓટોમેટીક આઇસ્ક્રીમ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પીએમ મોદી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇન્કુબેશન સેન્ટર-કમ-સેન્ટર ઓફ એકસલન્સ ઇન ફુડ પ્રોસેસીંગ ફોર પ્રમોટીંગ એન્ટરપ્રિનોયર્સ એન્ડ સ્ટાર્ટ અપનું ઉદ્દઘાટન કરશે. તેમજ અમુલ ડેરી દ્વારા રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે અમૂલ મિલ્ક પ્રોસેસીંગ, વિસ્તરણ, પેકેજીંગ, બટર મેન્યુફેકચરીંગ તથા રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે ખાત્રજ ખાતે અમૂલ ચીઝ પ્લાન્ટ, પશ્ચિમ બંગાળના કોલકત્તા ખાતે રોજના ૧૫ લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતા રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા પ્લાન્ટનો શિલાન્યાસ સભા મંડપ ખાતેથી પીએમ મોદીના હસ્તે સ્ટેજ પરથી કરાશે.
First published: September 29, 2018, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading