Home /News /madhya-gujarat /સરકાર સાથેની વાતચીત બાદ પ્રાથમિક શિક્ષકોની હડતાળ સમેટાઇ

સરકાર સાથેની વાતચીત બાદ પ્રાથમિક શિક્ષકોની હડતાળ સમેટાઇ

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઇલ તસવીર

સરકારે તેમની માંગણી સંતોષવાની ખાતરી આપી છે.

    ગાંધીનગર : શિક્ષકો અને એસટી કર્મીઓનાં વિરોધને નાથવા માટે રાજ્ય સરકારે એક કમિટીની રચના કરી છે. જેમાં નીતિન પટેલની સાથે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી ફળદુનો સમાવેશ થાય છે. આ કમિટીએ પ્રાથમિક શિક્ષકોનાં નેતાઓ સાથે વાતચીત કર્યા પછી તેમની હડતાળ સમેટાઇ ગઇ છે. સરકારે તેમની માંગણી સંતોષવાની ખાતરી આપી છે. મહત્વનું છે કે પ્રાથમિક શિક્ષણ સંઘનાં નેતા દિગ્વિજયસિંહ જાડેજાએ બેઠક બાદ CL અને હડતાળનો કાર્યક્રમ પરત ખેંચ્યો છે.

    પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સાથે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બાદ તેમને નિવેદન આપ્યું છે કે, 'સરકારે અમને ખાતરી આપી છે કે બધા પ્રશ્નોનો ઉકેલ આવશે. સરકાર સકારાત્મક છે.'

    આ પણ વાંચો: કોંગ્રેસેનું શિક્ષકોને ખુલ્લુ સમર્થન, કહ્યું 'જ્યાં સુધી સરકાર નહીં સાંભળે ત્યાં સુધી અમે સાથે'

    આ પહેલા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, 'આ મુદ્દે સરકાર સકારાત્મક છે. કોઇપણ માંગનો તરત જ ઉકેલ ન આવે. થોડા સમય માટે ધીરજ રાખવી જોઇએ. ફરીથી બેસીશું આ વાત પર ચર્ચા કરીશું. સરકારનું હંમેશા વલણ રહ્યું છે કે કોઇપણ મુદ્દે સંઘર્ષથી નહીં પરંતુ સંવાદથી વાત કરવી જોઇએ. આ લોકો સાથે બેસીને યોગ્ય સમયે યોગ્ય નિરાકરણ આપણે લાવીશું. એકાદ-બે દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ આવે તે શક્ય નથી કારણ કે રાજ્ય સરકાર પર મોટું ભારણ આવે તેવી સ્થિતિ થશે.'

    નોંધનીય છે કે આજે સવારથી ગાંધીનગરમાં રાજ્યભરમાંથી શિક્ષકોનાં આવવાનો સિલસિલો શરૂ થઇ ગયો હતો. સવારથી જ પોલીસ પણ વિવિધ શહેરોમાંથી શિક્ષકોને ગાંધીનગર આવતા અટકાવવા માટે તેમની અટકાયત કરી રહી હતી. સવારથી વિવિધ જગ્યાએથી આશરે 1000 જેટલા શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરમાં સવારથી જ પોલીસનો મસમોટો કાફલો પણ સઘન સુરક્ષા માટે તહેનાત કરી દીધો હતો.

    તસવીરોમાં જુઓ ગાંધીનગરમાં કેવો હતો શિક્ષકોનાં વિરોધનો માહોલ
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bhupendrasinh chudasma, GSEB, Vijay Rupani, ગાંધીનગર`, ગુજરાત, હડતાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन