Home /News /madhya-gujarat /

કોરોનાની આડમાં લૂંટ : જાણો સસ્તું શાકભાજી કેવી રીતે લોકો સુધી પહોંચતા મોંઘું થાય છે?

કોરોનાની આડમાં લૂંટ : જાણો સસ્તું શાકભાજી કેવી રીતે લોકો સુધી પહોંચતા મોંઘું થાય છે?

શાકભાજીના વિક્રેતા.

બજારોમાં શાકભાજીની આવક અને પૂરતો જથ્થો હોવા છતાં કોરોનાની આડમાં રીટેલના શાકભાજીવાળા ગ્રાહકો પાસેથી લૂંટ ચલાવી રહ્યા છે.

અમદાવાદ : કોરોના વાયરસના વધતા કેસની આડમાં શાકભાજીના રીટેલ વેપારીઓ દ્વારા લૂંટ ચલાવતી હોવાનુ સામે આવ્યું છે. ખેડૂતો પાસેથી હૉલસેલના વેપારીઓ અને હોલસેલમાંથી રીટેલ સુધી સસ્તું પહોંચતું શાકભાજી ગ્રાહકો સુધી પહોંચતા 3-4 ગણું મોંઘું થઈ જાય છે. બજારોમાં શાકભાજીની આવક અને પૂરતો જથ્થો હોવા છતાં કોરોનાની આડમાં રીટેલના શાકભાજીવાળા ગ્રાહકો પાસેથી લૂંટ ચલાવી રહ્યા છે.

અમદાવાદના જમાલપુર એપીએમસીના શાકભાજીના હૉલસેલના વેપારી અહેમદ પટેલ કહે છે કે, "રાજ્યમાં શાકભાજીની પૂરતી આવક છે. મોટાભાગનું શાકભાજી સસ્તું છે. કારણ કે હાલ ઉનાળાની સિઝન છે જેથી લોકો શાકભાજી ઓછું ખાય છે. સાથે જ હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ હોવાને કારણે રાજ્યના 40 ટકા વિસ્તાર એવા છે જ્યાં શાકભાજી પહોંચતું નથી અથવા ઓછું પહોંચે છે."

આ પણ વાંચો :  અમદાવાદ : લૉકડાઉનમાં સૂમસામ બનેલા બ્રિજ પર સૂતા સૂતા યુવતીએ બનાવ્યો TikTok વીડિયો

અન્ય શાકભાજીના હૉલસેલના વેપારી સંજય નૈનાની જણાવે છે કે, "લૉકડાઉન 4 શરૂ થયું તે પહેલાં શાકભાજી મોંઘું મળતું હતું. પણ હાલમાં શાકભાજી ખૂબ જ સસ્તું છે, કારણ કે ખેડૂતો પાસે માલનો ભરાવો થઈ ગયો છે. તેઓ માલ વેચીને પૈસા છૂટા કરવા માંગે છે. જેથી મોટાભાગના શાકભાજીના ભાવ હોલસેલમાં 20 થી 25 રૂપિયા કિલો છે. પણ રીટેલ ભાવ વેપારીઓ વધુ લઈ રહ્યા છે.  જે માટે તેઓએ દૂર સુધી શાકભાજી લેવા આવવું આખો દિવસ તડકામાં ઊભા રહેવું અને શાકભાજી ખરીદવા મજૂરોને પૈસા આપવા પડતા હોવાથી ભાવ વધારે છે."

શાકભાજીનો હૉલસેલ ભાવ

ગવાર-------------12 થી 15 રૂપિયે કિલો



ભીંડા------------ 15 રૂપિયે કિલો
મરચા------------ 15 થી 20 રૂપિયે કિલો
ગીલોડા-----------20 થી 25 રૂપિયે કિલો
દેશી કેરી----------13 થી 15 રૂપિયે કિલો
રાજા પુરી----------22 થી 25 રૂપિયે કિલો
દૂધી--------------- 8 થી 10 રૂપિયે કિલો
કોબી------------- 5 થી 7 રૂપિયે કિલો
ફલાવર------------ 25 થી 30 રૂપિયે કિલો
કોથમીર-----------35 થી 40 રૂપિયે કિલો
લિંબુ-------------- 35 થી 45 રૂપિયે કિલો
ટામેટા------------ 8 થી 12 રૂપિયે કિલો

આ પણ વાંચો : ઇટાલીનું એ શહેર, જેની આખી વસ્તી રાતોરાત પથ્થરની બની ગઈ હતી!

મહત્વનું છે કે કોરોના વાયરસ કેસ વધતા સરકાર દ્વારા લૉકડાઉન જાહેર કરાયું છે. જેના પગલે જમાલપુર એપીએમસીમાં ભીડ વધતા તેને જેતલપુર ખસેડવામાં આવી હતી. ત્યારબાદ જેતલપુરમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા તંત્ર દ્વારા શહેરના વસ્ત્રાપુર, રિવરફ્રન્ટ, વસ્ત્રાલ અને ગીતામંદિર વિસ્તાર એમ ચાર અલગ અલગ જગ્યાએ હૉલસેલના વેપારીઓને શાકભાજી વેચાણની વ્યવસ્થા કરી છે. પણ સરવાળે તો લોકો સુધી શાકભાજી મોંઘું જ પહોંચી રહ્યું છે તે એક કડવું સત્ય છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, Lockdown, Vegetable

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन