દિવાળીએ રડાવી શકે છે ડુંગળી-બટેટાનો ભાવ વધારો, આ કારણોસર આવી કિંમતોમાં તેજી

News18 Gujarati
Updated: October 21, 2020, 2:35 PM IST
દિવાળીએ રડાવી શકે છે ડુંગળી-બટેટાનો ભાવ વધારો, આ કારણોસર આવી કિંમતોમાં તેજી
પ્રતિકાત્મક તસવીર

બે દિવસ પહેલા હિમતનગરમાં 50 રૂપિયાના અઢી કિલો બટાટા મળતા હતા જોકે, બે દિવસમાં જ આ ભાવ હવે 90 રૂપિયે પહોચી ગયો

  • Share this:
મંદીના માહોલ વચ્ચે હવે ગૃહિણીઓને જાણે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના આસમાને આંબતા ભાવ વચ્ચે હવે ગરીબોના ઘરના કાયમી નીનાસી એવા બટાટા-ડુંગળીના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. જેને લઈને મધ્યમ વર્ગના લોકોના હળવા થઇ ગયેલા ખિસ્સા હવે ખાલી થઇ રહ્યા છે. બળતા માધ્યમ વર્ગ તો ઠીક પણ ગરીબ વર્ગ પણ તોબા પોકારી ઉઠ્યા છે.એક સમયે ભાવ નાં મળતા જે બટાટા રસ્તા પર ફેંકી દેવાતા હતા એ બટાટા આજે ગણી ગણીને વાપરવાનો વારો આવ્યો છે.

બે દિવસ પહેલા હિમતનગરમાં 50 રૂપિયાના અઢી કિલો બટાટા મળતા હતા. જો કે બે દિવસમાં જ આ ભાવ હવે 90 રૂપિયે પહોચી ગયો છે. એક કિલોના 40 રૂપિયે બટાટા વેચાઈ રહયા છે. ત્યારે બીજી બાજુ વેપારીઓનું માનીએ તો બજારમાં બટાટા-ડુંગળીની કૃતિમ અછત ઉભી કરાઈ છે અને એના કારણે આ બાવ વધ્યા છે. બાકી કોલ્ડ સ્ટોરેજોમાં બટાટા જથ્થાબંધ પડ્યા છે.

આ પણ વાંચો :  જેતપુર : ભરબજારે 40 લાખના સોનાની લૂંટ, વેપારીની આંખમાં મરચાની ભુકી નાખી ગઠિયા છૂમંતર

ગરીબોના ઘરમાં પાપણ આસાનીથી સુલભ એવા ડુંગળીબટાટા હવે ગરીબોના ઘરમાં દેખ્યા જડતા નથી. ત્યારે સરકારે કળા બજારીયા કરનારાઓને તાકીદે રોકવાની જરૂરીયાત છે. નહિ તો ગરીબો તો દુર મધ્યમ વર્ગીય લોકોને પણ બટાટા ખાવા મોંઘા પડી જશે

નાસિકમાં પ્રતિ ક્વિન્ટલ ભાવ 6802 રૂપિયા પહોંચ્યોહાલમાં ડુંગળીના ભાવ 40-50 રૂપિયા છે. સોમવારે નાસિકમાં સ્થિત દેશની સૌથી મોટા ડુંગળી માર્કેટ લાસલગાંમમાં ડુંગળીનો ભાવ 6802 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી પહોંચી ગયો છે. મળતી માહિતી અનુસાર કાંદાનો ભાવ 100 રૂપિયા ઉપર જઇ શકે છે. દેશની સૌથી મોટી ડુંગળી માર્કેટ મહારાષ્ટ્રના લાસલગામમાં છે. જ્યાં ગયા સોમવારે સારામાં સારા કાંદાનો ભાવ 6802 રૂપિયા થઇ ગયો છે. એક સમાચાર અનુસાર છેલ્લા કેટલાક દિવસમાં મહારાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો હોવાથી ડુંગળીના પાકને નુકસાન થઇ રહ્યું છે, જેના કારણે ભાવ વધવાની શક્યતા વધી જાય છે.

આ પણ વાંચો :  સુરત : 'મમ્મી-પપ્પા, મારા પર લોકોનું પ્રેશર છે, I am Sorry', વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાત

લાસલગામમાં સોમવારે કમાલ પ્રકારની ડુંગળીના ભાવ 6802 રૂપિયા પ્રતિ ક્વિંટલ, સરાસરી કિસ્મના ભાવ 6200 રૂપિયા અને ખરાબ પ્રકારની ડુંગળીના ભાવ 1500 રૂપિયા પ્રતિ ક્વિંટલ દાખલ કરવામાં આવ્યા હતા. જાણકારી પ્રમાણે લાસલગામની મોટી ડુંગળીના વેપારીઓ પર 14 ઓક્ટોબરને ઈનકમ ટેક્સ વિભાગની છાપેમારી થઈ હતી. ત્યારબાદ ડરના કારણે વેપારી માર્કેટમાં આવી રહ્યા છે, પરંતુ સોમવારે વેપારી માર્કેટમાં પહોંચ્યા અને ભાવ વધારો કરવાની જાહેરાત કરી દીધી.
Published by: Jay Mishra
First published: October 21, 2020, 2:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading