અમદાવાદ : નવરાત્રી મહોત્સવમાં ફૂલોની મહેક બની મોંઘી, આ કારણે વધ્યો ભાવ

News18 Gujarati
Updated: October 6, 2019, 3:19 PM IST
અમદાવાદ : નવરાત્રી મહોત્સવમાં ફૂલોની મહેક બની મોંઘી, આ કારણે વધ્યો ભાવ
ફૂલ માર્કેટ

ગુલાબ 250થી 300 રુપિયે કિલો, ગલગોટા 50થી 70 અને સેવંતી 200 રુપિયે કિલો, ભારે વરસાદે ફૂલોનો પાક ધોઈ નાખતા માલની આવક ઘટી.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : નવરાત્રી મહોત્સવ અને તેમાંય આઠમની ઉજવણીમાં શહેરના ફૂલ માર્કેટમા તેજીનો માહોલ જોવા મળ્યો છે. નવરાત્રીની ઉજવણીની સાથે ફૂલોના ભાવમાં વધારો થયો છે. ગુલાબ 250થી 300 રુપિયે કિલો, ગલગોટા 50થી 70 અને સેવંતી 200 રુપિયે કિલો, જ્યારે હઝારીગલનો 20 કિલોના 600 થી 1000 રૂપિયા ભાવ જોવા મળ્યો છે. નવરાત્રી ટાણે જ ફૂલોના ભાવમાં વધારો થતાં ફૂલ બજારમાં તો તેજીનો માહોલ છે પરંતુ આ ભાવ વધારો કેવી રીતે થયો તે પણ એટલુ જ અગત્યનું છે.

ગત વર્ષે ફૂલોમાં ઘરાકી સારી હતી. તેને જોતા ખેડૂતોએ ફૂલોના પાકનું વાવેતર વધારે કર્યું હતું. આંકડા પર નજર કરીએ તો ગત વર્ષની સરખામણીમાં 300થી 400 ટકા પાકનું વાવેતર હતું. પરંતુ ભારે વરસાદના કારણે ઉભા પાક પર વરસાદ થતા પાક ધોવાઈ ગયો હતો અને ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જોકે, ફૂલ બજારના વેપારીઓ માને છે કે અન્ય કોઈ લોકો માટે આ વખતનો વરસાદ ભલે આફત સમાન બન્યો હોય પણ તેમના માટે વરસાદ સુખ રુપ સાબિત થયો છે.માલની આવક ઓછી થઈ એટલે ગત વર્ષની સરખામણીમાં ભાવ પ્રમાણમાં ઓછો રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં ફૂલોના ભાવમાં રૂ. 100નો વધારો થયો છે. તહેવારો આવતાની સાથે ફૂલ માર્કેટમાં તેજી આવી છે. સામાન્ય દિવસોમાં ફૂલોની માંગ તો હોય છે પણ તહેવારોમા પૂજાવિધિ અને શણગાર માટે ફૂલોનો વધુ ઉપયોગ થાય છે. એટલે કે માર્કેટમા ફૂલોની આવક ઓછી અને માંગ વધુ હોવાના કારણે ભાવમાં એકા એક વધારો થયો છે.મહત્વનું છે કે ગુજરાતમાં ફૂલોના પાકનું વાવેતર માત્ર 10થી 20 ટકા જ થાય છે. જ્યારે 80થી 90 ટકા ફૂલોના પાકનું વાવેતર ગુજરાત આસપાસના રાજ્યોમાં થાય છે. તામિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં ફૂલોની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. ગુજરાત બહારના રાજ્યોમાંથી પણ ફૂલોની માંગ રહે છે. પરંતુ આ વખતે ફૂલોનો સપ્લાય ઓછો રહેતા ફૂલોના ભાવ ઊંચકાયા છે.સામાન્ય દિવસોમાં ફૂલોના ભાવ હોય તેના કરતા હાલ ફૂલોનાં ભાવ બેથી ત્રણ ગણા વધી ગયા છે. ફૂલોના ભાવ આસમાને પહોંચતા ફૂલોની મહેક મોંઘી બની છે. સામાન્ય દિવસ કરતા તહેવારોમાં તમામ વસ્તુઓના ભાવ વધી જાય છે અને મોંઘવારીમાં પીસાતી પ્રજાને તહેવારોમા વધારે મોંઘી ચીજ વસ્તુઓ ખરીદવી પડે છે.

First published: October 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading