સ્વાદનો ચટાકો મોંઘો: દશેરા પહેલા જ ફાફડા જલેબીના ભાવ સાતમા આસમાને


Updated: October 22, 2020, 9:56 AM IST
સ્વાદનો ચટાકો મોંઘો: દશેરા પહેલા જ ફાફડા જલેબીના ભાવ સાતમા આસમાને
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં ફરસાણના વેપારીઓની સાથે સાથે મંડપ બાંધીને સ્ટોલ ઊભા કરીને પણ ઘણા લોકો દશેરાના દિવસે ખાસ ફાફડા અને જલેબીનું વેચાણ કરતા હોય છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં દશેરા પર્વ (Dussehra Festival)ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જોકે, આ વખતે કોરોના (Corona Pandemic)ના કારણે રાવણ દહન થવાનું નથી. પણ અમદાવાદના સ્વાદ રસિયાઓ ફાફડા જલેબી (Fafda and Jalebi)ની જયાફત જરૂરથી ઉડાવશે. ત્યારે વિજયાદશમી પહેલા જ ફાફડા જલેબીના ભાવ સાતમા આસમાને છે. કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે ગરબાના આયોજનો અને રાવણ દહન જેવા કાર્યક્રમો કે જ્યાં લોકોની ભીડ એકઠી થતી હોય ત્યાં પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં દશેરાની ઉજવણીના ભાગરૂપે ફાફડા જલેબી આરોગવાનું કલચર છે.

આ વખતે પણ દર વર્ષની જેમ જ લોકો ફાફડા જલેબીની લિજ્જત માણશે. જેને લઈ ફરસાણના વેપારીઓને ત્યાં અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલ ફાફડા 450થી 600 રુપિયે કિલો, જ્યારે ચોખ્ખા ઘીમાં જલેબી 600થી 700 રુપિયે કિલો વેચાઈ રહ્યાં છે. જ્યારે તેલમાં જલેબી 260થી 400 રુપિયા કિલો આસપાસ વેચાણ થઈ રહ્યું છે. જોકે, દશેરાના દિવસે આ ભાવથી પણ વધુ ભાવ લેવાશે તે નક્કી છે.ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં લોકોએ જણાવ્યું કે, દશેરા જેવા તહેવારની ઉજવણીની વાત હોય ત્યારે ક્વોલીટી અને પ્રાઈઝમાં કોઈ બાંધછોડ કરતા નથી. તેમજ ફાફડા જલેબી મોંઘા હોય તો ઓછા ખાવાના પણ જલેબી અને ફાફડા ખાવાના એટલે ખાવાના. ફરસાણના વેપારી રાજેન્દ્રભાઈએ જણાવ્યું કે, દર વર્ષ કરતા આ વખતે પરિસ્થિતિ જુદી છે. કોરોનાના કારણે આ વખતે લોકો આર્થિક સંકડામણમાં છે, પણ લોકો ફાફડા-જલેબી પેટ ભરીને ખાતા હોય છે. આ વર્ષે પણ આવું જ જોવા મળશે.

આ પણ વાંચો: શું ફાફડા-જલેબીના વેચાણ માટે આવશે નવી ગાઈડલાઈન? દશેરાને લઈને તંત્રની કસરત વધી

સામાન્ય રીતે અમદાવાદમાં ફરસાણના વેપારીઓની સાથે મંડપ બાંધીને સ્ટોલ ઊભા કરીને પણ ઘણા લોકો દશેરાના દિવસે ખાસ ફાફડા અને જલેબીનું વેચાણ કરતા હોય છે. એટલે કે અમદાવાદમાં ફરસાણના વેપારીઓ સિવાય અલગથી મંડપ ઉભા થાય તેવા 8થી 10 હજાર સ્ટોલ ફાફડા જલેબીના લાગે છે.આ પણ જુઓ-

દશેરાના પર્વએ અંદાજે કરોડો રુપિયાના લોકો ફાફડા જલેબી આરોગી જતા હોય છે. મહત્ત્વનું છે કે કોરોનાને કારણે ગરબા રસિયાઓને આ વખતે ગરબે ઘૂમવા તો નથી મળ્યું પણ લોકોમાં દશેરાના પર્વની ઉત્સાહભેર ઉજવણી કઈક અલગ જ હોય છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતિક એવા દશેરા પર્વએ લોકો ફાફડા જલેબી આરોગીને તહેવારની ઉજવણી જરૂરથી કરે છે.
Published by: Vinod Zankhaliya
First published: October 22, 2020, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading