Home /News /madhya-gujarat /

પાટીદારોના જેલ ભરો આંદોલનની જાહેરાત બાદ સરકાર દબાણમાં,સોમવારે મંત્રણા

પાટીદારોના જેલ ભરો આંદોલનની જાહેરાત બાદ સરકાર દબાણમાં,સોમવારે મંત્રણા

ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલનને લઇને સમાધાનની વાતો તો થઇ રહી છે પરંતુ પાટીદારોએ જેલ ભરો આંદોલનને લઇને ઉગ્ર કાર્યક્રમો તૈયાર કર્યા છે ત્યારે સરકાર પર ચોક્કસ દબાણ વધી રહ્યું છે. પાટીદારોની સાથે જ હવે ભાજપના નેતાઓ પણ ઇચ્છી રહ્યા છે કે હાર્દીક પટેલ અને તેના સાથીઓને જેલ મુક્ત કરવામાં આવે, જેના કારણે સરકાર ઉપર આ મુદ્દે હવે પાર્ટીની અંદરથી દબાણ ઉભું થઇ રહ્યુ છે. તેમ છતાં સરકારે સોમવારે પાટીદાર અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે જેમાં સમાધાનના મુ્દ્દે વાતચીત થશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

સુરતમાં પાટીદારોના અનામત માટે અને જેલમાં બંધ હાર્દીક  પટેલ અને તેમના સાથીઓ ને જેલ મુક્ત કરવા માટે પાટીદાર સંધે પ્રતિક ઉપવાસ કર્યા હતા, જેમાં ભાજપના પાટીદાર અગ્રણીઓ સહિત ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા અને ભાજપના નેતાઓ પહોચ્યાં. તેઓએ પાટીદારોની માંગો માટે ભાજપ સંમત હોવાની બાંહેધરી આપી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખે સ્વીકાર્યુ કે જે પણ નેતાઓ સુરતના કાર્યક્રમમાં ગયા હતા, તેની જાણ પાર્ટીને છે અને પાર્ટીની અનુમતિથી જ ગયા હતા. મહત્વની વાત તો એ છે કે પ્રદેશ પ્રમુખે દાવો કર્યો કે પાર્ટી ઇચ્છી રહી છે કે સરકાર અને પાટીદારો વચ્ચે સમાધાન થાય, સરકાર હકારાત્મક છે અને સમાધાન થશે તો હાર્દીક અને તેના સાથીઓ જેલમાં થી બહાર આવશે.

વિજય રુપાણીએ જે રીતે કહ્યુ તેનુ મતલબ સાફ છે કે સરકાર સમાધાનની રાહ જોઇ રહી છે. સમાધાન થાય પછીજ હાર્દીક પટેલ અને તેના સાથીઓને જેલમાંથી મુક્તિ મળશે. જો કે સરકાર હજુ પણ ન્યાયિક પ્રક્રિયાનો હવાલો આપીને જેલમાંથી પાટીદારોને મુક્ત કરવાના મુ્દ્દે સ્પષ્ટતા નથી કરી રહી. તેવા સંજોગોમાં પાટીદારો 17 મીએ જેલભરો આંદોલન કરશે  અને તે ઉગ્ર બનશે તે સ્વાભાવિક છે. જો કે હજુ પણ સરકાર આશા રાખી રહી છે કે સમાધાનની વાત ચાલી રહી છે ત્યારે જેલભરો આંદોલન મોકૂફ રાખવામાં આવે અને સમાધાની વાત આગળ વધે. પણ પાટીદારો સરકારની અપીલ સાંભળે તેવી શક્યતા નહિવત છે.

આમ જે રીતે સરકાર અને સંગઠનમાં પાટીદારોને લઇને એક સુત્રતાનો અભાવ દેખાય છે, તેના કારણે જ આ મામલો સમાધાનના એરણે નથી ચઢી રહ્યો તેમ પણ પાર્ટીના કેટલાક નેતાઓ માની રહ્યા છે. જો કે સરકાર પોતાના સમાધાન ફોર્મ્યુલા ઉપર સમાધાન ઇચ્છે છે, જે પાસ અને એસપીજીને માન્ય નથી. ત્યારે ભાજપના નેતાઓ ઇચ્છી રહ્યા છે કે જો આ વખતે સમાધાનનું સુખદ પરિણામ નહી આવે તો પાર્ટીને 2017માં વધુ નુકસાન થશે. જો કે પાટીદારોના જેલભરો આંદોલન પર જ અત્યારે સરકારની નજર છે.

ફાઇલ તસવીર
First published:

Tags: અનામત આંદોલન, કોંગ્રેસ, પાટીદાર આંદોલન, ભાજપ, રાજકારણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन