Home /News /madhya-gujarat /

President Gujarat visit: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાત, આવો છે કાર્યક્રમ

President Gujarat visit: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાત, આવો છે કાર્યક્રમ

ફાઈલ તસવીર

Gujarat latest news: આગામી 9 અને 10 એપ્રિલએ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે નેશનલ જ્યુડિશિયલ કોંફરન્સ યોજાઈ રહી છે જેમાં તેઓ હાજર રહેશે

અમદાવાદ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath kovid) ફરી ગુજરાત આવી રહ્યા છે. આગામી 9 અને 10 એપ્રિલએ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે નેશનલ જ્યુડિશિયલ કોંફરન્સ યોજાઈ રહી છે જેમાં તેઓ હાજર રહેશે. ગુજરાત હાઇકોર્ટના (Gujarat highcourt) મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર અને હાઈકોર્ટના ન્યાયાધીશઓની માર્ગદર્શન અન્વયે રાષ્ટ્રીય જ્યુડીશિયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા 9 અને 10  એપ્રિલના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સિટી ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણાએ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારત સરકારના કાયદા અને ન્યાયના મંત્રી કિરણ રિજિજુ અને  જસ્ટિસ  એલ . નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ . અબ્દુલ નઝીર, જસ્ટીસ એમ.આર.શાહ, જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ બેલા એમ . ત્રિવેદી - સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશઓ પણ આ કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિત રહેશે.

તેઓ વિવિધ વિષય ઉપર પોતાના અનુભવ અને વિચારો રજૂ કરશે.  ગુજરાત રાજ્યના કાયદા અને ન્યાય વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહેશે. 9 એપ્રિલના રોજ મિડીએશન વિષય પર ત્રણ સત્રો યોજાશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું મને ગમત નથી, હું મારી પ્રેમિકા સાથે સબંધ ચાલુ રાખીશ,' પતિએ પત્નીના લાખ્ખો રૂપિયા ઉડાવ્યા

જ્યારે 10 એપ્રિલએ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિષય પર બે સત્રો યોજાશે. ડૉ . જસ્ટિસ ડી . વાય . ચંદ્રચુડ , ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને ભારતની સર્વોચ્ચ અદાલતની ઈ - કમિટીના અધ્યક્ષ ' ફ્યુચર ઑફ જસ્ટિસ - ટેકનોલોજી અને જ્યુડીશિયરી વિષય પર કોન્ફરન્સના બીજા દિવસે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું નોકરી કરે છે તો સમાજવાળા ખરાબ વાતો કરે છે,' પરિણીતા પર સાસરિયાઓનો અસહ્ય ત્રાસ

કોર્ટ સાથે જોડાયેલી મિડીએશન સંબંધિત પાસાઓને પણ આવરી લેવામાં આવશે. કોવિડ -19 મહામારી પછીની આ સૌથી મોટી કોંફરન્સ છે. કોન્ફરન્સની કાર્યવાહીનું ગુજરાત હાઈકોર્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ કરાશે. આ કોન્ફરન્સના વિષયો મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો સાથે પરામર્શ કરીને પસંદ કરવામાં આવ્યા છે.
Published by:ankit patel
First published:

આગામી સમાચાર