રાષ્ટ્રપતિ કોવિંદ PM મોદીનાં માતાને મળ્યા, હીરાબાએ ભેટમાં ચરખો આપ્યો

News18 Gujarati
Updated: October 13, 2019, 12:43 PM IST
રાષ્ટ્રપતિ કોવિંદ PM મોદીનાં માતાને મળ્યા, હીરાબાએ ભેટમાં ચરખો આપ્યો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન મોદીના માતા હીરાબા સાથે મુલાકાત કરી.

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath kovind) ગુજરાતનાં (Gujarat) પ્રવાસે આવી પહોચ્યા આવ્યાં છે. આજે સવારે તેઓ ગાંધીનગર નજીક આવેલા રાયસણ ગામ જશે, ત્યાં તેઓ પીએમ મોદીના (PM Narendra Modi) માતા હીરાબાને મળ્યાં છે. પીએમ મોદીની માતા નાનાભાઈ પંકજ મોદી સાથે રહે છે. હીરાબાએ રાષ્ટ્રપતિ કોવિંદને ચરખો ભેટમાં આપ્યો છે. આ ઉપરાંત તેઓ ગાંધીનગર નજીક પ્રસિદ્ધ જૈન મંદિર અને સંગ્રહાલયની પણ મુલાકાત કરશે.

ભવ્ય સ્વાગત કરાયું

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર એ.કે. સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છથી રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા.

કોબા ખાતેના જૈન આરાધના કેન્દ્રના કાર્યક્રમમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ ગાંધીનગર નજીક કોબા ખાતેના જૈન આરાધના કેન્દ્રના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તે મહાવીર જૈન આરાધના કેન્દ્રના આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીજીના આશિર્વાદ લેવા રાયસન નજીક કોબા ગામ જશે. મહાવીર જૈન આરાધના કેન્દ્રના ન્યાસી શ્રીપાલ શાહે જણાવ્યું કે, કોબા સ્થિત કેન્દ્રના પરિસરમાં જૈન મંદિર, પુસ્તકાલય અને એક સંગ્રહાલય છે, જેમાં ભારતીય અને જૈન વિરાસત સાથે જોડાયેલા કેટલાએ લેખોનો સંગ્રહ છે.

આ પણ વાંચો : ગાંધીનગર : શાળાની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો, ગાંધીજીએ આપઘાત કરવા શું કર્યું?બપોર બાદ દિલ્હી જવા રવાના થશે

તેઓએ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કર્યું હતું. 13મીએ રાજભવનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બાદ તેઓ 13મીએ બપોરે તેઓ દિલ્હી રવાના થશે.

First published: October 13, 2019, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading