રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ પહોંચ્યા, PM મોદીની માતાની લેશે મુલાકાત

News18 Gujarati
Updated: October 12, 2019, 6:47 PM IST
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદ પહોંચ્યા, PM મોદીની માતાની લેશે મુલાકાત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

પીએમ મોદીના માતા હીરા બાની મુલાકાત કરશે. પીએમ મોદીની માતા પ્રધાનમંત્રીના નાનાભાઈ પંકજ મોદી સાથે રહે છે.

  • Share this:
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનીવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોચ્યા છે. ગુજરાત મુલાકાત સમયે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરા બાની પણ મુલાકાત કરશે સાથે ગાંધીનગર નજીક પ્રસિદ્ધ જૈન મંદિર અને સંગ્રહાલયની પણ મુલાકાત કરશે.

રાષ્ટ્રપતિના પ્રવાસ કાર્યક્રમ અનુસાર, શનિવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે અને રાજ્યની રાજધાની ગાંધીનગર સ્થિત રાજ ભવનમાં રોકાશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે રવિવારે સવારે પહેલા ગાંધીનગર નજીક આવેલા રાયસન ગામ જશે, ત્યાં તેઓ પીએમ મોદીના માતા હીરા બાની મુલાકાત કરશે. પીએમ મોદીની માતા પ્રધાનમંત્રીના નાનાભાઈ પંકજ મોદી સાથે રહે છે.

તેમણે જણાવ્યું કે, ત્યારબાદ તે મહાવીર જૈન આરાધના કેન્દ્રના આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીજીના આશિર્વાદ લેવા રાયસન નજીક કોબા ગામ જશે. મહાવીર જૈન આરાધના કેન્દ્રના ન્યાસી શ્રીપાલ શાહે જણાવ્યું કે, કોબા સ્થિત કેન્દ્રના પરિસરમાં જૈન મંદિર, પુસ્તકાલય અને એક સંગ્રહાલય છે, જેમાં ભારતીય અને જૈન વિરાસત સાથે જોડાયેલા કેટલાએ લેખોનો સંગ્રહ છે.

શાહે કહ્યું કે, રાષ્ટ્રપતિ લાંબા સમયથી સંગ્રહાલય જોવા માટે ઈચ્છુક હતા. જેથી અમે તેમને 13 ઓક્ટોબરે આમંત્રિત કર્યા છે. રાષ્ટ્રપતિ અમારા આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીજીના પણ આશિર્વાદ લેશે. તેમણે કહ્યું કે, સંગ્રહાલયમાં પાંડુલિપીઓ, પ્રાચિન લેખો, લઘુ ચિત્રો, પ્રાચિન વસ્તુઓ અને મૂર્તિઓ સહિત ગણી અન્ય સામગ્રીઓનો મોટો સંગ્રહ છે.

શાહે કહ્યું કે, અમે અમારી વિરાસતને સંરક્ષિત રાખવાની કોશિસ કરી રહ્યા છીએ અને રાષ્ટ્રપતિ કોવિંદની યાત્રા અમારા પ્રયાસોના વખાણવા લાયક પ્રતિક રૂપે જોવામાં આવી શકે છે.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर