આતંકવાદ સહિતના ગુનાઓને નાથવા ઘડાયેલા ગુજસીટોક બિલને રાષ્ટ્રપતિની મંજૂરી

News18 Gujarati
Updated: November 5, 2019, 5:08 PM IST
આતંકવાદ સહિતના ગુનાઓને નાથવા ઘડાયેલા ગુજસીટોક બિલને રાષ્ટ્રપતિની મંજૂરી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ફાઇલ તસવીર

અગાઉ વખતોવખત આ ખરડાને રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટીલે નામંજૂર કર્યુ હતું.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC)ખરડાને (Bill) રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)એ મંજૂરી આપી છે. ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તાવિત આંતકવાદ વિરોધી બિલ ગુજસીટોક છે. યુ.પી.એ સરકારે આ બિલને 3 વાર નામંજૂર કર્યું હતું. વર્ષ 2015માં કેન્દ્રની એનડીએ સરકારે આ બિલને પાસ કર્યુ હતું ત્યારબાદ આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યું છે. આ બિલને પાસ થવાથી આંતકવાદ વિરોધી પ્રવૃત્તી પર નિયંત્રણ આવશે. આ બિલ મુજબ પકડાઈ જનાર આરોપીને જામીન નહિ મળી શકે. ગુનેગારને આજીવન કારાવાસ અથવા ફાંસીની સજા થઈ શકે છે. આરોપીની કબુલાત જ મુખ્ય સાક્ષી ગણાશે. ગુનેગારને મદદ કરનારને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ બિલમાં 180 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની રહેશે.

આ બિલ પસાર થતાં રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 'રાષ્ટ્રપતિએ આજે ગુજસીટોકને મંજૂરી આપી છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન બિલ મંજૂર થતાં રાજ્યનો 1600 કિ.મી.નો દરિયા કિનારો અને સરહદો સુરક્ષિત થશે. આ કાયદાના માધ્યમથી રાજ્યની પોલીસને વધુ સત્તા મળશે અને રાજ્યને આતંકવાદ સહિતની પ્રવૃતિ સામે લડવા બળ મળશે'

આ પણ વાંચો :  'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, 7મીએ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિ.મીની ઝડપે ટકરાશે

આ ગુનાઓનો નવા કાયદામાં સમાવેશ થશે

ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ જણાવ્યું કે ગુજસીટોકના અમલથી કોન્ટ્રાક્ટ કિલીંગ, ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધીત માલની ચોર કરવી, ગેરકાયદેસર કેફી દ્રવ્યોનું વેચાણ કે હેરાફેરી કરવી, ખંડણી માટે અપહરણ કરવા, નાણા વસૂલવા, નાણાકીય લાભો માટે છેતરામણી પોંજી સ્કિમ અને મલ્ટિલેવર માર્કેટિંગની સ્કિમની છેતરામણી યોજાનાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઈ

આરોપીઓની બિનહિસાબી મિલકતોનો કબજો અને શિક્ષાની જોગવાઈ પણ આ કાયદામાં કરવામાં આવી છે. આ કાયદા હેઠળ જે આરોપીઓ પકડાય તેને સજા સુધી પહોંચાડવા માટે સ્પેશિયલ પ્રોસિક્યૂટર, કે વધારાના પબ્લિક પ્રોસિક્યૂટરની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો :  જયંતિ ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની UPથી ધરપકડ

વિશેષ અદાલત બનશેસ પોલીસ સામે કરેલી કબૂલાત માન્ય ગણાશે

આ કાયદાના કેસો માટે વિશેષ અદાલત બનશે. કાયદામાં સંદેશા વ્યવહારને આંતરીને મેળવેલા પુરાવા માન્ય ગણાશે. ઉપરાંત પોલીસ અધિકારીઓ સામે કરેલી કબૂલાત પણ પુરાવા તરીકે માન્ય ગણાશે. આ ઉપરાંત સાક્ષીઓને પણ આ કાયદા હેઠળ રક્ષણ મળશે, તેમજ આરોપીઓને મિલકત ટાંચમાં લેવાની સત્તા મળશે.

રાજ્ય સરકારના મકોકાને મંજૂરી મળી હતી આજે ગુજસીટોકને મળી

પ્રદિપસિંહે જણાવ્યું અગાઉ આ પ્રકારના કાયદો મહારાષ્ટ્ર સરકારે મકોકાના નામે તૈયાર કર્યો હતો, તેવી જ રીતે આજે ગુજરાત સરકારના ગુજસીટોકને રાષ્ટ્રપતિને મંજૂરી મળતા રાજ્યમાં સંગઠિત ગુનાઓ અને આતંકવાદ વિરોધી પ્રવૃતિની આ કાયદો કમર તોડી નાખશે.

આ પણ વાંચો :  'મહા' વાવાઝોડાનો ખતરો : ઇતિહાસમાં પહેલીવાર સોમનાથ ખાતે યોજાતો કાર્તિકી પૂનમનો મેળો રદ

સી.એમ. રૂપાણીના પ્રયાસો

ગૃહ મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રી વિજય રૂપાણી આંતકવાદી પ્રવૃત્તિઓ તથા સંગઠીત ગુનાઓના નિયંત્રણ માટે સતત ચિંતિત છે. સંગઠીત ગુના ખોરી કે જેને કોઇ રાષ્ટ્રિય સિમાઓ લાગુ પડતી નથી તેને નિવારવા માટે ગુજરાતને આગવો કાયદો મળી રહે તે માટે ગુજરાત સરકારે વિધાનસભામાં કાયદો પસાર કર્યો છે જેને આજે મંજૂરી મળી છે. આ કાયદાના અમલથી સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલીંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ (કપટયુક્ત યોજના) અથવા મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રીત થશે.

First published: November 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading