2019 લોકસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસનો એક્શન પ્લાન તૈયાર, શું છે આ પ્લાનમાં?

News18 Gujarati
Updated: September 27, 2018, 6:30 PM IST
2019 લોકસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસનો એક્શન પ્લાન તૈયાર, શું છે આ પ્લાનમાં?
કોંગ્રેસનું સંપર્ક અભિયાન 2 ઓક્ટોબર 2018થી શરૂ થઇ 19 નવેમ્બર 2018 સુધી ચાલશે.

કોંગ્રેસનું સંપર્ક અભિયાન 2 ઓક્ટોબર 2018થી શરૂ થઇ 19 નવેમ્બર 2018 સુધી ચાલશે.

  • Share this:
ચૂંટણી નજીક આવે છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ જોર શોરથી મતદાતાઓને પોતાની તરફ આકર્ષવાની તૈયારીમાં લાગી જાય છે. 2019માં લોકસભા ચૂંટણી યોજાશે. જેને પગલે ગુજરાત કોંગ્રેસ પણ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાત કોંગ્રેસ માટે અગામી લોકસભા ચૂંટણી માટે એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 2019 લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ મત મેળવવા માગે છે અને તેથી પ્રજાના ઘરે જઇને લોકસંપર્ક કરશે. આ લોક સંપર્ક અભિયાન 2 ઓક્ટોબર 2018થી શરૂ થઇ 19 નવેમ્બર 2018 સુધી ચાલશે.

જેમાં રાષ્ટ્રિય તેમજ રાજ્ય કક્ષાના સ્થાનિક મુદ્દાઓ અંગે પક્ષે તૈયાર કરેલા પ્રચાર સાહિત્યનુ વિતરણ કરવામાં આવશે. એટલું જ નહીં ૧ કરોડ બુથ સહયોગી તૈયાર કરવામાં આવશે, અને દરેક સહયોગીને દરેક બુથના ૨૦-૨૫ પરિવારો સાથે સંપર્કની જવાબદારી સોંપવામાં આવશે. બુથ કક્ષાના કાર્યકરોના સહયોગથી પારદર્શી અને પદ્ધતિસર રીતે પક્ષ માટે ભંડોળ ઉભુ કરશે.

આ બાજુ બીજેપીએ પણ લોકસભા ચૂંટણીને લઈ અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. બીજેપી પણ લોકસભા ચૂંટણીમાં 'Tea-20 ફોર્મ્યૂલા અપનાવવાની છે. આ માટે ભાજપ દ્વારા દરેક કાર્યકર્તાને ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગામી વર્ષ 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં 2014 જેવું પરિણામ ફરી લાવવા માટે બીજેપીએ એક નવી રણનીતિ બનાવી છે. બીજેપી ચૂંટણી પહેલા Tea-20 ફોર્મ્યૂલા અજમાવવા જઈ રહી છે. તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રણનીતિ છે, તો તમને કહી દઈએ કે આ ક્રિકેટની Tea-20ની રણનીતિ નથી, એનો મતલબ કે દરેક કાર્યકર્તા 20 ઘરમાં જઈ ચા પીશે અને મોદી સરકારની ઉપલબ્ધિની જાણકારી તે ઘરના સભ્યોને પણ આપશે.

Tea-20 સિવાય બીજેપીએ દરેક બૂથ દસ યૂથ, નમો એપ સમ્પર્ક પહેલ અને બૂથ ટોલિયો દ્વારા મોદી સરકારની ઉપલબ્ધિને ઘરે ઘરે પહોંચાડવાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. બીજેપીએ પોતાના સાંસદો, ધારાસભ્યો, સ્થાનીક અને બૂથ સ્તરના કાર્યકર્તાઓને પોતાના વિસ્તારોમાં જનતાને સરકારી યોજનાઓની જાણકારી પહોંચાડવા કહ્યું છે.શું છે બીજીપીની Tea-20 ફોર્મ્યૂલા

બીજેપીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, પાર્ટી કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું છે કે, પોતાના વિસ્તારના તમામ ગામમાં જાઓ અને ઓછામાં ઓછા 20 ઘરમાં જઈ ચા પીવો. આ Tea-20 પહેલનો મતલબ જનતા સાથે સીધો સંવાદ કરવાનો છે.

 
First published: September 27, 2018, 6:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading