Howdy Modi ઇવેન્ટમાં વડાપ્રધાનને આવકારવા USમાં ગુજરાતીઓમાં થનગનાટ

News18 Gujarati
Updated: September 21, 2019, 3:29 PM IST
Howdy Modi ઇવેન્ટમાં વડાપ્રધાનને આવકારવા USમાં ગુજરાતીઓમાં થનગનાટ
ત્યાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ 50,000થી વધુ ભારતીય અમેરિકીઓને સંબોધશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)  શુક્રવાર રાતે અમેરિકા (America) રવાના થયા છે. અમેરિકામાં હાઉડી મોદી (Howdy Modi) કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે જ્યાં વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ 50,000થી વધુ ભારતીય અમેરિકીઓને સંબોધશે. ભારતીય સમય પ્રમાણે 22 તારીખે રવિવારનાં રોજ રાતે 11 કલાકે કાર્યક્રમ શરૂ થશે. બીજી બાજુ હ્યુસ્ટનમાં વાવાઝોડું અને વરસાદે સ્થિતિ બગાડી છે. વાવાઝોડાને કારણે 13 કસ્બામાં ઈમરજન્સી જાહેર કરાઇ છે. ભારે વરસાદને કારણે તમામ સ્કૂલ-કોલેજો બંધ કરવામાં આવી છે. પરંતુ ત્યાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

PMને આવકારવા ગુજરાતી ગરબા થશે

CNNનાં એક્ઝિક્યુટીવ એડિટર ભુપેન્દ્ર ચૌબે હ્યુસ્ટનમાં આ કાર્યક્રમ માટે ગયા છે. તેમે આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ અંગે કહ્યું કે, 'આ ઇવેન્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત 50થી વધુ અમેરિકાના સેનેટર્સ, ગવર્નર અને મોટા નેતાઓ પણ સામેલ થવાની આશા છે. રિપબ્લિકન પાર્ટીના સૌથી મોટા ચહેરાના રૂપમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે, તો બીજી તરફ ડેમોક્રેટિક તરફથી હિલેરી ક્લિન્ટન પણ આવી શકે છે. આ સાથે મોટી સંખ્યામાં ભારતીય અમેરિકીઓ પણ હાજર રહેશે. સ્વતંત્ર ભારતમાં આવું પ્રથમ વખત થશે કે આપણા વડાપ્રધાન સાથે અમેરિકાનાં રાષ્ટ્રપતિ એક જાહેર કાર્યક્રમમાં સાથે આવશે. કેટલાક લોકોનું માનવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને એવું લાગે છે કે જો મોદી સાથે જોડાયેલા રહીશું તો અમેરિકામાં વસતા ભારતીયોનું સમર્થન તેમને મળશે. ઘણાં ગુજરાતીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે તો કેટલાક ભારતીયો વડાપ્રધાનને આવકારવા માટે ગુજરાતી ગરબા પણ કરશે. ભારતીયો માટે આ ઘણાં જ ગર્વની વાત છે.'

આ પણ વાંચો : ભારત-અમેરિકા શાંતિપૂર્ણ અને સ્થિર દુનિયાના નિર્માણમાં યોગદાન આપી શકે છે : PM મોદી

શું છે Howdy Modi?

'Howdy Modi' એક કોમ્યુનિટી ઇવેન્ટ છે. ટેક્સાસ ઈન્ડિયા ફોરમ (TIF) વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ ઇવેન્ટ આયોજિત કરી રહ્યું છે. 22 સપ્ટેમ્બર (રવિવારે) હ્યૂસ્ટનના એનઆરસી સ્ટેડિયમમાં સવારે 10 વાગ્યે તેનું આયોજન કરવામાં આવ્યું છે. Howdy શબ્દ અંગ્રેજી શબ્દ How Do You Doનું શોર્ટ ફોર્મ છે. સાઉથ વેસ્ટ યુએસમાં આ શબ્દ ખૂબ પ્રચલિત છે. 'Howdy Modi' પોપ બાદ અમેરિકામાં કોઈ વિદેશી નેતા માટે આયોજિત થનારો સૌથી મોટી કાર્યક્રમ સાબિત થઈ શકે છે. TIF આ ઇવેન્ટમાં ભાગ લેનારા લોકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ શરૂ થઇ ચૂક્યું છે. એક હજારથી વધુ સ્વયંસેવકો અને 650 વેલકમ પાર્ટનરો આ કાર્યક્રમની તૈયારીમાં લાગ્યા છે.આ પણ વાંચો : PM મોદી સાથે બેઠક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ ઇમરાન ખાન સાથે મુલાકાત કરશે

ટ્રમ્પ મહત્વની જાહેરાત કરી શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ સંકેત આપ્યા છે કે તેઓ રવિવારે હ્યૂસ્ટનમાં યોજાનારા હાઉડી મોદી (Howdy Modi) ઇવેન્ટમાં ભારત માટે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સાથે 50,000 ભારતીય-અમેરિકો (Indian-Americans)ને સંબોધિત કરશે. અમેરિકામાં આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે. 'Howdy Modi' ઇવેન્ટમાં ભાગ લેવા માટે 8,000 લોકો હજુ પણ વેઇટિંગ લિસ્ટમાં છે. આવું પહેલીવાર થશે કે યૂએસમાં કોઈ વિદેશી વડાપ્રધાન એક સાથે હજારો ઇન્ડો-અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે.
First published: September 21, 2019, 9:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading