Vibrant Gujarat-2019ની તૈયારીઓ શરૂ: રૂપાણી આવતીકાલે દિલ્હીમાં

News18 Gujarati
Updated: November 15, 2018, 1:57 PM IST
Vibrant Gujarat-2019ની તૈયારીઓ શરૂ: રૂપાણી આવતીકાલે દિલ્હીમાં
પ્રતિકાત્મક તસવીર

શુક્રવારે વિજય રૂપાણી દિલ્હીમાં વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૧૯ની વિશેષતાઓ અંગે રોડ-શૉ અને વેપાર-ઊદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજશે

  • Share this:
આવતીકાલે એટલે કે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૧૯ની વિશેષતાઓ અંગે રોડ-શૉ અને વેપાર-ઊદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. તેઓ વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો સાથે બેઠકો પણ યોજશે. વાયબ્રન્ટ ગુજરાત-2019નો આ કર્ટન રેઇઝર કાર્યક્રમ હશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે શુક્રવારે નવી દિલ્હીની હોટલ તાજ પેલેસમાં સવારે ૯ થી ૧ દરમ્યાન ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો – અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ સંદર્ભે બેઠકો યોજશે.

વિજય રૂપાણી આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ ગુજરાતની વૈશ્વિક ફલક પર વિકસી રહેલી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશનની પ્રતિભા સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરવાના છે.

મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ ગુરૂવારે સાંજે મળશે અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૧૯ વિષયક પ્રસ્તુતિ કર્ટન રેઇઝર તહેત કરશે.

આ બેઠકોમાં ભારત સરકારના વિદેશ, ઊદ્યોગ તથા અન્ય મંત્રાલયોના વરિષ્ઠ સચિવો મુખ્ય સચિવ. ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ, સચિવ અશ્વિનીકુમાર, ઊદ્યોગ કમિશનર મમતા વર્મા અને ગુજરાત સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રીશ્રી શુક્રવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે.

 
First published: November 15, 2018, 1:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading