Home /News /madhya-gujarat /

શું છે ત્રણ Tનો એક્શન પ્લાન? Omicron virusને ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગની રણનીતિ

શું છે ત્રણ Tનો એક્શન પ્લાન? Omicron virusને ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગની રણનીતિ

પ્રતિકાત્મક તસવીર

Gujarat Omicron update: દેશોમાંથી આવતા મુસાફરો (Passengers) જો ઓમીક્રોન (Omicron) સંક્રમિત હોય તો આ કેસો ઝડપથી ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે ત્રણ Tનો એકશન પ્લાન (t section plan of omicron) હાથ ધર્યો છે.

અમદાવાદ: આમ તો કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોન (coronavirus new variant omicron) વિશ્વભરના દેશોને હંફાવી રહ્યો છે અને હવે ગુજરાતમાં (Omicron in Gujarat) પણ જામનગરમાં તેના (Jamnagar news) કેસ નોંધાઇ ચુક્યા છે. આ ઓમીક્રોનના કેસ ન વધે અને અન્ય દેશોમાંથી આવતા મુસાફરો (Passengers) જો ઓમીક્રોન (Omicron) સંક્રમિત હોય તો આ કેસો ઝડપથી ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે ત્રણ Tનો એકશન પ્લાન હાથ ધર્યો છે. શુ છે એ ત્રણ Tનો કોન્સેપટ અને કેવીરીતે આરોગ્ય તંત્રને અપાવશે સફળતા આવો જાણીએ.

ઓમીક્રોનને (Omicron) મ્હાત આપવા અને લોકોને સંક્રમણથી બચાવવા આરોગ્ય વિભાગ (health department) ત્રણ Tના કોન્સેપટ સાથે આગળ વધી રહ્યું છે. ત્રણ T એટલે કે ટેસ્ટ કરો, ટ્રેસ કરો અને ટ્રીટ કરો. જેથી કરીને આ વેરિયન્ટના કેસ વકરે નહિ. આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં ઓમીક્રોનના દર્દીઓની સારવાર માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે.

ઓમીક્રોનના દર્દીઓને (Omicron patient) આ વોર્ડમાં સારવાર આપવામાં આવશે. આ વેરિયન્ટના દર્દીઓને કોવિડના દર્દીઓથી દુર રાખવાના પણ અનેક કારણો છે. જેમાં આ વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતા વધુ ખતરનાક છે. આ વેરિયન્ટના 32 પ્રકારના મ્યુટેશન છે. આ વેરિયન્ટની અન્ય વેરિયન્ટ કરતા ચેપ લગાડવાની ક્ષમતા વધારે છે.

આ પણ વાંચોઃ-OMG! કારમાં બેઠેલી વૃદ્ધાને આંગળી કરવી યુવકને ભારે પડી, થયો જેલ ભેગો

આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો. રાકેશ જોશી જણાવે છે કે ઓમીક્રોન વાયરસ સામે ત્રણ T ટેસ્ટ કરો, ટ્રેસ કરો અને ટ્રીટ કરોનો કોન્સેપટ આરોગ્ય વિભાગ તરફથી મળ્યો છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ accidentનો વિચલિત કરતો live video, બાઈક ચાલકે સર્જી અકસ્માતની હારમાળા, એકનું મોત

બહારથી આવતા મુસાફરોના જેટલા વધુ ટેસ્ટ થશે તેટલો ઝડપથી આ વાયરસ ટ્રેસ થશે અને એટલા ઝડપથી જ એ દર્દીઓને ટ્રીટ એટલે કે સારવાર આપી સાજા કરી શકાશે. જોકે હાલ જામનગરમાંથી ઓમીક્રોન ના કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ-દર્દનાક Accident! પ્રસંગમાંથી પરત ફરતી બેકાબૂ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ, યુવતી સહિત ત્રણના મોત

અત્યારે કોરોનાના કેસ પ્રમાણમાં ઓછા છે પણ ચિંતા ટળી નથી. લોકોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે. મહત્વનું છે કે આ વેરિયન્ટ બાળકો પર કેવા પ્રકારની અસર કરશે તે હજુ કહી શકાય તેમ નથી જેથી લોકોએ ભીડભડવાળી જગ્યાએ બાળકોને લઈ જવાનું ટાળવા ઉપરાંત વેકસીનના બંને ડોઝ સમયસર લઈ લેવાની તબીબો સલાહ આપી રહ્યા છે.
Published by:ankit patel
First published:

Tags: Gujarati News News, Omicron in Gujarat, Omicron variant

આગામી સમાચાર