સગર્ભાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાયેલી મચ્છરદાની અપાઈ

News18 Gujarati
Updated: August 31, 2019, 6:13 PM IST
સગર્ભાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાયેલી મચ્છરદાની અપાઈ
મચ્છરોનો કરડવાથી અનેક રોગો ઉભા થાય છે ત્યારે, મચ્છારોનો ઉપદ્રવ અટકાવવાને એક ઝુંબેશનું સ્વરૂપ અપાયું છે.

મચ્છરોનો કરડવાથી અનેક રોગો ઉભા થાય છે ત્યારે, મચ્છારોનો ઉપદ્રવ અટકાવવાને એક ઝુંબેશનું સ્વરૂપ અપાયું છે.

  • Share this:
મચ્છરોનો કરડવાથી અનેક રોગો ઉભા થાય છે ત્યારે, મચ્છારોનો ઉપદ્રવ અટકાવવાને એક ઝુંબેશનું સ્વરૂપ અપાયું છે. અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સગર્ભામાતાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાયેલી મચ્છરદાની આપી માતા અને બાળકોને સુરક્ષિત કરવાનો અભિગમ અપનાવાયો છે.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સગર્ભામાતાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાયેલી મચ્છરદાની વિનામુલ્યે આપવાનો કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં યોજવામાં આવ્યો હતો. ધારસભ્ય કનુ પટેલ તથા અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણના પ્રમુખ સ્થાને બાવળા તાલુકાના કાવીઠા તથા સાણંદ તાલુકાના ચેખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ બસ કંડક્ટરના પુત્રને ટીમ ઇન્ડિયામાં મળ્યું સ્થાન, સચિનને કરી ચૂક્યો છે આઉટ

ધારાસભ્ય કનુ પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા થકી જ સ્વાસ્થ્ય સુરક્ષા શક્ય છે. વહીવટી તંત્ર દ્વારા અપાયેલી આ મચ્છરદાની વિશેષ છે મચ્છર તેના પર બેસે એટલે મૃત્યુ પામે છે. વાહકજન્ય રોગોના નિરાકરણ માટેની જિલ્લા આરોગ્ય શાખાની સક્રિય કામગીરીને આ તકે તેઓશ્રીએ બિરદાવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવ દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા વાહકજન્ય રોગ ફેલાવતા મચ્છરોથી બચવા સગર્ભામાતાઓને કીટનાશક ટ્રીટમેન્ટ કરાયેલી મચ્છરદાનીના વપરાશ બાબતે જાણકારી આપવામાં આવી હતી અને આ માટે વાહકજન્ય રોગથી બચવા માટે પણ જનજાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષ મચ્છરજન્ય (વાહકજન્ય) રોગો ન થાય અને અગાઉના વર્ષોની સાપેક્ષમાં ઘટાડો થાય તેવા પ્રયત્નો અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા હાથ ધરાયા છે. જેમાં સર્વેલન્સ, બી.ટી.આઇ કામગીરી, અબેટ કામગીરી, ગપ્પી માછલી મુકવી, પોરાનાશક કામગીરી તથા ફોગીંગ, ચુનાનું ડસ્ટીંગ અને લાંબાગાળાની હવાયુકત મચ્છરદાની પુરી પાડી દરેક ગામોમાં જનજાગૃતિ કેળવવામાં આવી છે. જેના પગલે મચ્છરજન્ય રોગોમાં ધટાડો નોંધાયો છે. ઉપરોક્ત કામગીરીને સતત ચાલુ રાખી, વેગવંતી બનાવી હજુ પણ મચ્છરજન્ય રોગોમાં ધટાડો થાય તેવા પ્રયત્નો જિલ્લા પંચાયત અમદાવાદની શાખા દ્વારા હાથ ધરાયા છે.
First published: August 31, 2019, 6:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading