Home /News /madhya-gujarat /

આનંદો! રાજ્યમાં 10થી 16 જૂન વચ્ચે શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી

આનંદો! રાજ્યમાં 10થી 16 જૂન વચ્ચે શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી

પ્રતિકાત્મક તસવીર

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 10થી 16 જૂનની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે.

    ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યના લોકોને અંગ દઝાડતી ગરમીથી બહુ ટૂંક સમયમાં રાહત મળશે. કેરળમાં 6 જૂનના રોજ ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં પણ 24મી જૂનની આસપાસ ચોમાસું બેસી જશે તેવું અનુમાન હવામાન વિભાગે રજૂ કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 10થી 16 જૂનની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે.

    સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસી ગયાના 15 દિવસમાં ગુજરાતમાં વરસાદની પધરામણી થતી હોય છે, પરંતુ આ વખતે કેરળમાં જ ચોમાસું મોડું બેસતા ગુજરાતમાં ચોસામું મોડું બેસશે. છેલ્લા અમુક વર્ષોનાં આંકડા તપાસીએ તો 2013ના વર્ષમાં 11 જૂનના રોજ ચોમાસું બેસી ગયું હતું. જ્યારે તે પછીના વર્ષે એટલે કે 2014ના વર્ષમાં 13-14ના જૂનના રોજ રાજ્યમાં ચોમાસું બેઠું હતું જે તાજેતરમાં વર્ષોમાં સૌથી મોડું હતું.

    રાજ્યમાં વરસાદની વાત કરવામાં આવે તો આ વર્ષે 26 જૂનથી 4 જુલાઈ વચ્ચે વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. અમદાવાદમાં પણ સમયગાળા દરમિયાન વરસાદ પડી શકે છે.

    ગરથી મળશે રાહત

    આગામી દિવસોમાં એટલે કે 10થી 16 જૂન વચ્ચે અને તે પછી રાજ્યમાં ધીમે ધીમે ભેજનું પ્રમાણે ઘટશે. જેનાથી તાપમાનમાં ક્રમશ: ઘટાડો થશે. છેલ્લા થોડા દિવસોની વાત કરવામાં આવે તો રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડીગ્રીથી ઉપર રહ્યો છે. હવે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે જેનાથી લોકોને ગરમીમાં રાહત રહશે.

    આવી હોય છે ચોમાસાની પેટર્ન

    સામાન્ય રીતે વરસાદની જે સિસ્ટમ સક્રિય થતી હોય છે તેનાથી દેશમાં સૌપ્રથમ કેરળમાં વરસાદનું આગમન થતું હોય છે. ત્યાર બાદ ચોમાસું આગળ વધે છે અને ગોવા અને મુંબઈમાં વરસાદ પડે છે. મુંબઈમાં વરસાદના બીજા અઠવાડિયે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી વરસાદનું આગમન થતું હોય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat rain, IMD, Kerala Monsoon, Monsoon Activity, Pre-Monsoon, ચોમાસુ, દક્ષિણ ગુજરાત, વરસાદ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन