રામ જન્મભૂમિ કેસ : તોગડિયાએ કહ્યું,'ચાર લાખ પૂર્વજોનું સ્વપ્ન પૂરૂં થયું'

News18 Gujarati
Updated: November 9, 2019, 3:23 PM IST
રામ જન્મભૂમિ કેસ : તોગડિયાએ કહ્યું,'ચાર લાખ પૂર્વજોનું  સ્વપ્ન પૂરૂં થયું'
પ્રવિણ તોગડિયાએ કહ્યું કે મારા જેવા અનેક રામ ભક્તોના જીવનનો મહત્ત્વનો તબક્કો પૂર્ણ થયો.

સુપ્રીમ કોર્ટના રામમંદિરના ચુકાદાને એ.એચ.પીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયાએ આવકાર્યો, આ સાથે જ કહ્યું કે 'ગોધરાના 59 હૂતાત્માઓનું પણ સ્વપ્ન પૂર્ણ થયું'

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : સુપ્રીમ કોર્ટ (Suprem Court)ના રામમંદિરના (Ram mandir) ચુકાદાને (Verdict) મોટાભાગના લોકોએ આવકાર્યો છે ત્યારે એ.એચ.પીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયા (Pravin Togadiya)એ પણ આ ચુકાદાને (Ayodhya Verdict) આવકાર્યો હતો. તેમણે જણાવ્યું કે '450 વર્ષ જૂનું ચાર લાખ પૂર્વજોનું 'મંદિર વહીં, મંદિર ભવ્ય' સ્વપ્ન પૂરૂ થયું છે. આ આંદોલનનું નેતૃત્વ કરનારા અશોક સિંઘલ અને રામચંદ્ર પરમહંસ સાથે ગોધરામાં જીવ આપનારા 59 હૂતાત્માનું સ્વપ્ન પૂરું થયું છે.

તોગડિયાએ વધુમાં જણાવ્યું હતું કે 'હિન્દુઓએ આજે સાંજે ઘરે દીવા કરી તેની ઉજવણી કરવા અપીલ કરી હતી. તો સાથે સાથે જેમ બાળક ઘરમાં જન્મે ત્યારે જેમ પેંડા વહોંચાય છે તેમ લોકો એકબીજાનું મોઢું મીઠું કરાવે પણ શાંતિ ન ડહોળાય તેનું ધ્યાન રાખે તેવું તોગડિયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : રામ જન્મભૂમિ કેસ : સંઘના વડા ભાગવતે કહ્યું, 'સાથે મળીને મંદિરનું નિર્માણ કરીશું'

સાથે સાથે જે તે વખતે સવા રૂપિયો આપનારા આઠ કરોડ લોકોનો પણ તેમણે ધન્યવાદ માન્યો હતો. તોગડિયાએ આશા વ્યક્ત કરી કે સરકારને જમીનનો કબજો તો મળી ગયો ત્યારે જીવ આપનારાઓનું તેઓ સન્માન રહે તે ધ્યાનમાં રાખી ટ્રસ્ટની રચના કરી મંદિરનું નિર્માણ કરે.

આ પણ વાંચો :  રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસ, સુપ્રીમ કોર્ટના ચુકાદાના મહત્વના મુદ્દા

મંદિરના મોડલ બાબતે તેમણે કહ્યું કે આ મંદિરની ડિઝાઇન તેમણે બનાવડાવી હતી અને તે ગાડીમાં નાખી કુંભમેળાની ધર્મસંસદમાં લઇ ગયા હતા જ્યાં તેને સ્વીકાર કરાઇ હતી. અને તે માટે જ આઠ કરોડ લોકોએ સવા રૂપિયો આપ્યો હતો. અને હવે તે આધાર પર જ આ મંદિર બને અને સાથે સાથે શીલાઓનો પણ ઉપયોગ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
First published: November 9, 2019, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading