ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે પ્રકાશ શાહ વિજેતા, કોણે આપી ટક્કર


Updated: October 23, 2020, 6:33 PM IST
ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે પ્રકાશ શાહ વિજેતા, કોણે આપી ટક્કર
ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે પ્રકાશ શાહ વિજેતા થયા

આમ તો મોટેભાગે બિનહરીફ યોજાતી ચૂંટણીમાં આ વર્ષે પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું

  • Share this:
અમદાવાદ : ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે પ્રકાશ શાહ વિજેતા થયા છે. મહાત્મા ગાંધીજી જે સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે તે સાહિત્ય પરિષદની ચૂંટણી યોજાઈ. હતી. ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છેડાયો હતો. જેમાં પ્રકાશ શાહ 562 મત મેળવી પ્રમુખ પદ પર વિજેતા જાહેર થયા છે. હરીફ ઉમેદવારોમાં હર્ષદ ત્રિવેદીને 533 તથા હરિકૃષ્ણ પાઠકને 197 મત મળ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ પદ માટેની આ ચૂંટણી દર 3 વર્ષે યોજાય છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની આજે ચૂંટણી યોજાઈ હતી. આમ તો મોટેભાગે બિનહરીફ યોજાતી ચૂંટણીમાં આ વર્ષે પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. જેમાં પ્રકાશ શાહનો વિજય થયો છે. ચૂંટણી અધિકારી પ્રવિણ ત્રિવેદીએ પ્રકાશ શાહના સર્વાધિક 562 મત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો - ગાંધીનગર અને અમદાવાદ ફાયર સેફ્ટીને લઈને સૌથી વધુ બેદરકાર, સરકારના રિપોર્ટમાં થયો ખુલાસો


વિજેતા પ્રમુખ પ્રકાશ શાહે કહ્યું હતું કે કોરોના કાળમાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં સ્થગિત કામોને વેગીલા બનાવવામાં આવશે અને તેની ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. વિજેતા જાહેર થયેલા પ્રકાશ શાહે ગુજરાતમાં સાહિત્ય રસિકો સુધી સાહિત્યની વાત પહોંચે અને વિદ્યાર્થીઓમાં પણ સાહિત્ય વિશેનો રસ કેળવાય તે દિશામાં કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં આ નવા એજન્ડાને આગળ વધારવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રયત્નશીલ રહેશે એવો વિશ્વાસ પણ તેમણ વ્યક્ત કર્યો હતો.
Published by: Ashish Goyal
First published: October 23, 2020, 6:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading