પરેશ ધાનાણીના આક્ષેપ પર પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું- કોંગ્રેસ લઘુમતીઓની આળપંપાળ કરે છે

પરેશ ધાનાણીના આક્ષેપ પર પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું- કોંગ્રેસ લઘુમતીઓની આળપંપાળ કરે છે
પરેશ ધાનાણીના આક્ષેપ પર પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું- કોંગ્રેસ લઘુમતીઓની આળપંપાળ કરે છે

રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાને લઈ તમામ પ્રકારના પ્રકારના પ્રયાસો કરાયા હતા - પ્રદીપસિંહ જાડેજા

  • Share this:
અમદાવાદ : ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નહીં યોજી શકવાને લઈ મહંત દિલિપદાસજીએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. જે બાબતે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જવાબ આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાને લઈ તમામ પ્રકારના પ્રકારના પ્રયાસો કરાયા હતા. ઓરિસ્સાના પુરીમાં જગન્નાથની રથયાત્રા યોજવા માટે શરતોને આધીન મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટ આપેલ ચુકાદા બાદ રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદમાં રથયાત્રા યોજવા બાબતે એડવોકેટ જનરલને રજુઆત કરવા સૂચના આપી હતી. રાજ્ય સરકારે સોગંદનામું કરી ને શરતો ને આધીન રથયાત્રા કાઢવા મંજૂરી માંગી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે મંજૂરી ન આપતા રથયાત્રા થઈ શકી નથી. એનું મને અને મુખ્યપ્રધાન ને દુઃખ છે.

પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા ઓરિસ્સામાં યોજાનાર રથયાત્રાને સ્થગિત કરવામાં આવી હતી અને ગુજરાતમાં પણ કોરોના વાયરસની સ્થિતિના કારણે કેટલાક લોકો દ્વારા યાત્રાને રોકવા અરજી થઈ હતી. જેને હાઈકોર્ટે મંજુર રાખી યાત્રા રોકી હતી. પરંતુ પુરીની યાત્રામાં શરતોને આધીન યાત્રા કરવાની અરજીને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતા ગુજરાતમાં પણ હાઇકોર્ટમાં યાત્રા યોજવા માટે અરજી કરવામાં આવી હતી અને ગૃહ વિભાગ દ્વારા એફિડેવિટ કરી રાજ્યના એડવોકેટ જનરલ દ્વારા યાત્રા ને મંજૂરી મળે તે માટે મોડી રાત સુધી દલીલો કરવામાં આવી હતી. જોકે કોરોના વાયરસની મહામારીના કારણે અમદાવાદ અને ઓરિસ્સાની સ્થિતિ અલગ હતી માટે કોર્ટે અમદાવાદમાં યાત્રા બાબતે મંજૂરી આપી ન હતી.આ પણ વાંચો - અમદાવાદ : ધાનાણીએ રથયાત્રા મામલે કહ્યું, 'ભાજપથી છેતરાયા ખુદ ભગવાન, નકલી હિન્દુત્વનો ચિરાયો નકાબ'

તેમણે વધુમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ અમદાવાદમાં યાત્રાની પૂર્વ સંધ્યાએ મંદિરના મહંત અને ટ્રસ્ટને આશ્વાસન આપ્યું હતું કે જો ઓરિસ્સાને મંજૂરી મળશે તો ગુજરાત સરકાર પણ હાઇકોર્ટમાં પુરા પ્રયત્નો કરશે. અમારા માટે મહંત દિલીપદાસજી પૂજનીય છે હું પોતે પણ મંદિર જાઉં છું ત્યારે ચરણ સ્પર્શ કરું છું. અમદાવાદમાં યાત્રા યોજાય તે બાબતે અમે કોર્ટમાં પણ રજુઆત કરી હતી કે સવારે 10 થી 11 દરમિયાન માત્ર 1 કલાક માં રથયાત્રા પૂર્ણ કરી દેવામાં આવશે. યાત્રા ના સ્થળ પર સંપૂર્ણ કર્ફ્યૂં લગાવી દેવામાં આવશે અને લોકો એકત્ર ન થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવાની બાંહેધરી આપવામાં આવી હતી છતાં કોર્ટ દ્વારા મંજૂરી મળી ન હતી જેના માટે મંદિર ટ્રસ્ટ સાથે મુખ્યમંત્રી અને મને ખુદ ને દુઃખ થયું છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યની બીજેપી સરકાર પર કરેલ આક્ષેપોનો જવાબ આપતા ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે કોંગ્રેસે વર્ષો સુધી માત્ર મતોનું તૃષ્ટીકરણ જ કર્યું છે, ગુજરાતમાં ભાજપની સરકાર 25 વર્ષથી કામ કરી રહી છે જ્યારે કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે. કોંગ્રેસે લઘુમતીઓને પંપાળવાનું જ કામ કર્યું છે. રામ મંદિર બનવા ન દીધું. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના નિવેદન પર કહ્યું હતું કે ટ્રમ્પ ની મુલાકાત સમયે ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ કેસ ન હતો. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને લઈ વિવાદને ડામવા માટે રાજ્ય સરકારે પ્રયાસો કર્યા છે.
Published by:News18 Gujarati
First published:June 24, 2020, 21:27 pm

ટૉપ ન્યૂઝ