અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહના ભરોસે

News18 Gujarati
Updated: September 14, 2019, 10:55 AM IST
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહના ભરોસે
પ્રદીપસિંહ જાડેજા.

પ્રદીપસિંહ જાડેજાના રાજકીય કદમાં વધારો, રાધનપુર અને બાયડ કોંગ્રેસ પાસેથી આચકી લેવાની જવાબદારી સોપવામાં આવી.

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : ગુજરાતમાં 7 વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે. જેમાં ઉત્તર ગુજરાતની રાધનપુર અને બાયડ વિધાનસભા ખૂબ હાઈ-પ્રોફાઈલ (High Profile) રહેશે. કોંગ્રેસ (Congress) છોડી ભાજપમાં જોડાનાર અલ્પેશ ઠાકોર(Alpesh Thakor)ને રાધનપુર બેઠક પરથી હરાવવા સમગ્ર કોંગ્રેસ મેદાનમાં ઉતરશે તેવા ડરથી હવે બાયડ ઉપરાંત રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીની જવાબદારી ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ (Pradipsinh Jadeja)ને આપવામાં આવી છે. આ પહેલ બાયડમાં ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala)ને જીતડવાની જવાબદરી તેમના શિરે હતી.

આગામી સમયમાં રાજ્યની સાત વિધાનસભામાં યોજાનાર પેટા ચૂંટણી જીતવા માટે ભાજપે કમર કસી છે, ત્યારે રાધનપુર (Radhanpur) અને બાયડ (Bayad)સીટ જીતવાની જવાબદારી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને આપવામાં આવી છે. ભાજપ દ્વારા તમામ સીટ પર એક સરકાર અને એક સંગઠનમાંથી નેતાની પસંદગી કરી જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પ્રદીપસિંહ જાડેજાને પહેલા બાયડ વિધાનસભા સીટની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ હવે વધારાની જવાબદારી રૂપે તેમને રાધનપુર બેઠકની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ગત ચૂંટણીમાં આ બંને બેઠક કોંગ્રેસ પાસે હતી. રાધનપુર અને બાયડ બંને એવી બેઠક છે જ્યાં કોંગ્રેસના મતદારો વધારે છે. ભાજપના લાગી રહ્યું છે કે આ બંને બેઠક જીતવા માટે કોંગ્રેસ પોતાનું સંપૂર્ણ જોર લગાવી દેશે.

ધવલસિંહ ઝાલા


આ મામલે મુખ્યમંત્રીના નિવાસ્થાને મળેલી પ્રદેશ ભાજપના મુખ્ય હોદેદારો અને વિધાનસભા ઇન્ચાર્જની બેઠકમાં પેટા ચૂંટણી માટે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું કે તમામ વિધાનસભા સીટ જીતવા માટે સ્થાનિક સાથે અન્ય જીલ્લાના કાર્યકર્તાઓને પણ મેદાને ઉતારવામાં આવશે. નોંધનીય છે કે ચૂંટણી પંચ તરફથી હજુ સુધી પેટા ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. જોકે, ભાજપે તે પહેલા જ તમામ કવાયત શરૂ કરી દીધી છે.

અલેપેશ ઠાકોર (ફાઈલ ફોટો)


વિધાનસભા બેઠક પ્રમાણે વાત કરીએ તો મોરવા હડફ બેઠક માટે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુર જીલ્લાના કાર્યકર્તાઓ, લુણાવાડા બેઠક પર ખેડા, મહીસાગર અને આણંદ જીલ્લાના કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવશે.
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ફાઇલ તસવીર


બાયડ વિધાનસભા સીટ માટે અરવલ્લી, સાબરકાઠા, ગાંધીનગર શહેર અને જીલ્લો સક્રિય થશે. અમરાઈવાડી બેઠકમાં માત્ર અમદાવાદ શહેરના જ કાર્યકર્તાઓ પ્રચાર કરશે. આ બેઠક ભાજપનો ગઢ છે અને શહેરી મતદારો ભાજપને સમર્પિત મતદારો છે એટલે ભાજપ દ્વારા માત્ર શહેરના કાર્યકર્તાઓને જ સક્રિય કર્યા છે.

ખેરાલુ બેઠક માટે મહેસાણા જીલ્લો રાધનપુર બેઠક માટે પાટણ અને અડધા કચ્છમાંથી કાર્યકર્તાઓને કામે લગાવવામાં આવશે. થરાદ બેઠક પર પ્રચાર માટે બનાસકાઠા જીલ્લાના કાર્યકર્તાઓને સક્રિય કરી પ્રચાર શરૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો : 
First published: September 14, 2019, 10:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading