વાયુ વાવાઝોડાની અસરે રાજ્યના 445 ગામોમાં હજી વીજ પુરવઠો ખોરવાયો

News18 Gujarati
Updated: June 13, 2019, 4:46 PM IST
વાયુ વાવાઝોડાની અસરે રાજ્યના 445 ગામોમાં હજી વીજ પુરવઠો ખોરવાયો
ફાઇલ તસવીર

ગુજરાત રાજ્યના 445 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 840 ફીડર બંધ છે તો 836 વીજ થાંભલા ક્ષતિગ્રસ્ત થયા છે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ વાયુ વાવાઝોડું ગુજરાતથી દૂર જતું જાય છે પરંતુ તેની અસર હજી વર્તાઇ રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે વૃક્ષો, વિજળીના થાંભલા ધરાશાયી થયા છે. જેના કારણે રાજ્યના 445 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

મળતી માહિતી પ્રમાણે ભારે પવનના કારણ વીજ થાંભલા જમીનદોસ્ત થયા હતા. આમ ગુજરાત રાજ્યના 445 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 840 ફીડર બંધ છે તો 836 વીજ થાંભલા ક્ષતિગ્રસ્ત થયા છે. સાથે સાથે 70ટ્રાન્સફોર્મર બંધ હાલતમાં છે. જેના કારણે હજારો લોકોને અસર પહોંચી છે.

વાયુ વાવાઝોડાની દિશા ફંટાયા બાદ ગુજરાત માટે આંશિક રાહત થઈ છે. પણ હવામાન વિભાગે જણાવ્યું છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાશે તેથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. બપોર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં પવન સાથે વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ-LIVE: વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી વધુ દૂર ગયું, ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક ચર્ચા કરી કેન્દ્ર સરકાર તરફથી પૂરતી સહાય આપવાની બાંહેધરી આપી છે. રાજ્યમાં સ્થિતિ થાળે પાડવા માટે વહિવટી તંત્રની સાથોસાથ એનડીઆરએફની ટીમો કાર્યરત છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી દૂર ફંટાતું જાય છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ વાવાઝોડું સવારે વેરાવળથી 110 કિમી દૂર હતું જે બપોરના 2.30 વાગ્યા સુધીમાં 130 કિમી દૂર થઈ ગયું છે. પોરબંદરથી વાવાઝોડું 130 કિમી દૂર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ કલાક સુધી દરિયાકાંઠના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
First published: June 13, 2019, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading