Home /News /madhya-gujarat /

જે.પી.ગુપ્તા અમેરિકા જવા રવાના USમાં કરશે રોડ શો, ગીફ્ટ સિટીમાં રોકાણનાં ફાયદા સમજાવશે

જે.પી.ગુપ્તા અમેરિકા જવા રવાના USમાં કરશે રોડ શો, ગીફ્ટ સિટીમાં રોકાણનાં ફાયદા સમજાવશે

જે પી ગુપ્તા, IAS ગુજરાત

Power corridor: 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનાર દસમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા JP ગુપ્તાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ USA ની મુલાકાતે ગત શુક્રવારે મોડી રાત્રે રવાના થયું છે . 12 જેટલા ઉદ્યોગકારો સાથે અમેરિકા રવાના થયેલા ગુપ્તા અમેરિકામાં રોડ શો કરશે.

વધુ જુઓ ...
ગાંધીનગર: .પી.ગુપ્તા અમેરિકા જવા રવાના, યુએસમાં કરશે રોડ શો, બ્લુમબર્ગનાં સિઇઓને મળીને ગીફ્ટ સિટમાં રોકાણનાં ફાયદા સમજાવશે

10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનાર દસમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા JP ગુપ્તાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ USA ની મુલાકાતે ગત શુક્રવારે મોડી રાત્રે રવાના થયું છે . 12 જેટલા ઉદ્યોગકારો સાથે અમેરિકા રવાના થયેલા ગુપ્તા અમેરિકામાં રોડ શો કરશે. ગુપ્તા 12 ઉદ્યોગકારો સાથે ન્યૂયોર્ક , વોશિંગ્ટન ડીસી, અને સાન ફ્રાન્સિસ્કો ખાતે રોડ શો કરશે.  રાઉન્ડ ટેબલ ચર્ચાઓ કરશે. બ્લૂમબર્ગના સ્થાપક અને સીઇઓ માઇક બ્લૂમબર્ગને પણ તેઓ મળવાનાં છે. વાઇબ્રન્ટ ગુજરાત અને ગિફ્ટ સિટીમાંરોકાણ માટે તેઓ માઇક સાથે વાતચીત કરશે.  વોશિંગ્ટન ડીસીમાં વિશ્વ બેંક, IFC અને MIGA ના વરિષ્ઠ પ્રતિનિધિઓને પણ ગુપ્તા - ભારતીય ઉદ્યોગકારોનાં પ્રતિનિધિ મંડળ સાથે મળશે.

એમ. થેન્નારસન ને વાઇબ્રન્ટ સમીટ પહેલાના લાર્જ સેકટર ના એમઓયુ નોડલ ઓફિસર બનાવી દેવાયા

રાજ્ય સરકારે ગત સોમવારથી વિવિધ કંપનીઓ સાથે એમઓયુ કરવાની શરુઆત કરી છે . પહેલી ઓમઓયુ સેરેમની ઇન્ડેક્સ બી એ કર્યા બાદ હવે તમામ જવાબદારી જીઆઇડીસીનાં એમ.ડી.એમ.થેન્નારસન પર નાંખી દેવાઇ છે .. તેમને વાઇબ્રન્ટ સમીટ ના લાર્જેસ્ટ સેક્ટરના ઓમઓયુ નોડલ ઓફિસર બનાવી દેતા હવે આગામી દર સોમવારે થનાર બાકીની તમામ એમઓયુ સેરેમની એમ.થેન્નારસનની આગેવાનીમાં થશે. લાર્જેસ્ટ સેકટર અંતર્ગત ૫૦૦ કરોડ થી ઉપરના તમામ એમઓયુ ની જવાબદારી હવે એમ. થેન્નારસન ની રહેશે. જોકે, થેન્નારસન ઓલરેડી કામના બોજનામાર્યા અધિકારી છે - ઉપર થી નોડલ ઓફિસર ની જવાબદારી આવી પડતા -  હવે એમને રાત ઓછી ને વેશ ઝાઝાની પરિસ્થિતિ સર્જાઇ છે.

સચિવાલયમા એકમાત્ર અધિકારી રાજકુમાર જ ચર્ચાની એરણે

દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા આઇએેસ અધિકારીનો જયારથી ગુજરાત પરત ફરવાનો ઓર્ડર થયો છે . ત્યારથી સચિવાલયમાં આ એક નામ સિવાય અન્ય કોઇ વાતની ચર્ચા નથી. હાલ રાજકુમાર નો ગુજરાત પરત ફરવાનો ઓર્ડર થયો છે , પરંતુ તેમને દિલ્હીથી રિલીવ કરાયા નથી. આઇએેએસ અધિકારીઓ માની રહ્યા છે કે - વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ પૂરી થયા બાદ કમોરતા ઉતરતા ની સાથેજ ૧૫ મી જાન્યુઆરીએ રાજકુમાર ને  ગુજરાત મા ટોચના લેવલે સૌથી મહત્વ ની જવાબદારી સોંપવાનો સેકન્ડ ઓર્ડર કરાશે. અને આ ઓર્ડર સાથેજ ગુજરાત ના ત્રણ મોસ્ટ સિનિયર આઇએએસ અધિકારીઓ કે જે એક જ બેચના છે તેઓને રાજ્ય સરકારના જે ૬ જેટલા વૈધાનિક નિગમો છે તેમાં ખસેડાશે. ટોપ મોસ્ટ સિનિયર અધિકારીઓ ને જીએનએફસી , જીએસએફસી , નર્મદા નિગમ મા ખસેડાય તેવી પણ ચર્ચા છે .

રાજ્ય કક્ષાના મહિલા મંત્રીને તેમનામત વિસ્તારનાં મહિલા આઇપીએસ એ રોકડું પરખાવ્યું - સભ્યતા થી વાત કરો.

એક મહિલા મંત્રી કે જેઓ મધ્ય ગુજરાત નુ પ્રતિનિધિત્વ કરે છે , તેમને એક મહિલા આઇપીએસ ઓફિસરે સભ્યતા ના પાઠ ભણાવ્યા છે.

મહિલા મંત્રી કોઇ કામસર તેમના મત વિસ્તારના મહિલા એસપી ને મળવા ગયા હતા …મહિલા મંત્રીએ કેબિનમા જતા પહેલા તુ કારે તેમના વિશે જિલ્લા પોલીસ મથક પર પૃચ્છા કરતા - મંત્રી ની કેબિન મા એન્ટ્રી સાથેજ મહિલા એસપી એ - મંત્રી ને આડે હાથ લીધા હતા અને પહેલા સભ્યતા શીખીને પછી આવવા જણાવ્યું હતું .. મહિલા આઇપીએસ એ મંત્રી ને કહ્યું હતું કે -આટલી વાત સાંભળી લો - આજ પછી તમે સભ્યતા થી વાત કરજો .

તમે મંત્રી તો -આજે છો ને કાલે નથી .પણ  હુ એક સરકારી અધિકારી છું - અને હુ તો અહીંયા જ રહેવાની છુ. આ સાથેજ મહિલા મંત્રી નો લાલ ગાડીનો પાવર ઉતરી ગયો હતો. મોઢું પડી ગયું હતું ને એમની સ્થિતિ કાપો તો લોહી ના નિકળે એવી થઇ ગઇ હતી.

આશિષ ભાટીયાની દિકરીના લગ્ન પ્રસંગે યોજાનાર સંગીત સેરેમની મા આઇપીએસ અધિકારીઓની પત્નીઓ કરશે ડાન્સ

રાજ્ય ના પોલીસ વડા આશિષ ભાટીયા ની બીજી દિકરી ના લગ્ન ગોવા ખાતે યોજાવા જઇ રહ્યા છે. લગ્ન ગોવા ખાતે સંપન્ન થશે. પરંતુ આગામી ૮મી ડીસેમ્બરે સંગીત સેરેમની અને ૧૪ મી ડીસેમ્બરે રિસેપ્સન અમદાવાદ ની આઇપીએસ મેસ ખાતે જ યોજાનાર છે. આ લગ્ન ને લઇને આઇપીએસ ઓફિસરો ની પત્નીઓ ધણી ઉત્સાહી છે .. અને તેઓએ જ આ પ્રસંગ ને વધાવવાવિવિધ આયોજનો કર્યા છે. લગ્ન પ્રસંગે યોજાનાર સંગીત સેરેમનીમાં કેટલાક આઇપીએસનાં પત્નીઓ ડાન્સ  પરફોર્મન્સ આપવા તૈયારીઓ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
Published by:Margi Pandya
First published:

Tags: Gujarat Samachar, Power Corridor

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन