Home /News /madhya-gujarat /Power Corridor: અધિકારીઓની જાણ બહાર LCB- SOG 50 લાખનો હપ્તો લે તે માનવું મુશ્કેલ

Power Corridor: અધિકારીઓની જાણ બહાર LCB- SOG 50 લાખનો હપ્તો લે તે માનવું મુશ્કેલ

LCB અને SOG લાંચ લેતા ઝડપાયા

Power Corridor: મધ્ય ગજુરાતનાં એક જિલ્લામાં થોડી સમય પહેલા સ્ટેટ વિજીલન્સે દરોડો પાડીને દારુ નો બહુ મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્ટેટ વિજીલન્સની તપાસમાં જે બુટલેગરનો દારુ પકડાયો હતો - એ બુટલેગરે સ્ટેટ વિજીલન્સને આપેલા નિવેદનમાં એવું જણાવ્યું હતું કે - આ તેનું પાંચમું કટીંગ છે.

વધુ જુઓ ...
અધિકારીઓની જાણ બહાર એલસીબી - એસઓજી 50 લાખનો હપ્તો લે તે માનવું મુશ્કેલ છે

મધ્ય ગજુરાતનાં એક જિલ્લામાં થોડી સમય પહેલા સ્ટેટ વિજીલન્સે દરોડો પાડીને દારુ નો બહુ મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્ટેટ વિજીલન્સની તપાસમાં જે બુટલેગરનો દારુ પકડાયો હતો - એ બુટલેગરે સ્ટેટ વિજીલન્સને આપેલા નિવેદનમાં એવું જણાવ્યું હતું કે - આ તેનું પાંચમું કટીંગ છે.

અને તે એલસીબી અને એસઓજીને દર મહિને પચાસથી સાઇઠ લાખનો હપ્તો પહોંચાડે છે. દારુનું આટલા મોટા પ્રમાણમાં કટીંગ થતુ હોય અને લાખ્ખો રુપિયાનો હપ્તો લેવાતો હોય તેની જાણ ઉચ્ચ અધિકારીઓને ન હોય એવુ માનવું વિભાગનાં મોટાભાગનાં અધિકારીઓને મુશ્કેલ લાગે છે. આ જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓની જિલ્લામાંથી આગામી બદલીઓ દરમિયાન બદલી થાય તેવી પૂરેપૂરી સંભાવના છે .


પૂર્વ ચીફ સેક્રેટરી ડીજે પાંડિયન ભારત પાછા આવે છે...


ચીનના બેઇજિંગ સ્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (એઆઇઆઇબી) ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ભારતીય રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને નિયુક્ત કરવામાં આવ્યા છે. 58 વર્ષના ઉર્જિત પટેલ ત્રણ વર્ષના કાર્યકાળ સાથે આ બેન્કના પાંચ ઉપપ્રમુખોમાંથી એક હશે અને તેઓ આવતા મહિને તેમની પોસ્ટ સંભાળશે.

ઉર્જિત પટેલ ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ ઓફિસર ડીજે પાંડિયનનું સ્થાન લેશે, જેઓ દક્ષિણ એશિયા, પેસિફિક ટાપુઓ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં બેન્કના ધિરાણનો હવાલો સંભાળે છે.

ડી જે પાન્ડિયન


ડીજે પાંડિયન બેઇજિંગમાં નિયુક્ત થયા તે પહેલાં ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. તેઓ આ મહિનાના અંત સમયમાં ભારત પાછા આવશે.
ડીજે પાંડિયન ને હવે ભારત સરકારમાં મહત્વની જગ્યા માટે નિયુક્ત કરવામાં આવે તેવી સંભાવના છે.

આઇપીએસ આર.એસ.યાદવ ડીજી બન્યા હોત - પરંતુ , આવતા મહિને નિવૃતિ બાદ પેન્શન પણ નહી મળે

ગુજરાત કેડર ના ૧૯૮૮ બેચ ના ૨ અધિકારી ને બાદ કરતા તમામ અધિકારીઓ ને સરકારે ડીજી બનાવ્યા છે . પરંતુ , સંજીવ ભટ્ટ ડિસમિસ થયા અને એસઆરપી ના કમાન્ડન્ટ આર.એસ.યાદવ આવતા મહિને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ નિવૃત થઇ રહ્યા છે.. આ આઇપીએસ અધિકારી હજુ સુધી એસપી રેન્ક નાજ અધિકારી છે

રાજ્ય સરકારે -તેમને ૨૦૦૫ મા ડીસમિસ કર્યા હતા .. ત્યાર બાદ , ૨૦૧૦-૧૧ મા તેઓ દિલ્હી કેટ ના ( સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ) ના ઓર્ડર પર ગુજરાત સરકારે તેમને ફરીથી નોકરી પર પરત લીધા હતા.

ડિસમિસ થયેલા આઇપીંએસ અધિકારી ને ફરી નોકરી પર લેવામા આવે ત્યારે તેની સર્વિસમાં બ્રેક ગણવામા આવેછે.. એટલે સરકારે તેમને એસપી તરીકે નિમણૂક આપી હતી.

આ બેચના અધિકારીઓ ડીજી બની ગયા છે .પરંતુ, આર.એસ.યાદવ ડિસમિસ થયા બાદ પરત નોકરી એ લેવામા આવ્યા હોવાથી એસપી રેન્ક માંજ નિવૃત્ત થશે.
આટલા વરસ સરકારી નોકરી કર્યા પછી પણ તેમને એક રુપિયો ય પેન્શન નહી મળે..

૨૬ જાન્યુઆરી પછી આઇપીએસ અધિકારીઓને બઢતી - બદલી કરવામાં આવશે

ગુજરાત સરકારે - વાઇબ્રન્ટ મોકૂફ રહેતા હવે આઇપીએસ અધિકારીઓની બઢતી ને અગ્રતા ક્રમ આપવામા આવશે. ૧૯૯૭ બેચના આઇબીનાં આઇજી અનુપમ સિંહ ગેહલોત અને રાજકોટ ના જોઇન્ટ સીપી (ક્રાઇમ અને ટ્રાફિક) ખુરશીદ અહેમદને એડીશનલ ડીજી તરીકે બઢતી અપાશે.

૨૦૦૪ બેચના અધિકારીઓને આઇજી તરીતે બઢતી આપવામા આવશે. આ બેચના બે અધિકારીઓ - ગગનદીપ ગંભીર સીબીઆઇમા ડેપ્યુટેશન પર છે. જ્યારે સચિન બાદશાહ પણ કેન્દ્ર મા પ્રતિ નિયુક્તિ પર ગયા છે .

૨૦૧૭ બેચના એએસપી ને પ્રોબેશનલ પિરીયડ પૂરો થયા ને એક વર્ષ પૂરુ થઇ ગયું છે ..આ બેચના અધિકારીઓ ને ગત જાન્યુઆરી ૨૦૨૧ મા બઢતી મળવી જોઇતી હતી પરંતુ હજુ સુધી આ બેચને પ્રમોશન નથી મળ્યું.

આ ઉપરાત જાન્યુઆરી ૨૦૨૨ મા ૨૦૧૮ બેચના અધિકારીઓ નો પ્રોબેશનલ પિરીયડ પૂરો થઇ ગયો હોવાથી ૨૦૧૭ ને ૨૦૧૮ બેચના ૧૧ અધિકારીઓ ને એસપી તરીકે બઢતી આપવામા આવશે..સચિવાલયના યુવા કર્મચારીઓ હજુય કોલેજ કાળમાં જીવે છે

સચિવાલયના વિભાગોમાં નવી નોકરી મેળવી હોય તેવા યુવા કર્મચારીઓ હજી કામની બાબતમાં સિરીયસ થઇ શકતા નથી. માર્ગ-મકાન વિભાગના ત્રણ કર્મચારીઓ ચાલુ નોકરીએ સિનેમાગૃહમાં બપોરના સમયે કામ છોડીને ફિલ્મ જોવા જતા રહ્યાં હતા. આ ત્રણ કર્મચારી પૈકી એક સેકશન
ઓફિસર છે અને બે મહિલા કર્મચારીઓ છે. સરકારી નોકરીમાં નવા જોડાયેલા આ કર્મચારીઓ હજી નોકરીને કોલેજ લાઇફ સમજી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે અન્ય કર્મચારીઓમાં કાના-ફૂસી થઇ રહી છે.

વિભાગના સેક્શન ઓફિસર અને બે મહિલા કર્મચારી બપોરના સમયે સિનેમાગૃહમાં જોવા મળ્યા હતા. આ વિભાગના ટોચના અધિકારીનો સંપર્ક કરતાં અને તેમણે તપાસ કરતાં આ ત્રણેય કર્મચારીઓ તેમની ખુરશી પર મોજૂદ ન હતા. આ ત્રણેયનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે પ્રથમ તો એવું જાણવા મળ્યું કે બજેટની બેઠકમાં ગયા છે પરંતુ હકીકતમાં એવી કોઇ બેઠક હતી જ નહીં.

આ ત્રણેય કર્મચારી જ્યારે કામ પર પાછા આવ્યા ત્યારે તેમનો ખુલાસો પૂછવામાં આવ્યો હતો. સરકારી ભરતીમાં હવે 25 થી 30 વર્ષના કર્મચારીઓની સંખ્યા વધી રહી છે. ગુજરાતનું વહીવટી તંત્ર યુવાન બનતું જાય છે. ઘરેથી ટિફિન લઇને આવતા આ નવી પેઢીના કર્મચારીઓને કામની ગંભીરતા અંગે અનેક વખત તાલીમ આપવામાં આવે છે -છતાં કેટલાક કર્મચારીઓ સરકારી નોકરીને કોલેજનો વર્ગ માનીને વર્તન કરતા હોય છે. ટિફિન લઇને રિશેષના સમયે મોટાભાગના કર્મચારીઓ સચિવાલયના પરિસરમાં આવેલા ગાર્ડનમાં બેસીને ભોજન કરે છે જેમાં ઘણીવાર રિસેશ સમય કરતાં વધુ સમય બહાર પસાર થાય છે જેથી કામના કલાકો આ કર્મચારીઓ ઓફિસની બહાર વિતાવી રહ્યાં છે. સચિવાલયની નોકરી જાણે કે તેમના માટે પિકનિક પ્લેસ બની ગયું હોય તેવું જણાઇ આવે છે જ્યારે અરજદારો રજૂઆત કરવા આવે ત્યારે આ કર્મચારીઓ તેમના ટેબલ પર હોતા નથી.

મહેસૂલ જેવા સુધારા શહેરી વિકાસમાં થવા જોઇએ...

સામાન્ય રીતે વિભાગોનાં નીચેનાં સ્તરે અને જિલ્લા વહીવટી તંત્રમાં રૂપિયા આપ્યા વિના કામ થતું નથી. વિઝિલન્સ કમિશન અને એન્ટી કરપ્શન બ્યુરોમાં આવતી મોટાભાગની ફરિયાદો શહેરી વિકાસ, મહેસૂલ અને ગૃહ વિભાગની હોય છે, એટલે કે સરકારના આ ત્રણ વિભાગો એવાં છે કે જ્યાં સૌથી વધુ કરપ્શન જોવા મળે છે.

રાજ્ય સરકારે મહેસૂલ વિભાગમાં તમામ સેવાઓ ઓનલાઇન કરીને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવાના પ્રયાસ કર્યા છે પરંતુ અધિકારીઓ નવા રસ્તા શોધી રહ્યાં છે.

મહેસૂલ વિભાગ જેવા સુધારા શહેરી વિકાસ વિભાગમાં થયાં નથી તેથી આ વિભાગમાં કરપ્શન તેની ચરમસીમાએ પહોંચ્યું છે. ગાંધીનગર જેવા નાના શહેરમાં આજેપણ બીયુ પરમિશન લેવા માટે નાના લોકોને રૂપિયા આપીને કામ કરાવવું પડે છે.

બિલ્ડરજૂથોના એપાર્ટમેન્ટ સમૂહને બીયુ લેવાનું હોય તો તેમને મોટી રકમ ચૂકવવી પડે છે પરંતુ નાના રહેણાંકમાં એક પછી એક ક્વેરી કાઢીને તેમને પરેશાન કરવામાં આવે છે.

એક સનદી અધિકારીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર જો શહેરી વિકાસમાં પણ નાગરિકોની સુવિધા ઓનલાઇન કરે તો આ વિભાગમાં પણ કરપ્શન કન્ટ્રોલ કરી શકાય તેમ છે. ખાસ કરીને કોરોના સંક્રમણના સમયમાં દાન-દક્ષિણા આપવાની પ્રથા પડી ચૂકી છે. એક જાણીતા બિલ્ડર કહે છે કે ઓળખાણ કે ભલામણથી નહીં પણ રૂપિયા આપીને અમારે કામો કરાવવા પડે છે.

તેઓના મતે શહેરી વિકાસ વિભાગમાં સરકાર જો વધુ તકેદારી રાખીને સુવિધાઓ ઓનલાઇન કરે તો અધિકારી કે કર્મચારીને લાંચ આપવી પડે નહીં અને કરપ્શનની માત્રાને નિયંત્રિત કરી શકાય.
Published by:Margi Pandya
First published:

Tags: Gujarat police, LCB, Power Corridor, SOG

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन