ના'પાક' હરકત, આઝાદી ટ્રેન પર પાકિસ્તાને બુરહાન વાનીના પોસ્ટર લગાવ્યા
ના'પાક' હરકત, આઝાદી ટ્રેન પર પાકિસ્તાને બુરહાન વાનીના પોસ્ટર લગાવ્યા
કાશ્મીરમાં ભારતીય સુરક્ષાબળો દ્વારા ઠાર કરાયેલ હિજબુલ મુજાહુદ્દીન કમાન્ડર બુરહાન વાનીને પાકિસ્તાન એક શહીદના રૂપમાં રજુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન બુરહાન વાનીને અગાઉ પણ શહીદ જાહેર કરી ચુક્યું છે પરંતુ હવે એને હીરો બતાવવા જઇ રહ્યું છે.

નવી દિલ્હી #કાશ્મીરમાં ભારતીય સુરક્ષાબળો દ્વારા ઠાર કરાયેલ હિજબુલ મુજાહુદ્દીન કમાન્ડર બુરહાન વાનીને પાકિસ્તાન એક શહીદના રૂપમાં રજુ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન બુરહાન વાનીને અગાઉ પણ શહીદ જાહેર કરી ચુક્યું છે પરંતુ હવે એને હીરો બતાવવા જઇ રહ્યું છે.
પાકિસ્તાનમાં આઝાદી સ્પેશિયલ ટ્રેન ચલાવાઇ રહી છે અને એના પર આતંકવાદી બુરહાન વાનીના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. 14 ઓગસ્ટે આ સ્પેશિયલ ટ્રેન પેશાવરથી કરાંચી ચલાવાશે.
ટ્રેન પર કાશ્મીર હિંસાની તસ્વીરોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. પાકિસ્તાનની સ્પેશિયલ આઝાદી ટ્રેનના તમામ કોચ બુરહાન વાની સહિત કાશ્મીરની કેટલીક તસ્વીરો લગાવવામાં આવી છે. વધુમાં એ કાશ્મીરીઓની પણ તસ્વીરો છે જેમાં ભારતીય સુરક્ષાકર્મીઓથી પીડિત બતાવાયા છે.
આ પહેલા ગઇકાલે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીના વડા સલાઉદ્દીને કહ્યું કે, કાશ્મીરને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણું યુધ્ધ પણ થઇ શકે છે.
કાશ્મીરમાં રહેનાર અલગાવવાદી સૈયદ અલી ગિલાનીએ આ અંગે ખુશી વ્યક્ત કરતાં ટ્રેનના કોચ પર લગાવેલા બુરહાન વાનીના પોસ્ટર અંગે ટ્વિટ પોસ્ટ કરી. ટ્વિટ કરતાં કહ્યું કે, સ્પેશિયલ આઝાદી ટ્રેન 14 ઓગસ્ટે પેશાવરથી કરાંચી માટે રવાના થશે. જે પર કમાન્ડર બુરહાન વાની અને અન્ય તસ્વીરો લગાવાઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર